Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર

    2 days ago

    ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. માર્ચમાં 65 ડોલર પ્રતિ બેરલ હતું તે હવે 104 થી 119 ડોલર સુધી પહોંચી ગયું છે. તેમ છતાં, સંઘપ્રદેશ દમણમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ ઈંધણની અછત અંગેની અફવાઓને ફગાવી દીધી છે. દમણના પેટ્રોલ પંપો પર હાલ કોઈ અફરાતફરી કે લાંબી કતારો જોવા મળી રહી નથી. લોકો સામાન્ય રીતે ઈંધણ ભરાવી રહ્યા છે. દમણમાં પેટ્રોલ ₹92.37 પ્રતિ લિટર અને ડીઝલ ₹87.87 પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ છે. દમણના ઈ નાસેરવાનજી પેટ્રોલ પંપના સંચાલક અસ્પી દમણિયાએ જણાવ્યું હતું કે, ભારત સરકારની મજબૂત કૂટનીતિ અને રશિયા તથા અમેરિકા તરફથી મળતા અવિરત સપ્લાયને કારણે દેશમાં હજુ સુધી કોઈ નકારાત્મક અસર પડી નથી. તેમણે પાકિસ્તાન જેવા પડોશી દેશોમાં પેટ્રોલના ઊંચા ભાવ (400 થી 500 રૂપિયા) સાથે સરખામણી કરતા ભારતના પેટ્રોલિયમ મંત્રાલયની સપ્લાય જાળવી રાખવાની સફળતાને બિરદાવી હતી. દમણિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, જો ઈરાનની રિફાઇનરીઓ પર હુમલા વધશે અને યુદ્ધ લાંબુ ખેંચાશે તો ભવિષ્યમાં ભાવ વધારાની શક્યતા નકારી શકાય નહીં. જોકે, હાલ દમણમાં કોઈ ચિંતાનું કારણ નથી. IOCL દ્વારા સોશિયલ મીડિયા પર ફેલાતી ઈંધણની અછતની વાતોનું સખ્ત ખંડન કરવામાં આવ્યું છે. સ્થાનિક તંત્રએ પણ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ પ્રકારની ખોટી માહિતી પર વિશ્વાસ ન કરે અને માત્ર સત્તાવાર સ્ત્રોતોને જ સાચા માને.
    Click here to Read More
    Previous Article
    રતન ટાટાને 'ભારત રત્ન' આપવા માંગ:ગોવિંદ ધોળકિયાએ રાજ્યસભામાં કહ્યું- 'આ માત્ર એક વ્યક્તિનું સન્માન નહીં, પરંતુ 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવનાનું સન્માન થશે'
    Next Article
    Trump Threatens To Take Over Strait of Hormuz If Iran Tries "Anything Cute"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment