Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેરેન્ટિંગ:સંતાનો માટે પિતા જ્યારે બને ‘મમ્મી’ પણ

    3 days ago

    માતા વિના સંતાન ઉછેરવું કોઈપણ પિતા માટે સહેલું નથી. ખાસ કરીને આજની જનરેશન Z એટલે કે આજના બાળકો નવાં વિચારો, ટેક્નોલોજી અને સ્વતંત્ર વિચારસરણી સાથે ઉછરી રહ્યા છે. તેથી પિતાએ માત્ર સંભાળનાર નહીં, પરંતુ સમજદાર મિત્ર અને માર્ગદર્શક બનવું જરૂરી બને છે. ઘરમાં દીકરો અને દીકરી બંને હોય ત્યારે પિતાએ બંનેને સમાન પ્રેમ, સમય અને ધ્યાન આપવું ખૂબ મહત્ત્વનું છે. દીકરી માટે પિતાનો વિશ્વાસ અને સહારો તેની આત્મવિશ્વાસની સૌથી મોટી શક્તિ બની શકે છે. પિતાએ એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે દીકરી પોતાની લાગણીઓ, પ્રશ્નો કે શંકાઓ કહી શકે. દીકરીના ઉછેરમાં સ્વાસ્થ્ય, વ્યક્તિગત સ્વચ્છતા અને કિશોરાવસ્થાના બદલાવ વિશે સંવેદનશીલ રીતે માર્ગદર્શન આપવું જરૂરી છે. જો કેટલીક બાબતોમાં મુશ્કેલી લાગે તો પરિવારની વિશ્વાસપાત્ર સ્ત્રી જેમ કે દાદી, કાકી અથવા બહેનની મદદ લેવી પણ યોગ્ય છે. બીજી તરફ દીકરાને પણ સંવેદનશીલ અને જવાબદાર બનાવવો જરૂરી છે. આજની જનરેશનના બાળકો ઝડપથી માહિતી મેળવે છે, પ્રશ્નો પૂછે છે અને પોતાના વિચારો વ્યક્ત કરે છે. તેથી પિતાએ તેમની વાત ધ્યાનથી સાંભળવી અને ખુલ્લી ચર્ચા કરવી જોઈએ. માત્ર આદેશ આપવાને બદલે સમજાવીને માર્ગદર્શન આપવું વધુ અસરકારક બને છે. સોશિયલ મીડિયા, મોબાઇલ અને ડિજિટલ દુનિયા આજના બાળકોના જીવનનો ભાગ બની ગઈ છે. તેથી પિતાએ નિયંત્રણ કરતાં વધુ સમજદારીથી માર્ગદર્શન આપવું જોઈએ. જેમ કે સમય મર્યાદા નક્કી કરવી, સાથે વાતચીત કરવી, ને સકારાત્મક પ્રવૃત્તિઓ તરફ પ્રોત્સાહન આપવું. આખરે, માતાની ખોટ પૂરી કરી શકાય નહીં, પરંતુ પ્રેમ, સંવાદ અને સમજથી પિતા દીકરી અને દીકરાને સુરક્ષા, સંસ્કાર અને આત્મવિશ્વાસ આપી શકે છે. આવા પિતા સંતાનો માટે માત્ર સંભાળનાર નહીં, પરંતુ જીવનભર પ્રેરણા આપનાર સાચા હીરો બની રહે છે.
    Click here to Read More
    Previous Article
    શરીર પૂછે સવાલ:અમે ફેમિલી પ્લાનિંગ માટે સલામતીના સાધનનો ઉપયોગ કરતા હતા, છતાં ગર્ભ કેવી રીતે રહી ગયો?
    Next Article
    મીઠી મૂંઝવણ:દીકરી બારમા ધોરણમાં અભ્યાસ કરે છે એને મોડલિંગનો ખૂબ શોખ છે, મને એના અભ્યાસની ચિંતા થાય છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment