Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની ઓક્સફર્ડ સ્કૂલના 71 વિદ્યાર્થીઓનો રાજસ્થાન પ્રવાસ પૂરો:ઉદયપુર, કુંભલગઢ અને હળદીઘાટીની મુલાકાત લઈ ઇતિહાસ જાણ્યો

    7 hours ago

    ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલ, પાટણના 71 વિદ્યાર્થીઓ અને 6 શિક્ષકોનો ચાર દિવસીય રાજસ્થાન શૈક્ષણિક પ્રવાસ 2 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર દરમિયાન પૂરો થયો. આ પ્રવાસમાં વિદ્યાર્થીઓએ ઉદયપુર, કુંભલગઢ અને હળદીઘાટી જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી. તેમને ઇતિહાસ અને વારસાને નજીકથી જાણવાનો મોકો મળ્યો. આ પ્રવાસનું આયોજન ધ ક્રાફ્ટેડ જર્ની દ્વારા કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક પ્રવાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર રાજસ્થાનના ઇતિહાસ, સંસ્કૃતિ, સ્થાપત્ય અને ઐતિહાસિક વારસાથી પરિચિત કરાવવાનો હતો. વિદ્યાર્થીઓએ ઉદયપુરની સુંદરતા જોઈ. તેમણે ઐતિહાસિક કુંભલગઢ કિલ્લાની મુલાકાત લીધી. હળદીઘાટીના ઐતિહાસિક મહત્વ વિશે પણ માહિતી મેળવી. વિદ્યાર્થીઓ સાથે સ્કૂલ કોઓર્ડિનેટર શીતલ કથુરિયા, પાંડે સર, મનોજ સર, નીલમ મેડમ, સત્ય મેડમ અને લલિત કથુરિયા જોડાયા હતા. શિક્ષકોએ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સલામતી, શિસ્ત અને સુવિધાનું ખાસ ધ્યાન રાખ્યું હતું. આ પ્રવાસથી વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોમાં શીખેલા ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને સ્થળ પર જઈને સમજવાનો અને અનુભવવાનો અનોખો મોકો મળ્યો. શૈક્ષણિક જ્ઞાન સાથે પ્રવાસ અને આનંદનો સારો સમન્વય આ પ્રવાસની ખાસિયત રહી. ચાર દિવસનો આ પ્રવાસ સલામત, સફળ અને યાદગાર અનુભવ સાથે પૂરો થયો. વિદ્યાર્થીઓ માટે આ પ્રવાસ માત્ર મનોરંજન પૂરતો જ નહોતો, પરંતુ અનુભવ આધારિત શિક્ષણ, ઐતિહાસિક જાગૃતિ અને વ્યક્તિત્વ વિકાસ માટે પણ મહત્વનો સાબિત થયો. ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલ, પાટણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સાથે પ્રવાસ, સંસ્કૃતિ અને પ્રત્યક્ષ અનુભવ આધારિત પ્રવૃત્તિઓને સતત પ્રોત્સાહન આપે છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં મોતીપુરા-ખેડતસીયા આઇકોનિક રોડના કામ માટે બેઠક:ધારાસભ્યની હાજરીમાં અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓએ ચર્ચા કરી
    Next Article
    છાલામાં ઘર પાછળની ગ્રીલ કાઢી તસ્કરો ઘરમાં ઘૂસ્યા:મકાનમાલિક ઓસરીમાં ઊંઘતા રહ્યા'ને તિજોરી તોડીને સોના ચાંદીના દાગીના સહિત 14 લાખની મત્તા ચોરી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment