Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સજાવટ:રસોડા માટે ખરેખર કામના કિચન ટૂલ્સ

    3 days ago

    દિવ્યા દેસાઇ આજકાલ રસોડામાં ફક્ત કુકર, તવા કે મિક્સર પૂરતા નથી રહેતા. નવી ટેક્નોલોજી અને સ્માર્ટ ડિઝાઇનવાળા ઘણા નાના ટૂલ્સ આવી ગયા છે જે રસોઈનું કામ વધુ ઝડપી અને સરળ બનાવી શકે છે. આવા કેટલાક ટૂલ્સ દરેક આધુનિક રસોડામાં ઉપયોગી બની શકે છે. ગાર્લિક પ્રેસ સામાન્ય રીતે લસણ કાપવું કે કૂટવું થોડું મુશ્કેલ લાગે છે, પરંતુ ગાર્લિક પ્રેસમાં લસણની કળી મૂકી દબાવતા જ ઝીણી પેસ્ટ બની જાય છે. આથી સમય પણ બચે છે અને હાથમાં લસણની ગંધ પણ ઓછી રહે છે. સલાડ સ્પિનર સલાડ માટે ધોયેલી લીલી શાકભાજીમાંથી પાણી ઝડપથી કાઢવા માટે આ ટૂલ ખૂબ કામનું છે. પાણી સૂકાઈ જાય એટલે સલાડ વધુ તાજું અને કરકરું લાગે છે. લાંબો સમય સુધી તાજું રહે છે. ઓઈલ સ્પ્રેયર આ પણ આજકાલ ઘણું લોકપ્રિય બન્યું છે. તેમાં તેલ ભરીને વાનગી પર હળવેથી સ્પ્રે કરી શકાય છે. આથી તેલનું પ્રમાણ ઓછું રહે છે અને સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે. હેલ્થ કોન્શિયસ લોકો માટે આ ખૂબ કામની વસ્તુ છે. કોર્ન સ્ટ્રિપર તે મકાઈના દાણા કાઢવા માટે ખૂબ સારું છે. મકાઈના ભુટ્ટામાંથી દાણા સરળતાથી અને ઝડપથી અલગ થઈ જાય છે. સિલિકોન સ્પેચ્યુલા આ ટૂલ તવા કે નોનસ્ટિક પેનમાં વાનગી હલાવવા માટે ખૂબ ઉપયોગી છે. તે વાસણમાં સ્ક્રેચ પણ નથી પાડતું અને ખોરાક સરળતાથી મિક્સ કરી શકાય છે. સિલિકોન બ્રશ પરાઠા, બ્રેડ અથવા બેકિંગ કરતી વખતે તેલ અથવા બટર લગાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તેલ ઓછું વપરાય છે અને લગાવવામાં પણ સરળતા રહે છે. મેઝરિંગ કપ અને ચમચી ખાસ કરીને નવી રેસીપી બનાવતી વખતે. યોગ્ય પ્રમાણમાં સામગ્રી ઉમેરવાથી વાનગીનો સ્વાદ વધુ સારો બને છે. બેકિંગ વાળી કોઈ પણ વાનગી બનાવવી હોય તો આ બંને તમારા કિચનમાં અવશ્ય હોવા જોઈએ. પોટેટો મેશર આ એક ઉપયોગી ટૂલ છે. બટાકા, કેળા કે અન્ય શાકભાજીને મેશ કરવા માટે તે ખૂબ સરળ અને ઝડપી છે. વ્હીસ્કર કોઈ પણ પ્રકારનું ખીરું કે બેકિંગ માટેનું બેટર મિક્સ કરવા માટે આ ખૂબ કામનું છે. આવા નવા અને સ્માર્ટ કિચન ટૂલ્સ રસોડાના નાના-મોટા કામને સહેલું બનાવે છે. થોડા સરળ સાધનો ઉમેરવાથી રસોઈ બનાવવાની પ્રક્રિયા વધુ સુગમ અને આનંદદાયક બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    સુનામી:એ ઉંમર કોઈ પણ હોય - તમે યુવાન કહેવાશો!
    Next Article
    બ્યૂટી:રાત્રે સ્કિનકેર રૂટિન કેમ જરૂરી છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment