Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી શરૂ થશે BCG ચૂંટણીની મત ગણતરી:ચૂંટણી અધિકારીની કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કરનારા 14 વકીલોને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની શૉ-કોઝ નોટિસ

    2 days ago

    આજથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG)ની ચૂંટણીની મતગણતરી શરૂ થશે. ચૂંટણી અધિકારીની કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કરનારા 14 વકીલોને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) દ્વારા શો કોઝ નોટિસ જારી કરવામાં આવી છે. આ વકીલોએ મતગણતરીની પ્રક્રિયામાં અડચણ ઉભી કરી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. તેમને 7 દિવસની અંદર BCIને પોતાનો જવાબ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેમાં તેઓ પોતાના સમર્થનમાં પુરાવા પણ રજૂ કરી શકશે. જો વકીલો દોષી જણાશે તો એડવોકેટ્સ એક્ટ, 1961 હેઠળ શિસ્તભંગના પગલાં લેવામાં આવી શકે છે, જેમાં કાનૂની પ્રેક્ટિસને સસ્પેન્ડ કરવા સુધીની કડક કાર્યવાહીનો સમાવેશ થઈ શકે છે. આ પગલાં વકીલ વ્યવસાયની પ્રતિષ્ઠા અને ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા જાળવવા માટે લેવામાં આવ્યા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી 6 માર્ચે યોજાઈ ગઈ છે. આ ચૂંટણીમાં 99 એડવોકેટ ઉમેદવાર તરીકે ઊભા હતા. જ્યારે રાજ્યમાંથી 76 હજારથી વધુ અને અમદાવમાંથી 18 હજારથી વધુ વકીલો મતદાતા હતા. જેની મત ગણતરી 9 માર્ચથી શરૂ થવાની હતી. જેમાં પ્રથમ હોદ્દેદારોનું પરિણામ આવવાનું હતું. ઉમેદવારોએ પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખીને મત ગણતરી શરૂ કરવાની માંગ કરી પરંતુ, મત ગણતરી શરૂ થઈ શકી નથી કારણ કે, ચૂંટણીના દિવસે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલ અટલ કલામ મતદાન સેન્ટર ખાતે વકીલોએ હોબાળો બચાવ્યો હતો. જે સંદર્ભે ચીફ રિટર્નિંગ ઓફિસર સહિત જોઈન્ટિંગ રીટર્નિંગ ઓફિસરોએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો છે. તો ઉમેદવાર વકીલોએ પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખીને મત ગણતરી શરૂ કરવાની માંગ કરી છે. અટલ કલામ સેન્ટર ખાતે અમુક ઉમેદવારોએ બેલેટ પેપર ભરેલી ટ્રક રોક્યાનો આક્ષેપ ચૂંટણી અધિકારીના પત્રમાં જણાવ્યા મુજબ ચૂંટણીના દિવસે રાત્રે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલ મતદાન મથક અટલ કલામ સેન્ટર ખાતે કેટલાક વકીલ ઉમેદવારોએ બેલેટ પેપર ભરેલી ટ્રક રોકી હતી. જેની આગળ પાછળ કોઈ સિક્યુરિટી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેથી, બેલેટ પેપરની ચોરી થાય અથવા તેમાં ઘાલમેલ કરવામાં આવે તો જવાબદાર કોને ગણવા તેઓ પ્રશ્નો ઉભો કરવામાં આવ્યો હતો. સાથે જ ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ચૂંટણી અધિકારી અને સ્ટાફને ધમકી આપવાની પણ ફરિયાદ ચૂંટણીના દિવસે અટલ કલામ સેન્ટર ખાતે ચૂંટણી અધિકારી અને સ્ટાફને ધમકી આપવાની ફરિયાદ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું છે કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્વક રીતે યોજાઇ હતી તેમજ કોઈ નકારાત્મક ઘટના બની નહોતી. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતેના અટલ કલામ સેન્ટર ખાતે પણ બેલેટ પેપરને નિયમો મુજબ સીલ કરીને ઉમેદવારોની ચકાસણી બાદ તેમની સહી લઈને પોલીસની હાજરીમાં CCTVમાં ટ્રકમાં ગોઠવવામાં આવ્યા હતા. ચૂંટણી અધિકારીઓનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો આ પત્રમાં 12 વકીલ ઉમેદવારોના નામ લખવામાં આવ્યા છે. જેઓએ હોબાળો મચાવતા ચૂંટણી અધિકારીઓ ઘટના સ્થળે પરત આવ્યા હતા. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સેક્રેટરી દ્વારા હોબાળાને જોતા પોલીસ પ્રોટેકશન માનવામાં આવ્યું હતું. પત્રમાં ઉલ્લેખિત ઉમેદવાર વકીલો અને તેમના સમર્થકોએ બેલેટ પેપર ભરેલી ટ્રક સળગાવવા ધમકી આપી હતી. ચૂંટણી અધિકારીઓનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો. આ ચૂંટણીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોઈપણ બાબતને લઈને ઉમેદવારો દ્વારા ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી નથી. ચૂંટણી અધિકારીઓ નિષ્ઠાથી કામ કર્યું હતું. આથી ચૂંટણી અધિકારીઓની માંગ છે કે, ઉમેદવારો મત ગણતરીમાં હસ્તક્ષેપ કરે નહીં. જો આ પરિસ્થિતિ શાંત થશે નહીં ત્યાં સુધી મત ગણતરી યોજાશે નહીં અને ચૂંટણી અધિકારીઓ રાજીનામું આપશે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતની 71 નગરપાલિકામાં સરકારના વહિવટદાર નિયુક્ત:ચૂંટણી સુધી મામલતદાર-પ્રાંત અધિકારીઓ સંભાળશે વહીવટ
    Next Article
    રાજકોટમાં મૈત્રીકરારમાં રહેતી યુવતી પર હુમલો કરી યુવકે આત્મહત્યા કરી:પૂર્વ પતિ પાસે જવાની વાત કરતા 'તું મારી નહીં તો કોઈની નહીં' કહી છરીથી હુમલો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment