Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાખવડ શાળાનો અનોખો પ્રયોગ:પ્લાસ્ટિકની ગંભીર અસરો સમજાવી, બાળકો ડબ્બામાં નાસતો લાવતા થયા

    4 days ago

    મહેસાણાની લાખવડ શાળાના શિક્ષિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટિકની ગંભીર અસરો અને બજારુ પડીકાના નાસ્તામાં વપરાતા હાનિકારક તત્વો વિશેની જાગૃતિને કારણે આજે શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓ પ્લાસ્ટિકનો ત્યાગ કરી ચૂક્યા છે. હવે આ બાળકો પ્લાસ્ટિકના બદલે સ્ટીલના ડબ્બા વાપરે છે અને ઘરેથી પૌઆ કે થેપલા જેવો પૌષ્ટિક નાસ્તો લાવે છે. લાખવડ શાળાના શિક્ષિકા સંગીતાબેન રાવલે જ્યારે શાળાના મેદાનમાં જ્યાં-ત્યાં પ્લાસ્ટિકની થેલીઓ, રેપર્સ અને બોટલોનો કચરો જોયો, ત્યારે તેમણે શાળા પ્લાસ્ટિક મુક્ત કરવાનો મક્કમ સંકલ્પ કર્યો. તેમણે ઇનોવેશન પ્રોજેક્ટ શરૂ કરીને સૌપ્રથમ શાળા સંકુલમાંથી વિદ્યાર્થીઓ સાથે પ્લાસ્ટિકના 20 કોથળા કચરો એકઠો કર્યો હતો. માત્ર સફાઈ જ કરાવી નહીં, પણ બાળકોની જીવનશૈલી બદલવા માટે તેમણે વિદ્યાર્થીઓને રેડીમેડ પડીકાના નાસ્તાથી થતાં નુકસાન અને સિંગલ યુઝ પ્લાસ્ટિકની ગંભીર અસરો વિશે રોચક નાટક, અભિનય દ્વારા સમજણ આપી. પડીકા પર અંગ્રેજીમાં લખેલી વિગતોનું ગુજરાતીમાં અનુવાદ કરીને તેમાં વપરાતા હાનિકારક પામ ઓઈલ અને મસાલાઓ વિશે બાળકોને જાગૃત કર્યા . વાલી મિટિંગમાં પણ વાલીઓને સમજાવીને બાળકોને ઘરેલુ પૌષ્ટિક નાસ્તો આપવા વિનંતી કરી હતી. ત્રણ મહિનામાં શાળાના 500 વિદ્યાર્થીઓ હવે બજારના પડીકા છોડીને ઘરેથી પૌઆ અને થેપલા જેવો પૌષ્ટિક નાસ્તો લાવતા થયા છે. જે બાળકો પ્લાસ્ટિકના ડબ્બા કે બોટલ લાવતા હતા. તેમને પણ અટકાવીને સ્ટીલના ડબ્બાનો ઉપયોગ કરવા પ્રેરિત કર્યા. શાળામાં નર્મદાના શુદ્ધ પાણી અને સ્ટીલના ગ્લાસની વ્યવસ્થા હોવાથી હવે પ્લાસ્ટિકની બોટલોનું પ્રમાણ પણ નહિવત થઈ ગયું છે. વિદ્યાર્થીઓ હવે તેમના જન્મદિવસે ચોકલેટ વહેંચીને રેપર્સનો કચરો કરવાને બદલે પેન્સિલ કે રબર જેવી ઉપયોગી વસ્તુઓ ભેટમાં આપે છે.આ પ્રયાસોના પરિણામે આજે આખી શાળામાં ક્યાંય પ્લાસ્ટિકનું કાગળિયું જોવા મળતું નથી.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા LCB અને બાવલુ પોલીસની કાર્યવાહી‎:કડીના વરખડીયામાં કારમાં 3.17 લાખનો દારૂ પકડાયો
    Next Article
    આર્ટ્સના વિદ્યાર્થીઓની 700 કૃતિઓ પ્રદર્શિત‎ કરાઈ:મહેસાણામાં ધી ન્યૂ પ્રોગ્રેસિવ કોલેજ ઑફ ફાઇન આર્ટ્સનું 45મું આર્ટ વર્ક પ્રદર્શન શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment