Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૂડ એન્ડ માઇન્ડ:જ્યારે સંબંધ મનને થકાવી દે

    3 days ago

    ડો. સ્પંદન ઠાકર નિધિએ ક્યારેય વિચાર્યું નહોતું કે પ્રેમ પણ ક્યારેક મનને એટલું થકાવી શકે. તે સ્વભાવથી સંવેદનશીલ હતી, પરંતુ અંદરથી મજબૂત પણ. મિત્રો કહેતા ‘નિધિ પાસે વાત કરીએ તો મન હળવું થઈ જાય.’ તેના અંદર કરુણા બહુ હતી. કદાચ એ જ કારણ હતું કે તે સંબંધમાં ખૂબ દિલથી જોડાઈ ગઈ. આ તેની પ્રથમ રીલેશનશિપ હતી. શરૂઆતમાં બધું સુંદર હતું. ફોન પર લાંબી વાતો, ભવિષ્યના સપના અને એકબીજાની કાળજી. નિધિને લાગ્યું કે જીવનમાં હવે એક સહારો મળી ગયો છે. પરંતુ થોડા સમય પછી સંબંધનો રંગ ધીમે ધીમે બદલાવા લાગ્યો. જે લાગણી તેની તાકાત હતી તેના ઉપર જ કટાક્ષ થવા લાગેલો. ક્યારેક તેની વાતોને અવગણવામાં આવતી. ક્યારેક તેની લાગણીઓને ‘ડ્રામા’ કહીને હલકી બનાવી દેવામાં આવતી. જેટલું તે સહન કરતી ગઈ તેટલું વધારે પ્રેશર વધતું ગયું. ઘણીવાર તેને સાંભળવું પડતું, ‘તું ખૂબ વધારે વિચારે છે. લાગણીશીલ નહીં, પ્રેક્ટિકલ બન.’ આવા શબ્દો સાંભળતાં સાંભળતાં નિધિના મનમાં અજાણતી શંકા ઉગવા લાગી. શું ખરેખર તે જ વધારે સંવેદનશીલ હતી? શું ખરેખર સમસ્યા તેના સ્વભાવમાં હતી? આવી સ્થિતિ ટોક્સિક સંબંધોમાં ઘણીવાર જોવા મળે છે. વારંવારની ટીકા અને અવગણના વ્યક્તિના આત્મવિશ્વાસને ધીમે ધીમે ખોખલો કરી નાખે છે. મન સતત ચિંતા અને ઓવરથિન્કિંગમાં રહે છે. વ્યક્તિ દરેક શબ્દ અને દરેક વર્તન પહેલાં સાવચેત રહેવા લાગે છે. આ સતત માનસિક તાણ મનને થકાવી નાખે છે. નિધિ પણ એ જ ચક્રમાં ફસાઈ ગઈ હતી. એક દિવસ તેણે ધ્યાન આપ્યું કે તે પહેલા જેવી રહી જ નથી. તે હવે ઓછું હસતી હતી, વધુ ચિંતા કરતી હતી અને ઘણીવાર પોતાની જાત પર ગુસ્સો પણ કરતી હતી. તે સમયે તેની એક મિત્રએ તેને એક સરળ વાત કહી, ‘ક્યારેક સમસ્યા આપણા સ્વભાવમાં નથી હોતી, સંબંધના સ્વરૂપમાં હોય છે.’ આ વાત નિધિના મનમાં રહી ગઈ. તે પછી તેણે પ્રથમ વખત પોતાની લાગણીઓને ગંભીરતાથી જોવાનું શરૂ કર્યું. તેણે મનોચિકિત્સક સાથે વાત કરવાની પણ હિંમત કરી. શરૂઆતમાં તેને લાગ્યું કે કદાચ તે વધારે વિચારી રહી છે, પરંતુ થેરપીમાં તેને સમજાયું કે ટૉક્સિક સંબંધોમાં વ્યક્તિ ઘણીવાર ગેસ લાઈટિંગ અને ઈમોશનલ મેનિપ્યૂલેશનનો ભોગ બને છે. સાઈકોથેરપીએ તેને મહત્ત્વની બાબતો શીખવી. જેમકે પોતાની લાગણીઓને માન્યતા આપવી. જો કંઈક સતત દુઃખ આપે છે, તો તેને અવગણવું જરૂરી નથી. સંબંધમાં પોતાની મર્યાદાઓ નક્કી કરવી. સન્માન વગરનો સંબંધ લાંબા ગાળે મનને નુકસાન પહોંચાડે છે. ધીમે ધીમે નિધિએ પોતાનું ધ્યાન ફરી પોતાની ઉપર કેન્દ્રિત કર્યું. તેણે મિત્રો સાથે સમય પસાર કરવો શરૂ કર્યો, પોતાની પસંદગીની પ્રવૃત્તિઓમાં પાછી જોડાઈ અને પોતાના આત્મવિશ્વાસને ફરીથી ઊભું કરવા લાગેલી. ક્યારેક સંબંધ છોડવો અથવા તેના સ્વરૂપને બદલવો સહેલું નથી, પરંતુ મનને બચાવવા માટે તે જરૂરી બની શકે છે. કારણ કે સાચો સંબંધ મનને નબળું નથી બનાવતો. તે મનને વધુ મજબૂત બનાવે છે. મૂડ મંત્ર: જ્યાં મનને વારંવાર સાબિત કરવું પડે, ત્યાંથી થોડું દૂર થવું પણ સ્વ-સન્માન છે.
    Click here to Read More
    Previous Article
    મીઠી મૂંઝવણ:દીકરી બારમા ધોરણમાં અભ્યાસ કરે છે એને મોડલિંગનો ખૂબ શોખ છે, મને એના અભ્યાસની ચિંતા થાય છે
    Next Article
    એકબીજાને ગમતાં રહીએ:પશુજગત અને માણસનું વિશ્વ ભિન્ન નથી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment