Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લ્યો બોલો, જીતની ઉજવણી કરી રહેલા પ્રશંસકોની અટકાયત:સમા પોલીસે ધ્વનિ પ્રદૂષણ ફેલાવી પોલીસની કાર્યવાહીમાં અડચણ ઉભી કરનારા ત્રણ સામે ફરિયાદ નોંધી

    2 days ago

    વડોદરામાં ગત રોજ ભારત ન્યૂઝીલેન્ડ મેચ બાદ ઠેર ઠેર જીતની હવે ઉજવણી કરવામાં આવી રહી હતી. દરમ્યાન સમા વિસ્તારમાં ડી જે ના તાલે ઉજવણી કરી રહેલા કેટલાક પ્રશંસકોને પોલીસે ધ્વનિ પ્રદૂષણ સંદર્ભે કોલ મળતા સાઉન્ડ બંધ કરવાનું જણાવ્યું હતું. આ દરમિયાન પોલીસકર્મી સાથે ફરજમાં રૂકાવટ કરનાર ત્રણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પરમિશન વગર જાહેરમાં ડી.જે. વગાડીને નાચગાન કર્યું ગત રાત્રે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ હોવાથી વિસ્તારમાં વધારાનો બંદોબસ્ત ગોઠવાયો હતો. રાત્રિના સમયે બે મોબાઈલ વેનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અભિલાષા ચાર રસ્તા પાસે પહોંચ્યા ત્યારે જાહેર માર્ગ પર કેટલાક લોકો મોડી રાત્રે કોઈપણ જાતની પરમિશન વગર જાહેરમાં ડી.જે. વગાડીને નાચગાન કરી રહ્યા હતા. પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ ઉભી કરવામાં આવી આ દરમિયાન પોલીસકર્મીએ સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવાથી ડી.જે. બંધ કરવા જણાવતાં આરોપીઓએ વિરોધ કર્યો અને કહ્યું કે, ડી.જે. બંધ નહીં થાય, હજુ પાંચ ગીત વાગશે ત્યારે જ બંધ થશે. તમને ડી.જે. બંધ કરવાની વર્ધી કોણે આપી છે? તેનું નામ જણાવો. અહીં કોઈ પાકિસ્તાનનો ઝંડો લગાવ્યો નથી, કોઈ ચોરી કે રેપ થયું નથી, અમે આતંકવાદી નથી, આ ભારત વિરોધી વાત નથી. આરોપીઓએ પોલીસ કર્મચારીઓની કાર્યવાહીમાં અડચણ ઉભી કરી, વિરોધ કર્યો અને વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. આમ પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ ઉભી કરવામાં આવી. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી આ ઘટના અંગે સમા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધવામાં આવી છે. આ કાર્યવાહીમાં પોલીસે જીતેન્દ્ર મધુભાઈ સોલંકી (રહે. ડી-135, સુંદરવન સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા શહેર ), યજ્ઞેશ મનુભાઈ પટેલ, (રહે. બી-23, સાહેબ કૃપા સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા શહેર),દેવેન મનુભાઈ જયસ્વાલ, રહે. બી-13, સાહેબ કૃપા સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા શહેર ) ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં મૈત્રીકરારમાં રહેતી યુવતી પર હુમલો કરી યુવકે આત્મહત્યા કરી:પૂર્વ પતિ પાસે જવાની વાત કરતા 'તું મારી નહીં તો કોઈની નહીં' કહી છરીથી હુમલો કર્યો
    Next Article
    પત્ની પીડિત હોમગાર્ડ જવાને ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો:રાજકોટના શિવાજીનગરમાં યુવાનનો ગળેફાંસો ખાઈ અને મવડીમાં પ્રૌઢાનો ઝેર પી આપઘાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment