Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૃદય:બ્લડ એક અજાણ્યું પ્રેશરનું કારણ...

    3 days ago

    ‘હૃદય’ જેને આપણે ‘દિલ’ પણ કહીએ છીએ તેને એક ડોક્ટર, કોઈ કવિ અને એક સામાન્ય વ્યક્તિ જુદી જુદી રીતે જુએ છે. આપણે વાત વાતમાં કહેતા હોઈએ છીએ કે ‘મારું દિલ નથી માનતું’, ‘મારા દિલ અને દિમાગ અલગ અલગ વિચારી રહ્યા છે’. જે વાત આપણે સરળતાથી કહીએ છીએ તે સાયન્ટિફિકલી પણ એટલી જ સાચી છે. કેવી રીતે? ચાલો સમજીએ આપણા હૃદયની ગતિવિધિને તપાસવા માટે ડોક્ટર છાતીના ભાગ પર મશીનથી જોડાયેલા વાયર લગાવીને ECG (Electrocardiogram) કરે છે, જે કાગળની પટ્ટી પર છપાઈને આવી જાય છે. તેવી જ રીતે મગજમાં ચાલતી ગતિવિધિને તપાસવા માટે EEG (Electroencephalogram) કરવામાં આવે છે. ECG હૃદયના જીવંત કોષોની, તો EEG મગજના જીવંત કોષો દ્વારા પેદા થયેલા બાયો ઇલેક્ટ્રિકલ તરંગો (સ્પંદનો)ની નોંધ લઈને કાગળ પર તેની છાપ બનાવી આપે છે. ટૂંકમાં બંને ઇલેક્ટ્રિકલ તરંગો પેદા કરે છે. એટલા માટે જ ઘણાને જાણીને નવાઈ લાગે કે આપણા હૃદયને ‘સેકન્ડ બ્રેઇન’ (બીજું હૃદય) પણ કહેવામાં આવે છે. હા, કારણ કે આપણા હૃદયની ઘણી પ્રવૃત્તિઓ આપણા મગજ જેવી જ હોય છે. જેમ કે મગજના ન્યૂરોન્સ જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ પહોંચાડે છે, તેવા ન્યૂરોન્સ હૃદય પાસે પણ હોય છે. અને પાછા આ બંને હૃદય અને મગજ હોર્મોન્સ વગેરેની આપ-લે વેગસ (Vegus Nerve) નામની નર્વ દ્વારા કરતા હોય છે. એક સામાન્ય વ્યક્તિ હૃદયને શરીરમાં લોહીનું પરિભ્રમણ કરતા યાંત્રિક પંપ તરીકે જ ઓળખે છે. કદાચ તેને સ્કૂલમાં પણ આ જ ભણાવવામાં આવ્યું છે. જેના ફળ સ્વરૂપે તે હૃદયને મિકેનિકલ (યાંત્રિક) માની શકે છે. જોકે સમજવા જેવી બાબત એ છે કે હૃદય આપણા મગજના નિયંત્રણ બહાર પણ સ્વતંત્ર રીતે વર્તી શકે છે. હૃદય અને મગજ કેવી રીતે જુદા છે? આપણું મગજ વિચારો અને કલ્પનાઓને પ્રોસેસ કરનાર એક ‘લેબોરેટરી’ સમાન છે, જ્યારે આપણું હૃદય ઈમોશન્સ અને ફિલિંગ્સને અનુભવતા એક ‘ઘર’ સમાન છે. જે ફક્ત યંત્રવત રીતે નહીં પરંતુ, ઇલેક્ટ્રીક તરંગો અને હોર્મોન્સ દ્વારા આપણી લાગણીઓ અને સંવેદનાઓ સાથે જોડાયેલું છે. આપણું મગજ લોજીક, મેમરી, ઈમેજીનેશન, ભાષા વગેરેને પ્રોસેસ કરનાર એક કમ્પ્યુટર કહી શકાય. વિચાર, લાગણી અને સંવેદનાની હૃદય પર અસરો હજી વિજ્ઞાન પણ એ નથી સમજી શક્યું કે આપણા વિચારો ઈમોશન્સ અને ફિલિંગ્સનું ઉદભવ સ્થાન આપણા શરીરના કયા અંગમાં છે. જ્યારે અમુક પ્રકારની નેગેટિવ ફીલિંગ્સ ડર, ગુસ્સો, ચિંતા અને પોઝિટિવ ફીલિંગ્સ પ્રેમ, આભાર, શાંતિ આપણા હૃદયની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી (ECG) પર નેગેટિવ, પોઝિટિવ રીતે સીધે સીધી અસર કરતા હોય છે. હૃદયના આ ઈલેક્ટ્રિકલ તરંગો એટલા તીવ્ર હોય શકે છે કે તે આપણા મગજને પણ ડિસ્ટર્બ કરી શકે છે. હૃદયની સમસ્યાઓ પ્રત્યે મેડિકલ સાયન્સનો અધુરો અભિગમ આપણા શરીરના આંતરિક અંગો અને તેમની ગતિવિધિઓ એકબીજા સાથે જોડાયેલી છે. માટે એક અંગની સમસ્યા બીજા અંગને પ્રભાવિત કરતી હોય છે. જેમ કે કિડની અને ફેફસાને લગતી સમસ્યાને કારણે હૃદયની ગતિવિધિ ડિસ્ટર્બ થઈ શકે છે. તેવી જ રીતે થાઇરોઇડ, ડાયાબિટીસ હૃદયને નુકસાન કરી શકે છે. અન્ય પરિબળો જેવા કે જીનેટીક્સ, વધુ વજન, બેઠાડું જીવન, ધૂમ્રપાન, આલ્કોહોલ, ખાનપાનની આદતો અને ઉંમરને કારણે રક્તવાહિનીઓની કાર્યક્ષમતામાં ઘટાડો, જેના કારણે બ્લડ પ્રેશર કે હૃદયને લગતી સમસ્યા થઈ શકે છે. હાઇપર ટેન્શન કે હૃદય રોગથી પીડિત કુલ વ્યક્તિઓમાંથી અમુક વર્ગ ઉપરોક્ત પરિબળોને કારણે હૃદયને લગતી સમસ્યાઓ થતી હોય છે. તો બાકીના લોકોનું શું? દુનિયાભરમાં માનવીય મૃત્યુનું સૌથી મોટું કારણ આજે હૃદય રોગ બની ગયું છે. જ્યાં મેડિકલ સાયન્સ અને સામાન્ય માનવીઓનું વધુ ધ્યાન જીવનશૈલી જેવા પરિબળો જ ખેંચી રહ્યા છે. જેની સારવાર પણ તે પ્રમાણે ફક્ત લક્ષણોને કાબુ કરવા સુધી જ સીમિત છે. મેડિકલ સાયન્સ લગભગ દરેકના મનમાં એ બાબત પ્રસ્થાપિત કરવામાં સફળ રહ્યું છે કે આ સમસ્યા Non Reversible (સારું ન થઈ શકે તેવી) છે. પરંતુ હાલના સમયમાં આ વાત સો ટકા સાચી માની શકાય નહીં. એક 30 વર્ષનો યુવક કે યુવતી હાઈ બી.પી લક્ષણો સાથે જ્યારે ડોક્ટર પાસે જાય છે ત્યારે મહદંશે તેને બ્લડ પ્રેશરનો દર્દી માની લેવામાં આવે છે. તેની જોબને કારણે ઉદભવતો સ્ટ્રેસ, સંબંધોની સમસ્યા કે ચિંતા યુક્ત સ્વભાવ વગેરે જેવી બાબતો તેના હૃદયની ઇલેક્ટ્રીક એક્ટિવિટીને છંછેડી રહ્યા છે તેનું શું? શું તેને પણ બીજા રિસ્ક ફેક્ટર્સ ધરાવતા દર્દીઓ જેવી જ દવાઓ લેવી પડશે? આજીવન લેવી પડશે? ઘણો મોટો ટકા જેટલો વર્ગ આ પ્રકારની જ હૃદયની સમસ્યાથી પીડાય રહ્યો છે. અમેરિકન હાર્ટ એસોસિએશન 2021, અને હાવર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ 2017ની માહિતી મુજબ ધૃણા, નફરત, વધુ ચિંતા અને દબાવેલો ગુસ્સો એ બ્લડ પ્રેશર અને હૃદય રોગના સૌથી મોટા કારણોમાંના એક છે. આપણે જે રીતે હૃદય રોગને જોઈ રહ્યા છીએ તે ફક્ત છીછરી સપાટીનો ભાગ છે. જો તેને ઊંડાણપૂર્વક સમજવો હોય તો વિજ્ઞાનની એક નવી બ્રાન્ચ વિકસી રહી છે જેનું નામ છે ‘Psycho-cardiology’ જે મન અને દિલ વચ્ચેના સંબંધોના તાણા-વાણા ઉકેલવાના પ્રયત્નો કરી રહી છે. (નોંધ: લેખમાં દર્શાવેલી માહિતી જાગૃતિ માટે છે. પોતાની ટ્રીટમેન્ટમાં કોઈપણ ફેરફાર કરતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.) - અરવિંદસિંહ રાણા
    Click here to Read More
    Previous Article
    આધુનિક પ્રેમમાં મીઠાશ અને દુઃખ:Gen Z અને આધુનિક સંબંધો
    Next Article
    સુનામી:એ ઉંમર કોઈ પણ હોય - તમે યુવાન કહેવાશો!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment