Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આર્ટ્સના વિદ્યાર્થીઓની 700 કૃતિઓ પ્રદર્શિત‎ કરાઈ:મહેસાણામાં ધી ન્યૂ પ્રોગ્રેસિવ કોલેજ ઑફ ફાઇન આર્ટ્સનું 45મું આર્ટ વર્ક પ્રદર્શન શરૂ

    4 days ago

    ધી ન્યૂ પ્રોગ્રેસિવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ધી ન્યૂ પ્રોગ્રેસિવ કોલેજ ઑફ ફાઇન આર્ટ્સ દ્વારા મહેસાણામાં પૂજા બિલ્ડિંગ, મ્યુનિસિપલ ગ્રાઉન્ડ સામે ત્રણ દિવસીય 45મું એન્યુઅલ આર્ટ વર્ક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 9થી 11 માર્ચ દરમિયાન સવારે 8થી 1 વાગ્યા સુધી ખુલ્લું રહેનાર આ પ્રદર્શનમાં એપ્લાઇડ આર્ટ્સના વિદ્યાર્થીઓની વર્ષ દરમિયાન બનાવેલી આશરે 700 જેટલી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન દિલીપભાઈ રાજન કડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે ઉત્તમ કૃતિઓ માટે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા અને કલા ક્ષેત્રે માર્ગદર્શન આપ્યું. પ્રદર્શનમાં વોટર કલર, ઓઇલ પેઇન્ટિંગ અને એક્રેલિક પેઇન્ટિંગ, માટી અને અન્ય માધ્યમોના શિલ્પ, આધુનિક ડિજિટલ ગ્રાફિક ડિઝાઇન નકામી વસ્તુઓમાંથી બનેલી ક્રાફ્ટ અને કૃતિઓ આકર્ષણ બની છે.
    Click here to Read More
    Previous Article
    લાખવડ શાળાનો અનોખો પ્રયોગ:પ્લાસ્ટિકની ગંભીર અસરો સમજાવી, બાળકો ડબ્બામાં નાસતો લાવતા થયા
    Next Article
    ઘાતકી હત્યાના મામલે કોર્ટનો ચુકાદો:પ્રેમિકાના બીજા પ્રેમીની ગોળી મારીને હત્યા કરનાર આરોપીને આજીવન કેદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment