Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં મૈત્રીકરારમાં રહેતી યુવતી પર હુમલો કરી યુવકે આત્મહત્યા કરી:પૂર્વ પતિ પાસે જવાની વાત કરતા 'તું મારી નહીં તો કોઈની નહીં' કહી છરીથી હુમલો કર્યો

    2 days ago

    પતિ સાથે છૂટાછેડા થયા બાદ રાજકોટમાં યુવક સાથે મૈત્રીકરારમાં રહેતી યુવતી પર હુમલો કરી યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. યુવતીએ તેના પૂર્વ પાસે જવાની વાત કરતા ઉશ્કેરાયેલા યુવકે છરીથી હુમલો કર્યો હતો. ત્યારબાદ યુવકે ટ્રેન હેઠળ પડતું મૂકી જિંદગી ટૂંકાવી લીધી હતી. યુવતીને હાલ ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. કાજલ અને હિંમતે મૈત્રી કરાર કરેલા હતા રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતી કાજલ ગોંડલીયા પર હિંમત વાળાએ સોમવારે સવારે છરી વડે હુમલો કરી દીધો હતો. પતિ સાથે સાત વર્ષ પહેલા છુટાછેડા લીધા બાદ કાજલે ગામના જ હિંમત વાળાસાથે મૈત્રીકરાર કર્યા હતાં અને રાજકોટ રહેતાં હતાં. જો કે હવે હિંમત મોટાભાગે રાજકોટ રહેવાને બદલે તેના વતનમાં પત્‍ની પાસેજ રહેતો હોવાથી કાજલે મૈત્રી છુટી કરવાનું અને ફરી પોતાના અગાઉના પતિ પાસે જવાની વાત કરતા ઉશ્કેરાયેલા હિંમતે સવારે આવી છરીના ઘા ઝીંકી ભાગી ગયો હતો. હવે પ્રેમિકા પણ મરી ગઈ છે તો મારે જીવીને શું કરવું તેવું વિચારી તેણે પણ ક્વાર્ટરની પાછળથી પસાર થતા રેલવે ટ્રેક પર કૂદી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. હિંમત પોતે પરણિત હોવા છતા કાજલ સાથે મૈત્રી કરાર કર્યા હતા પોલીસ તપાસમાં કાજલબેન મુળ મહારાષ્‍ટ્રના વતની છે તેમના લગ્ન બરવાળાના .યુવક સાથે થયા હતા તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો હોવાનું સામે આવ્યું છે. કાજલબેનનો સંપર્ક સાતેક વર્ષ પહેલા ગામના જ હિમત નામના શખસ સાથે થયો હતો ત્‍યારથી પતિ પત્ની વચ્‍ચે ચડભડ થતી હતી. આ પછી બન્નેએ છુટાછેડા લઇ લીધા હતાં અને કાજલબેન રાજકોટ હિંમત સાથે રહેવા આવી ગયા હતાં. આ બંને મૈત્રી કરારથી રહેતાં હતાં. જો કે હિમત પરણેલો હતો અને તેને સંતાન પણ હોવાથી તે ગામમાં પોતાના પરિવાર સાથે પણ રહેતો હતો અને રાજકોટ કાજલબેન સાથે પણ રહેતો હતો. હિંમત ગામડે જ રહેતો હોય કાજલે મૈત્રીકરાર પુરા કરવાનું વિચારતી હતી છેલ્લા કેટલાક સમયથી હિમત મોટે ભાગે ગામડામાં તેના પત્‍નિ સાથે જ રહેતો જેથી કાજલબેને તેની સાથે મૈત્રી કરાર પુરા કરવાનું નક્કી કર્યુ હતું અને ફરીથી પતિ સાથે રહેવા આવી જાય તેવી વાત થઇ રહી હતી. આ બાબતની જાણ હિમતને થતાં તેને ગમ્‍યું ન હતું આથી તે સવારે 5 વાગ્‍યે રાજકોટ આવ્‍યો હતો અને વાતચીત કર્યા બાદ કાજલબેનનું મોઢુ દબાવી દઇ છરીથી જીવલેણ હુમલો કર્યો હતો અને બાદમાં તે ભાગી ગયો હતો. આ પછી કાજલબેન લોહી નીકળતી હાલતમાં સામે રહેતાં મહિલા પાસે ગયા હતાં અને મદદ માંગતાં તેમણે 108 અને પોલીસને જાણ કરી હતી. હોસ્‍પિટલ પોલીસ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી આરોપીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતાં દરમિયાન કાજલબેનને છરીના ઘા ઝીંકનાર હિંમત વાળાએ ક્વાર્ટરની પાછળથી પસાર થતી રેલવે લાઇન પાસે પહોંચી ધસમસતી ટ્રેન હેઠળ ઝંપલાવી દીધું હતું હાલ પોલીસે BNS કલમ 109(1) મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આજથી શરૂ થશે BCG ચૂંટણીની મત ગણતરી:ચૂંટણી અધિકારીની કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કરનારા 14 વકીલોને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની શૉ-કોઝ નોટિસ
    Next Article
    લ્યો બોલો, જીતની ઉજવણી કરી રહેલા પ્રશંસકોની અટકાયત:સમા પોલીસે ધ્વનિ પ્રદૂષણ ફેલાવી પોલીસની કાર્યવાહીમાં અડચણ ઉભી કરનારા ત્રણ સામે ફરિયાદ નોંધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment