Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રતન ટાટાને 'ભારત રત્ન' આપવા માંગ:ગોવિંદ ધોળકિયાએ રાજ્યસભામાં કહ્યું- 'આ માત્ર એક વ્યક્તિનું સન્માન નહીં, પરંતુ 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવનાનું સન્માન થશે'

    2 days ago

    સુરતના શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK) ના સ્થાપક અને ભાજપના રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાએ આજે સંસદમાં કરોડો ભારતીયોની લાગણીને વાચા આપતા રતન ટાટાને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' આપવા માટે સરકારને નમ્ર અપીલ કરી છે. શ્લોક સાથે સંબોધનની શરૂઆત ગોવિંદભાઈએ પોતાના સંબોધનની શરૂઆત ભગવદ ગીતાના શ્લોકથી કરી હતી, જેનો સાર હતો કે જે વ્યક્તિ નિશ્ચિત મન અને ભક્તિ સાથે યોગબળ દ્વારા પ્રાણ ત્યાગે છે, તે દિવ્ય પુરુષને પ્રાપ્ત થાય છે. તેમણે રતન ટાટાને એક આવા જ 'દિવ્ય પુરુષ' તરીકે ઓળખાવ્યા હતા. શા માટે ભારત રત્ન? પોતાના વક્તવ્યમાં ગોવિંદભાઈએ રતન ટાટાના જીવન અને કાર્યોના કેટલાક મહત્વના પાસાઓ રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે રતન ટાટા માત્ર ઉદ્યોગપતિ નહોતા, પરંતુ ભારતીય વેપાર જગતના નૈતિક માર્ગદર્શક હતા. તેમણે સાબિત કર્યું કે વ્યાપારમાં ઈમાનદારી અને સફળતા એક સિક્કાની બે બાજુ હોઈ શકે છે. ટાટા ટ્રસ્ટ દ્વારા કેન્સર સંશોધન, શિક્ષણ અને ગ્રામીણ વિકાસ માટે જે રીતે સંપત્તિ સમર્પિત કરવામાં આવી છે, તે વિશ્વ માટે ઉદાહરણ છે. મધ્યમ વર્ગના પરિવાર માટે સસ્તી કારનું સપનું પૂર્ણ કર્યું 26/11ના મુંબઈ આતંકી હુમલા સમયે ટાટા જૂથના કર્મચારીઓ અને પીડિતો પ્રત્યે રતન ટાટાની સંવેદનશીલતા અને અડગતાએ આખા દેશને પ્રેરણા આપી હતી. મધ્યમ વર્ગના પરિવાર માટે સસ્તી કાર (નેનો) નું સપનું પૂરું કરવા પાછળનો તેમનો ઉદ્દેશ્ય નફો નહીં, પણ દેશવાસીઓની સુખાકારી હતી. યુવા પેઢી માટે આદર્શ ગોવિંદભાઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રતન ટાટાને ભારત રત્ન આપવો એ માત્ર એક વ્યક્તિનું સન્માન નહીં, પરંતુ 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવનાનું સન્માન છે. આનાથી દેશની યુવા પેઢીને એ સંદેશ જશે કે સફળતાનો ખરો માપદંડ સંપત્તિ નહીં, પણ ચરિત્ર અને સેવા છે. વક્તવ્યના અંતે તેમણે ભારત સરકારને વિનંતી કરી કે કરોડો ભારતીયોની લાગણીને માન આપી શ્રી રતન ટાટાને મરણોત્તર 'ભારત રત્ન' થી નવાજવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર યુનિ.ના અધ્યાપકનું સત્તા મંડળમાંથી રાજીનામુ:ડૉ. મહેતાએ કહ્યું - કોંગી નેતા ડૉ.બારોટના બહેનની ખોટી ભરતીનું VC ને કહેતા મારી સામે નિમ્ન સ્તરના આક્ષેપો થયા
    Next Article
    દમણમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment