Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શરીર પૂછે સવાલ:અમે ફેમિલી પ્લાનિંગ માટે સલામતીના સાધનનો ઉપયોગ કરતા હતા, છતાં ગર્ભ કેવી રીતે રહી ગયો?

    3 days ago

    પ્રશ્ન : અમારાં લગ્નને એક વર્ષ થયું છે. અમે ફેમિલી પ્લાનિંગ કર્યું હતું, પણ બે મહિના પહેલાં મને ખ્યાલ આવ્યો કે મેં ગર્ભ ધારણ કર્યો છે. મારા પતિ ફેમિલી પ્લાનિંગ માટે સલામતીના સાધનનો ઉપયોગ કરતા હતા, છતાં મને ગર્ભ કેવી રીતે રહ્યો? - એક મહિલા ઉત્તર : તમારાં લગ્નને એક વર્ષ તો થઇ ગયું છે. તમે બંનેએ ફેમિલી પ્લાનિંગ અપનાવ્યું તે સારી વાત છે અને તે માટે તમારા પતિએ પોતાની રીતે સલામત સાધનનો ઉપયોગ કર્યો તે સારી બાબત છે. જોકે ઘણી વાર એવું બને છે કે આવા સાધન ક્યારેક ફાટી જાય અથવા તો તેમાં કદાચ કાણું હોય જેનો ખ્યાલ ન આવ્યો હોય. એવું પણ બનવાજોગ છે કે એ સાધનની એક્સપાયરી ડેટ જતી રહી હોય. આવા સંજોગોમાં ઘણી વાર ગર્ભ રહી જવાની શક્યતા રહે છે. જોકે હવે જ્યારે તમે ગર્ભ ધારણ કર્યો જ છે, તો આવનારા સંતાનને ઉત્સાહભેર આવકારો એ વધારે સારું રહેશે. પ્રશ્ન : હું સત્તાવીસ વર્ષનો યુવાન છું. મારા માટે માગાં તો આવે છે, પણ મારો વર્ણ શ્યામ હોવાથી અંતે તો ના જ સાંભળવી પડે છે. બે-ત્રણ વખત તો કન્યાએ પહેલી જ મુલાકાતમાં મને બધાના દેખતાં જ ના કહી દીધી. આના કારણે મને હવે લગ્ન કરવાની ઇચ્છા થતી નથી. મારે મારાં માતા-પિતાને કઇ રીતે આ વાત જણાવવી? - એક યુવાન ઉત્તર : તમારી ઉંમર સત્તાવીસ વર્ષ છે. હજી તો તમે લગ્ન કરવા લાયક છો અને જરૂરી નથી કે તમારા માટે અત્યાર સુધી આવેલા માગાંમાં અસ્વીકાર થવાથી ભવિષ્યમાં પણ કોઇ યુવતી તમને હા નહીં કહે. હા, તમને જરૂર એ ખરાબ લાગ્યું હોય કે યુવતીઓએ તમને પહેલી મુલાકાતમાં બધાની હાજરીમાં ના કહી દીધી. એનો અર્થ એવો નથી કે અન્ય યુવતીઓ પણ આવું જ વર્તન કરશે. કોઇ યુવતી તો એવી મળશે, જે તમારા રંગને બદલે તમારા ગુણ, તમારા સ્વભાવને મહત્ત્વ આપશે. બે-ત્રણ યુવતીઓએ ના કહી દીધી અથવા બીજા તરફથી અસ્વીકારને કારણે તમારે લગ્ન કરવાની ઇચ્છાને મારી નાખવાની જરૂર નથી. તમારાં માતા-પિતાને પણ આવું કહીને દુ:ખી ન કરશો. પ્રશ્ન : મને નાનપણમાં રસોઇ શીખવા દરમિયાન હાથ પર તેલના છાંટા ઊડવાથી ત્વચા દાઝી ગઇ હતી. એ દાઝવાના ડાઘ હજી પણ મારા હાથ પર છે. આના કારણે મને ઘણી વાર હાફ સ્લીવના ડ્રેસ પહેરતાં પણ સંકોચ થાય છે. હવે મારાં લગ્ન વિશે ઘરમાં વાત ચાલે છે. ત્યારે હું મને કોઇ જોવા આવે તેની સામે કઇ રીતે જાઉં? - એક યુવતી ઉત્તર : તમારા હાથ પર દાઝવાના જે ડાઘ છે, તેને તમે જો ખૂબ અનિવાર્ય લાગતું હોય તો સ્કિન ગ્રાફ્ટિંગ કરવાની એટલા ભાગની ત્વચા સારી દર્શાવી શકો છો, પરંતુ આમાં ખર્ચની શક્યતા વધારે રહે છે. વળી, આ ડાઘા તમે જાણીજોઇને તો થવા નથી દીધા. આવું કોઇની પણ સાથે બની શકે. તમારે આટલો બધો સંકોચ અનુભવવાની જરૂર નથી. હા, એ ડાઘાને આછા કરવા માટે કોઇ ડર્મેટોલોજિસ્ટની સલાહ લઇ જુઓ. કદાચ એ કોઇ ક્રીમ કે જેલ લખી આપે અને તે લગાવવાથી ડાઘા આછા થઇ જાય. અન્યથા આમાં ખોટી ચિંતા કરવાની જરૂર નથી. પ્રશ્ન : મારી દીકરી અઢાર વર્ષની થઇ છે. એને અત્યારથી જ માસિકસ્રાવ ખૂબ અનિયમિત આવે છે. અમે ડોક્ટરને બતાવ્યું, તો એમનું કહેવું છે કે થોડો સમય આવું રહેશે, પછી નિયમિત થઇ જશે, પણ મને ચિંતા થાય છે. મારી દીકરીને માસિકસ્રાવ નિયમિત આવે તે માટે શું કરવું? - એક મહિલા ઉત્તર : તમારી દીકરી અઢાર વર્ષની છે, પરંતુ તમે જણાવ્યા મુજબ એને માસિકસ્રાવ અનિયમિત આવે છે. આની પાછળનું એક કારણ એના હોર્મોન્સમાં સ્રાવ અનિયમિત હોય તે હોઇ શકે. બીજું એક કારણ એ પણ હોઇ શકે કે તમારી દીકરી એનિમિક હોય એટલે કે એનામાં આયર્ન, વિટામિન જેવા તત્ત્વોની ઊણપ હોય. એ અન્ય દરેક રીતે સ્વસ્થ હોય, પણ શરીરમાં પૌષ્ટિક તત્ત્વોની ઊણપ હોય તો પણ આવું બની શકે છે. તમે એને કોઇ સારા ગાયનેકોલોજિસ્ટને બતાવો અને એને પૌષ્ટિક આહાર ખવડાવો. પ્રશ્ન : મારો દીકરો એકવીસ વર્ષનો થયો છે, પણ એ હજી પણ પથારી પલાળે છે. એને અમે કોઇ જાતનો સ્ટ્રેસ નથી લેવા દેતા. એ પોતે પણ એકદમ બિન્દાસ સ્વભાવનો છે. કોઇ પ્રકારની રોકટોક કે ટેન્શન એને નથી. છતાં એ કેમ આ રીતે પથારી પલાળતો હશે? એની આ ટેવ કઇ રીતે છૂટે? - એક પુરુષ ઉત્તર : તમે જણાવ્યા મુજબ તમારા દીકરાને કોઇ જાતનો તમે સ્ટ્રેસ નથી લેવા દેતા, એનો સ્વભાવ બિન્દાસ છે, કંઇ ટેન્શન નથી. પરંતુ આ બધું તમારું માનવું છે. તમારા દીકરાના મનમાં શું છે, તેની તમને જાણ નથી. એને કોંઇ સ્ટ્રેસ હોય કે એ કોઇ વાતનો ભય અનુભવતો હોય, તો પણ અજાણતાંમાં એનાથી આમ થઇ જતું હોય. ક્યારેક તો આ રીતે પોતાની પથારી પલળશે તો બધા કેવું વિચારશે એવો સ્ટ્રેસ પણ એના મનમાં રહેતો હોય એવું પણ બનવાજોગ છે. તમે એને કોઇ સારા સાયકોલોજિસ્ટ પાસે જઇને કાઉન્સેલિંગ કરાવો તે વધારે હિતાવહ રહેશે. પ્રશ્ન : મારી પ્રેમિકા મને ખૂબ પ્રેમ કરે છે. અમે બંને અનેક વાર સાથ માણી ચૂક્યાં છીએ. અલબત્ત, અમે દરેક વખતે સાવચેતી તો રાખી જ છે. આમ છતાં એને બે-ત્રણ મહિનાથી માસિકસ્રાવ ન આવ્યો અને પછી માસિક આવવા લાગ્યું. અમને ડર લાગે છે કે કદાચ એને ગર્ભ રહી જશે, તો અમે શું કરીશું? યોગ્ય માર્ગદર્શન આપશો.- એક યુવાન ઉત્તર : તમારી બંનેની સૌથી પહેલી ભૂલ એ છે તમે લગ્ન પહેલાં જ મર્યાદારેખા ઓળંગી નાખી છે. ભલે તમે સાવચેતીના તમામ પગલાં લીધા હોય તો પણ જો ક્યાંક કંઇક કચાશ રહી જાય તો ગર્ભ રહેવાની સંભાવના રહે છે. તમારી પ્રેમિકાને બે-ત્રણ મહિના માસિક ન આવ્યું અને પછી માસિકસ્રાવ શરૂ થઇ ગયો, તે દર્શાવે છે કે કદાચ એમને ગર્ભ રહ્યો હોય. હવે તમે બંને આ રીતે શારીરિક સંબંધ ન બાંધતાં તમારાં બંનેનાં માતા-પિતાને તમારા પ્રેમ અંગે જાણ કરી, લગ્ન કરી લો એ હિતાવહ છે. અન્યથા મુશ્કેલીમાં મુકાવાની સંભાવના નકારી શકાય નહીં. પ્રશ્ન : મારી દીકરી ત્રીસ વર્ષની છે. છેલ્લા થોડા મહિનાથી એના સ્વભાવમાં ખૂબ ફરક આવી ગયો છે. એનો મૂડ સતત બદલાયા કરે છે. ઘણી વાર એને ખૂબ થાક લાગે છે, તો ક્યારેક એને કમર અને પેડુમાં દુ:ખાવો થતો હોય છે. મને આ બધા લક્ષણો મેનોપોઝના લાગે છે. હજી એનાં લગ્ન થયાં નથી. શું કરવું? - એક મહિલા ઉત્તર : તમારી દીકરીની વય હજી તો ત્રીસ વર્ષ છે. હજી એને મેનોપોઝ શરૂ થવાને ઘણાં વર્ષો બાકી છે. એનામાં તમે જે લક્ષણો વર્ણવ્યા છે, તે કદાચ સ્ટ્રેસ કે અપૂરતી ઊંઘના કારણે હોઇ શકે. વળી, અત્યારે તો યુવતીઓ જોબ કરતી હોય તો કામનો સ્ટ્રેસ રહેવાથી તેમ જ દોડધામભરી જીવનશૈલીને કારણે પણ આવી તકલીફો થઇ શકે છે. તમે એને કોઇ ગાયનેકોલોજિસ્ટને બતાવો. એ જરૂરી ચેક-અપ કરીને એની આ સમસ્યા દૂર થાય એવી દવા લખી આપશે. ચિંતા ન કરો.
    Click here to Read More
    Previous Article
    પહેલું સુખ તે...:સ્ટ્રેન્થ ટ્રેનિંગથી ઉત્સાહમાં વૃદ્ધિ
    Next Article
    પેરેન્ટિંગ:સંતાનો માટે પિતા જ્યારે બને ‘મમ્મી’ પણ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment