Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્યૂટી:રાત્રે સ્કિનકેર રૂટિન કેમ જરૂરી છે?

    3 days ago

    દિવસભર આપણો ચહેરો ધૂળ, પ્રદૂષણ, સૂર્યપ્રકાશ અને મેકઅપના સંપર્કમાં રહે છે. આ બધાની સીધો અસર ત્વચા પર પડે છે. તેથી રાત્રે સૂતા પહેલા સ્કિનકેર રૂટિન અપનાવવું ખૂબ જરૂરી બને છે. રાત્રે શરીર અને ત્વચા બંને આરામની સ્થિતિમાં હોય છે, તેથી આ સમય ત્વચાના પુનઃસ્થાપન માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. સૌપ્રથમ પગલું છે ચહેરાની યોગ્ય સફાઈ. સૂતા પહેલા ફેસવોશ અથવા ક્લેન્ઝરથી ચહેરો ધોવો જોઈએ જેથી દિવસભરની ધૂળ, તેલ અને મેકઅપ દૂર થઈ જાય. જો ચહેરો સારી રીતે સાફ ન કરવામાં આવે તો પિમ્પલ્સ, બ્લેકહેડ્સ અને ત્વચાની બીજી સમસ્યાઓ થઈ શકે છે. બીજું મહત્વનું પગલું છે મોઈશ્ચરાઇઝરનો ઉપયોગ. રાત્રે મોઈશ્ચરાઇઝર લગાવવાથી ત્વચાને જરૂરી ભેજ મળે છે અને ત્વચા નરમ અને તાજી રહે છે. ખાસ કરીને સૂકી ત્વચા ધરાવતા લોકો માટે આ ખૂબ જરૂરી છે. ત્રીજું પગલું છે સિરમ અથવા નાઈટ ક્રીમ. તેમાં એવા પોષક તત્વો હોય છે જે ત્વચાની અંદર સુધી જઈને કામ કરે છે. તે ત્વચાને પોષણ આપે છે અને ત્વચાને વધુ ચમકદાર બનાવે છે. રાત્રે પૂરતી ઊંઘ પણ સુંદર ત્વચા માટે મહત્ત્વની છે. સારી ઊંઘ લેવાથી ત્વચા તાજી અને સ્વસ્થ દેખાય છે. ઊંઘની અછત હોય તો ડાર્ક સર્કલ્સ અને થાકેલો ચહેરો જોવા મળે છે. આ રીતે નિયમિત નાઈટ સ્કિનકેર રૂટિન અપનાવવાથી ત્વચા લાંબા સમય સુધી સ્વસ્થ, નરમ અને તેજસ્વી રહે છે. દિવસના અંતે થોડો સમય ત્વચાની સંભાળ માટે આપવો એ સુંદરતા જાળવવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે.
    Click here to Read More
    Previous Article
    સજાવટ:રસોડા માટે ખરેખર કામના કિચન ટૂલ્સ
    Next Article
    પહેલું સુખ તે...:સ્ટ્રેન્થ ટ્રેનિંગથી ઉત્સાહમાં વૃદ્ધિ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment