Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્ની પીડિત હોમગાર્ડ જવાને ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો:રાજકોટના શિવાજીનગરમાં યુવાનનો ગળેફાંસો ખાઈ અને મવડીમાં પ્રૌઢાનો ઝેર પી આપઘાત

    2 days ago

    ભાવનગર રોડ શિવાજીનગરમાં રહેતાં લાલજીભાઇ રાજેશભાઇ ચાવડા (ઉ.વ.39) નામના યુવાને રાતે 11 વાગ્‍યે ઘરે છતના હુકમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ 108ને કરતા 108ના ઇએમટીએ તપાસી મૃત જાહેર કરતાં થોરાળા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં લાલજીભાઇ છુટક મજુરી કરતાં હતાં અને તેમને સંતાનમાં બે દિકરા છે. ઘરના સભ્‍યો નીચેના રૂમમાં હતાં ત્‍યારે લાલજીભાઈ ઉપરના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જો કે આપઘાતનું કારણ સામે ન આવતાં પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. જયારે બીજા બનાવમાં મવડી વિસ્તારમાં રામધણ આશ્રમ પાછળ શ્રીનાથજી પાર્કમાં રહેતા ભાવનાબેન અલ્‍પેશભાઇ કાકડીયા (ઉ.વ.54)એ સવારે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્‍પીટલ ખસેડવામાં આવ્‍યા હતા જયાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભાવનાબેન ઘણા સમયથી થાઇરોઇડની બિમારીથી પીડાતા હતા જેનાથી કંટાળી આ પગલુ ભરી લીધાનું પ્રાથમીક તપાસમાં સામે આવ્‍યું છે. ભાવનાબેનના પતિ અલ્‍પેશભાઇ કોન્‍ટ્રાકટર છે અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું સામે આવ્યું છે. હાલ તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી ધરી છે. પત્ની સહિતના સાસરિયાઓના ત્રાસથી કંટાળી હોમગાર્ડ જવાનનો ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ ઘંટેશ્વર પાસે આવેલી અમરનાથ સોસાયટીમાં રહેતા બંસીભાઇ રાજેશભાઈ રાજ્યગુરુ નામના યુવાને નવી કોર્ટ પાસે ફિનાઈલ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે જે પોતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડની નોકરી કરે છે. તેમને આક્ષેપ કર્યો હતો કે, તેમના લગ્ન 8 વર્ષ પહેલા પૂજા નામની યુવતી સાથે થયા હતા. પૂજા લગ્ન કર્યા બાદ એક વર્ષ સારી રીતે રહ્યા બાદ અવાર નવાર માનસિક ત્રાસ આપતી અને ઝઘડો કરી રીસામણે જતી રહેતી હતી તેમજ સાત વર્ષથી પત્ની અને સાસરિયાંઓ ત્રાસ આપે છે અને છૂટાછેડા માટે 10 લાખની માંગણી કરતા જેથી કંટાળી જઈ પગલું ભરી લીધુ હતુ. હાલ પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. 'બીજાના પહેરેલા કપડાં નહીં પહેરવાના' કહીં પતિએ ઠપકો આપતા પરિણીતાએ ફીનાઇલ પી લીધુ ભીડભંજન સોસાયટીમાં રહેતી મહેક અજયભાઈ રંગપરા (ઉ.વ.25) નામની પરિણીતાએ પોતાના ઘરે ફીનાઇલ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે. મહેકના પતિ ડ્રાઇવિંગ કામ કરે છે અને તે બીજાના કપડા પહેરવા માટે લાવી હતી જેથી પતિએ તેમને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે તારે બીજાના કપડા પહેરવા નહીં નવા કપડાં લઈ આવીશું અને તને હમણાં જ જન્મદિવસ પર પચાસ હજાર રૂપિયાનો મોબાઈલ લઈ આપ્યો છે તો આપણે શા માટે બીજાના કપડા પહેરવા જોઈએ જેથી મહેકને લાગી આવતા તેમણે આ પગલું કરી લીધું હતું હાલ પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    લ્યો બોલો, જીતની ઉજવણી કરી રહેલા પ્રશંસકોની અટકાયત:સમા પોલીસે ધ્વનિ પ્રદૂષણ ફેલાવી પોલીસની કાર્યવાહીમાં અડચણ ઉભી કરનારા ત્રણ સામે ફરિયાદ નોંધી
    Next Article
    'કલેક્ટર-SPને 5 લાખ ખવડાવો એટલે કામ કરવા માંડે': ઈટાલિયા:કેજરીવાલે કહ્યું- 'સુરત પૂરમાં ડૂબે તો પણ હર્ષ-પાટીલના ઘરમાં પાણી ન ભરાય', સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગું ફૂંકાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment