Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘાતકી હત્યાના મામલે કોર્ટનો ચુકાદો:પ્રેમિકાના બીજા પ્રેમીની ગોળી મારીને હત્યા કરનાર આરોપીને આજીવન કેદ

    4 days ago

    પ્રેમિકાએ તરછોડ્યા બાદ અન્ય પ્રેમી સાથે સંબંધ બાંધતા ગુસ્સે ભરાયેલા અમદાવાદના શખ્સે પ્રેમિકાના બીજા પ્રેમીને કડી પંથકમાં ગોળી મારી હત્યા કરી હતી. જે કેસમાં અમદાવાદના શખ્સને મહેસાણા સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા અને રૂ.40 હજાર દંડ ફટકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સાણંદથી કડી રોડ પર ત્રણ વર્ષ પૂર્વે થયેલી હત્યાના કેસમાં સૌપ્રથમવાર કડીરૂપ પુરાવાને આધારે કોર્ટે સજા ફટકારી છે. અમદાવાદના બહેરામપુરામાં રહેતા ઈકબાલ મયુદ્દીન ખોખરને વટવાની દીપિકા નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતો. બાદમાં યુવતીએ ઇકબાલ સાથે સંબંધ તોડી નાખી, સાણંદ તાલુકાના અણદેજ ગામના યુનુસ ઉર્ફે મંગો હમજીભાઈ કુરેશી સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો અને આ વાતની ઈકબાલને ખબર પડતાં ગુસ્સે ભરાયો હતો. દીપિકાના બીજા પ્રેમીની હત્યા કરવાનું નક્કી કરી શાહબાઝ‎ગનીભાઈ શેખ, મુઝહીદ ઉર્ફે બાબુ‎કાળીયો અને સિકંદર હાસમભાઈ‎લંઘા (રહે. ફતેવાડી કેનાલ‎અમદાવાદ) પાસેથી કારતૂસ અને‎પિસ્તોલ ખરીદી હતી. 14 જૂન‎2023ના રોજ બાઇક લઈને ઇકબાલે‎યુનુસનો પીછો કર્યો હતો. યુનુસ‎કડીના ગોવિંદપુરાની સીમમાં સૂર્યમ‎ફાર્મહાઉસ-2 સામે સાણંદથી કડી‎તરફ જતા રોડ પર કાર લઈને જતો‎હતો. તે સમયે પિસ્તોલથી યુનુસના‎લમણાના ભાગે ગોળી મારી હત્યા કરી‎હતી. જે અંગે બાવલુ પોલીસે ગુનો‎નોંધી હત્યા કરનાર ઈકબાલ ખોખરની‎ધરપકડ કરી હતી. આ કેસ સોમવારે‎સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી‎વકીલ અશોક મકવાણાની દલીલોને‎આધારે જજ આર.બી. ઇટાલીયાએ‎ઈકબાલ મયુદ્દીન ખોખરને હત્યાના‎ગુનામાં અને આર્મ્સ એક્ટ હેઠળ‎દોષિત ઠેરવી આજીવન કેદની સજા‎અને કુલ રૂ.40 હજારનો દંડ ફટકાર્યો‎હતો.‎ મૃતકની કારમાં અને આરોપીના ઘરેથી મળેલા કારતૂસ મેચ થયા ઈકબાલે તેની પ્રેમિકાના બીજા પ્રેમી યુનુસની ગોળી મારી હત્યા કરી તે ઘટના સૂર્યમ ફાર્મહાઉસની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પરંતુ, તેમાં ગોળી મારનાર ઈકબાલ ખોખરનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો. પરંતુ પોલીસે તપાસમાં તેના અમદાવાદ સ્થિત ઘરે મૂકેલી પિસ્તોલ અને કારતૂસ કબજે કર્યા હતા. યુનુસની કારમાંથી મળેલો ખાલી કારતૂસ અને ઇકબાલના ઘરેથી મળેલા કારતૂસ મેચ થયા હતા. જે કડીરૂપ પુરાવાને આધારે આરોપીને સજા ફટકારી હતી. પિસ્તોલ વેચનાર મધ્યપ્રદેશનો આરોપી‎હજુ સુધી પકડાયો નથી‎ અમદાવાદના શાહબાઝ, મુઝાહિદ‎અને સિકંદરે ભેગા મળી મધ્યપ્રદેશના‎જગતસિંહ પાસેથી પિસ્તોલ અને‎કારતૂસ ખરીદ્યા હતા. આ કેસમાં‎શાહબાઝ અને આરોપીઓની ધરપકડ‎થઈ હતી. ત્યાર બાદ કોર્ટમાં ડિસ્ચાર્જ‎અરજી મૂક્યા પછી જેલમાંથી છૂટીને‎ત્રણે આરોપીઓ ફરાર થઈ ગયા હતા.‎જ્યારે પિસ્તોલ વેચનાર જગતસિંહ‎હજુ સુધી પકડાયો નથી.‎
    Click here to Read More
    Previous Article
    આર્ટ્સના વિદ્યાર્થીઓની 700 કૃતિઓ પ્રદર્શિત‎ કરાઈ:મહેસાણામાં ધી ન્યૂ પ્રોગ્રેસિવ કોલેજ ઑફ ફાઇન આર્ટ્સનું 45મું આર્ટ વર્ક પ્રદર્શન શરૂ
    Next Article
    ભાસ્કર એનાલિસિસ:ધો.10 સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર અઘરું નીકળતાં માર્કસ ઓછા આવવાનો ડર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment