Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલું સુખ તે...:સ્ટ્રેન્થ ટ્રેનિંગથી ઉત્સાહમાં વૃદ્ધિ

    3 days ago

    આપણે સામાન્ય રીતે સ્ટ્રેન્થ ટ્રેનિંગની વાત કરીએ ત્યારે તે શારીરિક ફેરફારની વાત હોય છે. સારી રીતે ટોન થયેલા સ્નાયુઓ, ચરબીનો ઘટાડો, પોશ્ચર અને ઊર્જા, પણ મોટા ભાગના લોકોને એ ખ્યાલ નથી હોતો કે વજન ઊંચકવાથી મન પણ પ્રફુલ્લિત બને છે. નિયંત્રિત વાતાવરણમાં સ્ટ્રેસ: દરેક સ્ટ્રેન્થ ટ્રેનિંગ નિશ્ચિત સ્ટ્રેસનો એક પ્રકાર છે. જ્યારે તમે વજન ઊંચકો છો, ત્યારે તમારું શરીર પડકાર અનુભવે છે. સ્નાયુઓ ખેંચાય છે, શ્વાસોચ્છવાસની ક્રિયામાં ફેરફાર થાય છે, હૃદયના ધબકારા વધે છે. મગજ મુશ્કેલીનો અનુભવ કરી છે. તે પછી તમે આરામ કરો છો, રીકવર થાવ છો અને મજબૂત બનો છો. આ બાબત નર્વ સિસ્ટમને એક સારો પાઠ શીખવે છે. સ્ટ્રેસથી ડરવાની જરૂર નથી, તે મેનેજ થઇ શકે છે, વિપરીતતામાં સહનશીલતા: ઘણી વાર જીવન મુશ્કેલ લાગે છે, તે અસહ્ય છે એટલે નહીં પણ એટલા માટે કે આપણે વધારે સમય વિપરીતતા સાથે સાયુજ્ય સાધી શકતાં નથી. સ્ટ્રેન્થ ટ્રેનિંગ સાવચેતીપૂર્વક વિપરીતતાને પુન:પ્રસ્તુત કરે છે. તમે પ્રયત્નો કરો છો, શ્વાસોચ્છવાસનું સંચાલન કરો છો અને ભલે તમારું મગજ કામ ન કરવા ઇચ્છતું હોય તો પણ તમે તે પૂર્ણ કરો છો. આનાથી ભાવનાત્મક શક્તિ વધે છે. જ્યારે બધું સંતુલિત થઇ જાય ત્યારે તમે આપમેળે ઉત્સાહ અનુભવો છો. ક્ષમતા દ્વારા વિશ્વાસ: આ વિશ્વાસ એ જાણકારી દ્વારા આવે છે કે ‘હું ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિનો પણ સામનો કરી શકું છું. મારા શરીરને સપોર્ટ કરી શકું છું. પ્રેશરને નિયંત્રિત કરી શકું છું.’ આમ, આ ભાવનાત્મકતા તમે જે સંબંધોમાં સમસ્યા, કામનું દબાણ અને અનિશ્ચિતતા અનુભવી રહ્યા હો તેને બદલી નાખે છે. નર્વ સિસ્ટમ સ્ટ્રેન્થ દ્વારા સલામતી શીખે છે: તમે જ્યારે નિયમિત રીતે વજન ઊંચકો ત્યારે નર્વ સિસ્ટમ આ બાબતને અપનાવી લે છે. તેનાથી સ્ટ્રેસના સિગ્નલને સંભાળવાનું સરળ બને છે. તમારા હૃદયના ધબકારા તેની ગતિ પર નિયંત્રણ મેળવે છે, શ્વાસોચ્છવાસ ઝડપથી નિયંત્રણમાં આવે છે. ભાવનાત્મકતામાં વધારાને કારણે તમારા વિચારો ધીમા પડે છે. તમારું શરીર એ શીખી જાય છે કે પ્રયત્નો કરવા એ પડકાર છે જેનાથી તમે સુરક્ષિત રહી શકો છો. આ ઉત્સાહ અનુભવવાની ક્રિયા છે. સ્ટ્રેન્થ ટ્રેનિંગથી ભાવનાત્મક મર્યાદાની રચના: ઘણા લોકો ભાવનાત્મક ઉત્સાહ અનુભવવાથી ઘણી વાર તેમને ખ્યાલ આવે છે કે તેઓ ઓછો પ્રતિભાવ આપે છે, ઓછો અનાદર અનુભવે છે, સેટબેક્માંથી ઝડપથી બહાર આવી જાય છે, ભાવનાત્મક સ્થિરતા વધારે અનુભવે છે. આવું બનવા પાછળનું કારણ એ છે કે તેમની નર્વ સિસ્ટમ વધારે સમય સુધી બચાવમાં રોકાયેલી રહેતી નથી. તેમની શારીરિક ઊર્જા આંતરિક સલામતીનો અનુભવ કરાવે છે. પરિણામે વિકાસ થાય છે. શારીરિક દૃઢતાથી સલામત મનની રચના: જ્યારે તમે શારીરિક નબળાઇ કે ઊર્જાનો અભાવ અનુભવો છો, ત્યારે મગજ ભય અનુભવે છે. જ્યારે શારીરિક સક્ષમતા હોય ત્યારે મગજ પણ સક્ષમ હોવાનો અનુભવ કરે છે. આ રીતે તમે પડકારોનું કઇ રીતે અર્થઘટન કરી શકો તેમ છો, તેનો ખ્યાલ આવે છે. પડકારોને તમે એક ધમકી સ્વરૂપે જુઓ છો અને સમસ્યાને જોઇ-સમજીને તેનો ઉકેલ કાઢી શકો છો.
    Click here to Read More
    Previous Article
    બ્યૂટી:રાત્રે સ્કિનકેર રૂટિન કેમ જરૂરી છે?
    Next Article
    શરીર પૂછે સવાલ:અમે ફેમિલી પ્લાનિંગ માટે સલામતીના સાધનનો ઉપયોગ કરતા હતા, છતાં ગર્ભ કેવી રીતે રહી ગયો?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment