Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુનામી:એ ઉંમર કોઈ પણ હોય - તમે યુવાન કહેવાશો!

    3 days ago

    ‘અમે તમારા કરતા વધારે દિવાળી જોઇ છે!’ -આ વાક્ય તમારી આખી જીંદગીમાં તમે કેટલીવાર સાંભળ્યું છે? તમે શું માનો છો-દિવાળી મહત્ત્વની છે કે કેટલા ફટાકડા ફોડ્યા એ અગત્યનું છે? નેપાળમાં આવેલી GEN Z ક્રાંતિ પછી આ સવાલ બહુ મહત્ત્વનો થઇ પડ્યો છે. યુવાનો દેશ ચલાવી શકે? આ સવાલનાં જવાબમાં ઘણાં એવું માને છે કે યુવાનો પાસે જોશ હોય, નોલેજ હોય, ટેકનોલોજી હોય-બધું જ હોય પણ ઠરેલપણું ના હોય-અનુભવ જે નિર્ણયને સહેલો બનાવે એ નિર્ણય વગર અનુભવે વાંઝણો થઇ જાય! જેમ-જેમ તમારી ઉંમર વધતી જાય એમ-એમ તમે જોયેલી દુનિયાની બારી મોટી થતી જાય પણ આ ક્રાંતિ પછી હવે સવાલ એ છે કે દુનિયા સાથે ડિલ કરતી વખતે એ બારીનું મોટું હોવું જરૂરી છે? કે બારી હોવા માત્રથી કામ ચાલી જતું હોય છે? જેમાંથી તમે સરળતાથી અંદર જઇ શકો અને બહાર આવી શકો, અંદર જોઇ શકો અને બહાર પણ જોઇ શકો, એનાં દરવાજા ઉઘાડી પણ શકો અને વાસી પણ દઇ શકો-એવી બારી જ પૂરતી છે-બારીની સાઇઝ બહુ મહત્ત્વની હોતી નથી, કારણ કે બારી મોટી હોવાને કારણે આકાશ વધારે દેખાય છે એટલું જ-આકાશ મોટું નથી દેખાતું હોતું. તમે કેટલી દિવાળી જોઇ છે-કે તમે કેટલા ફટાકડા ફોડ્યા છે એનાથી પણ વધારે મહત્ત્વનું છે કે તમે કેવી દિવાળી જોઇ છે અને કેવા ફટાકડા ફોડ્યા છે? નેપાળમાં થયેલી GEN Zની ક્રાંતિ પાસેથી શીખવા જેવી વાત કોઇ હોય તો એ છે કે-જે ઉંમરે તમે ક્રાંતિ કરી શકો-ક્યાંક અન્યાય સામે, તમને લાગી રહેલી ખોટી વાત સામે-બળવો પોકારી શકો-ખોટાને ખોટું કહી શકો-સાચાને વખાણી શકો-સમય સાથે પગ મેળવી શકો-વિચારોને બદલી શકો-એ ઉંમર કોઇપણ હોય-તમે યુવાન કહેવાઓ!! આ ક્રાંતિ પાસેથી શીખવા જેવી બીજી અગત્યની વાત છે-અપગ્રેડેશન! આપણે અહીંયા જ થાપ ખાઇ જઇએ છીએ-કારણ કે આપણે એવું વિચારી લઇએ છીએ કે જેવી રીતે મોબાઇલ અપગ્રેડ કરીએ છીએ એવી રીતે આપણે આપણી જાતને પણ અપગ્રેડ કરી શકીએ છીએ! વિચારી જુઓ, સ્ટોરેજ ખાલી કરીને કે રેમ વધારીને કે ચાર્જીંગ કરીને મોબાઇલની જેમ અપગ્રેડ થઇ શકાતું હોત તો બધા જ અપગ્રેડ થઇને ના ફરતા હોત? અપગ્રેડેશનનો એક અર્થ છે ટેકનોલોજી અને બીજો અર્થ છે AI એટલે કે અંતરનું ઇન્ટેલિજન્સ! અત્યાર સુધી તમે ફેસબુક વાપરતા હતા અને હવે ઇન્સ્ટા વાપરો છો, ચેટ જીપીટીનો ઉપયોગ ફાવી ગયો છે-AI પાસે ઘણાં કામ કરાવી લો છો તો તમે ટેકનોલોજીકલી અપગ્રેડ છો પણ ક્રાંતિ કરવા માટે જેટલી જરૂર ટેકનોલોજીની છે એટલી જ જરૂર AI-અંતરનાં ઇન્ટેલિજન્સની છે. તમે અંદરથી કેટલા બદલાયા-એ મહત્ત્વનું છે. તમે ગઇકાલે જ્યાં હતા-આજે પણ ત્યાં જ છો-એ જ વાતો પર હસો છો, એ જ વાતો પર રડો છો-એ જ વાતો પર ગુસ્સો કરો છો તો તમે અપગ્રેડ થયા નથી. તમારી આ દિવાળી ગઇ દિવાળી જેવી જ હતી તો તમે ચાળીસ દિવાળી જોઇ હોય કે પચાસ દિવાળી જોઇ હોય કોઇ ફરક પડતો નથી-પણ તમારી દિવાળીઓ બદલાતી રહેતી હોય તો તમે ક્રાંતિ કરવા સક્ષમ છો! નેપાળમાં GEN Zએ સોશિયલ મીડિયાની મદદથી સરકાર ઉથલાવી નાખી-આપણે ત્યાં સોશિયલ મીડિયાની મદદથી માણસોને-લગ્નોને ઉથલાવી નાખવામાં આવે છે-જ્યાં સુધી આપણે આ જ પ્રવૃત્તિઓ કરતા રહીશું-આમાં અપગ્રેડ નહીં થઇશું તો આપણે ક્રાંતિ કરવા માટે લાયક જ નહીં બનીશું. તમારી દિવાળી ગમે એટલી ઝાકઝમાળ વાળી હોય, તમારી દિવાળીમાં ગમે એટલા ફટાકડા ફૂટતા હોય-તમારી દિવાળી જો બદલાયેલી નહીં હોય તો એ દિવાળી એક જેવી બીજી દિવાળીનાં બીબાથી વિશેષ કંઇ નથી. આજની યુવાપેઢી એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું એમ એકપછી એક નવું શીખી લે છે-ટેકનોલોજી એમનાં ટેરવે છે-આપણે એમની પાસેથી જો અપગ્રેડ થવાની રીત શીખી લઇએ તો આપણાં અનુભવને કોઇ ઉથલાવી શકશે નહીં, લખી રાખજો!
    Click here to Read More
    Previous Article
    હૃદય:બ્લડ એક અજાણ્યું પ્રેશરનું કારણ...
    Next Article
    સજાવટ:રસોડા માટે ખરેખર કામના કિચન ટૂલ્સ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment