Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મીઠી મૂંઝવણ:દીકરી બારમા ધોરણમાં અભ્યાસ કરે છે એને મોડલિંગનો ખૂબ શોખ છે, મને એના અભ્યાસની ચિંતા થાય છે

    3 days ago

    મોહિની મહેતા પ્રશ્ન : અમારા પાડોશમાં જે યુવાન રહે છે એ અને હું નાનપણથી સાથે જ મોટાં થયાં છીએ. નાનપણની મૈત્રી કિશોરાવસ્થામાં પ્રેમમાં પરિણમી. અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. પરંતુ સમસ્યા એ છે કે અમારાં બંનેની આર્થિક સ્થિતિમાં ખૂબ તફાવત છે. આ કારણસર મારાં માતા-પિતા એ યુવાનને અપનાવવા તૈયાર નથી. અમારે શું કરવું? - એક યુવતી ઉત્તર : તમે બંને નાનપણથી સાથે રમ્યાં છો, કિશોરાવસ્થામાં પ્રેમ થયો અને હવે લગ્ન કરવા ઇચ્છો છો. આ દરમિયાન તમારાં બંનેનાં માતા-પિતાએ ક્યારેય તમને રોકટોક ન કરી, તો હવે આર્થિક સ્થિતિનું કારણ રજૂ કરી તેઓ એ યુવાનને અપનાવવા તૈયાર નથી એ વધારે પડતું ગણાય. જો એમને પોતાને સમકક્ષ જ કોઇ પાત્ર જોઇતું હતું, તો પહેલાંથી જ તમારા હળવા-મળવા પર નિયંત્રણ રાખવાની જરૂર હતી. હવે તમે એમને સમજાવો કે આર્થિક સ્થિતિ સમાન નથી એથી તેઓ તમારા ગમતા પાત્રને ન સ્વીકારે એ યોગ્ય નથી. પ્રશ્ન : હું વર્કિંગ વુમન હોસ્ટેલમાં રહીને જોબ કરું છું. મારી રૂમમેટ એવા પુરુષને પ્રેમ કરે છે, જે પરિણીત છે અને એને સંતાનો પણ છે. એ મારી રૂમમેટ સાથે ઘણી વાર હોટલમાં જાય છે. મારી રૂમમેટ એ પુરુષને એટલો પ્રેમ કરે છે કે એના માટે સર્વસ્વ ન્યોછાવર કરી દીધું છે. એ પુરુષ એનો માત્ર લાભ લે છે, પણ આ વાત એને કઇ રીતે સમજાવવી? - એક યુવતી ઉત્તર : તમારી રૂમમેટ કોઇ પરિણીત અને સંતાનોના પિતા છે એવા પુરુષને પ્રેમ કરે છે અને એના માટે એણે પોતાનું બધું જ લૂંટાવી દીધું છે. એની સાથે એ બહાર જાય છે, હોટલમાં જાય છે, પરંતુ એને એ વાતનો ખ્યાલ નથી કે એ માણસ એનો લાભ લઇ રહ્યો છે, તે વાત માનવામાં આવે એવી નથી. કોઇ પણ યુવતી જ્યારે આ રીતે કોઇ સંબંધ રાખે, ત્યારે એના પરિણામથી સુપેરે પરિચિત હોય છે. તમારી રૂમમેટ પણ આ બધાનું પરિણામ જાણતી હશે અને છતાં એ આ સંબંધ રાખે છે, તો એને સમજાવવાની જવાબદારી તમારી નથી. એ પણ એટલી સમજદાર તો હશે જ કે પોતે શું કરી રહી છે અને તેનું પરિણામ શું આવી શકે છે તે ન જાણતી હોય. પ્રશ્ન : મારી દીકરી બારમા ધોરણમાં અભ્યાસ કરે છે. એને મોડલિંગનો ખૂબ શોખ છે અને એ માટે એણે પોતાનો પોર્ટફોલિયો પણ તૈયાર કરી લીધો છે. મને એ કોઇ પણ ક્ષેત્રમાં આગળ વધે તે સામે વાંધો નથી, પરંતુ એના ભવિષ્યની ચિંતા થાય છે, અભ્યાસની ચિંતા થાય છે. એને કઇ રીતે સમજાવવી? - એક પુરુષ ઉત્તર : તમારી દીકરી હજી તો બારમા ધોરણમાં અભ્યાસ કરે છે અને અત્યારથી એણે પોતાનો મોડલિંગ માટેનો પોર્ટફોલિયો તૈયાર કરાવી લીધો છે. આ દર્શાવે છે કે એના પ્રત્યે તમે અત્યાર સુધી ધ્યાન આપ્યું નથી. હવે જ્યારે એણે પોતાની રીતે બધા નિર્ણય લઇ લીધા છે, ત્યારે તમને એના ભવિષ્યની અને અભ્યાસની ચિંતા થાય છે. ખેર! તમે એને પ્રેમથી સમજાવો કે એને તમે ગમતા ક્ષેત્રમાં જવા માટે રોકટોક નહીં કરો, પરંતુ એ અત્યારે પોતાના અભ્યાસમાં ધ્યાન આપે કેમ કે જો એણે અભ્યાસ કર્યો હશે તો ભવિષ્યમાં એ મોડલિંગ સિવાયના અન્ય ક્ષેત્રમાં પણ પોતાની કરિયર બનાવી શકશે. પ્રશ્ન : અમારાં લગ્ન થયાં ત્યારથી મારી પત્નીએ ક્યારેય મને એવું નથી લાગવા દીધું કે એ મને પ્રેમ નથી કરતી. થોડા સમય પહેલાં મને જાણવા મળ્યું કે લગ્ન પહેલાં એના જીવનમાં બીજો પુરુષ હતો, જેની સાથે એનાં લગ્ન થઇ શકે એમ ન હોવાથી એણે મારી સાથે લગ્ન કર્યાં. આ વાત મને અંદરખાને કોરી ખાય છે. મેં એને આ વાત જણાવા નથી દીધી, પણ એણે મને કેમ આ વાત ન કરી?- એક પુરુષ ઉત્તર : તમારાં લગ્ન થઇ ગયાં અને સહજીવન દરમિયાન તમારાં પત્નીએ તમને ખૂબ પ્રેમ કર્યો છે એ તમે પોતે જ સ્વીકાર્યું છે. હવે તમને જાણવા મળ્યું કે તમારા પહેલાં એમને બીજા કોઇ સાથે પ્રેમ હતો અને તેમનાં લગ્ન ન થઇ શકાયાં તેથી તમારી સાથે લગ્ન કર્યાં. પરંતુ આ વાત તમને એમણે કહી નથી. તમને ક્યારેય એમણે આ બાબતનો અણસાર આવવા દીધો નથી. એ દર્શાવે છે કે એ પોતાના પ્રેમીને ભૂલીને માત્ર તમારાં જ બનીને રહ્યાં છે. તમે પણ આવી વાત મનમાંથી કાઢી નાખો. તો સારું. જેટલું આ બાબતે વિચારશો એટવા વધારે ગૂંચવાતા જશો. તેના બદલે તમારાં પત્ની સાથે જે ખુશાલીભર્યું લગ્નજીવન વિતાવી રહ્યા છો, તે વિતાવો. પ્રશ્ન : મારા એક મિત્રની પત્નીએ થોડા દિવસ પહેલાં મને જણાવ્યું કે એને હું ખૂબ ગમું છું અને એ મારી સાથે સંબંધ રાખવા ઇચ્છે છે. હું મારા મિત્રને આ વાત કરી શકું એમ નથી કેમ કે એ મારો ગાઢ મિત્ર છે. હવે મને મિત્રનો સામનો કરવામાં પણ સંકોચ થાય છે કેમ કે જો આ વાતની જાણ મારા મિત્રને થાય તો એ મારા વિશે શું વિચારશે? મિત્રદ્રોહ કર્યો હોવાની લાગણી જાગે છે. શું કરું? - એક યુવાન ઉત્તર : તમે બિનજરૂરી આટલું બધું વિચારો છો. તમારા મિત્રનાં પત્નીને તમે ગમો છો અને એની ઇચ્છા તમારી સાથે સંબંધ રાખવાની છે, એ તમારા મિત્રની પત્નીએ તમને કહ્યું છે, તમે એને નથી કહ્યું. આથી આમાં ક્યાંય મિત્રદ્રોહ નથી થતો. વળી, મિત્રને મળવામાં તમે શા માટે સંકોચ અનુભવો છો. એની પત્ની સાથે તમે કોઇ પ્રકારનું ગેરવર્તન નથી કર્યું. તેથી મનમાં ખોટા વિચારો ન કરો અને મિત્રને પ્રેમથી મળો. હા, એના ઘરે મળવાને બદલે તમે બહાર મળવાનું રાખો. જેથી એ મિત્રની પત્નીને તમારી સાથે વાત કરવાનો કે પોતાની ઇચ્છા જણાવવાનો મોકો ન મળે. પ્રશ્ન : હું કોલેજમાં અભ્યાસ કરું છું. મારા ગ્રૂપની એક-બે છોકરીઓ સાથે મારે સારું બને છે. આ કારણે ગ્રૂપના અન્ય યુવાનો મારા અને એ યુવતીઓ વિશે ભળતીસળતી વાતો કરે છે અને અમારી મજાક ઉડાવે છે. તેમના આવા વર્તનથી મને તો કંઇ ફરક પડતો નથી, પણ એ યુવતીઓ નાહક બદનામ થઇ જાય એ ચિંતા થાય છે. શું કરવું? - એક યુવાન ઉત્તર : કોલેજમાં આજકાલ ગ્રૂપમાં બધા યુવક-યુવતીઓ વચ્ચે મસ્તી-મજાક ચાલતાં હોય છે. વળી, કોઇ યુવાન કે યુવતીને વિજાતીય મિત્ર સાથે વધારે ફાવે તો બીજા એમની મજાક ઉડાવતા હોય છે. આવું વર્તન ગ્રૂપમાં સ્વાભાવિક ગણાય છે. માટે એ ચિંતા ન કરો કે તેમના આવા વર્તન કે મજાકથી એ યુવતીઓની બદનામી થશે અથવા તો તેમને ખરાબ લાગશે. અત્યારે સૌ જાણતાં હોય છે કે આવી મજાક-મસ્તી સામાન્ય છે અને કોઇને આ બાબતનો વાંધો હોતો નથી. માટે મનમાઁથી આવા ખોટા વિચારો કાઢી નાખો અને નિશ્ચિંત બનીને મિત્રો સાથે રહો.
    Click here to Read More
    Previous Article
    પેરેન્ટિંગ:સંતાનો માટે પિતા જ્યારે બને ‘મમ્મી’ પણ
    Next Article
    મૂડ એન્ડ માઇન્ડ:જ્યારે સંબંધ મનને થકાવી દે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment