Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરુણાંતિકા સર્જાઈ:હાંસાપુર નજીક કારની ટક્કરથી રિક્ષા પલટી જતાં મહિલાનું મોત

    4 days ago

    પાટણ નજીક હાંસાપુર બસ સ્ટેશન પાસે કારની ટક્કરથી રિક્ષા પલટી જતાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે તેમના પતિ ઈજાગ્રસ્ત થયા હતા. સદનસીબે નવ માસના બાળકનો આબાદ બચાવ થયો હતો. પરંતુ માત્ર નવ મહિનાની ઉંમરે બાળકે માતાની છત્રછાયા ગુમાવતા પરિવારજનો શોક મગ્ન બન્યા હતા. હારિજ તાલુકા નાં રોડા ગામના શંકરભાઈ જેહાભાઈ રાવળ (ઉ.વ.22) પોતાના ભાઈ વિજયભાઈ, પત્ની નેહાબેન અને 9 મહિનાના દીકરાને સાથે લઈને રિક્ષામાં ધારપુરથી પરત ફરી રહ્યા હતા. ત્યારે હાંસાપુર બસ સ્ટેશન નજીક બોરસણ કટ પાસે જીજે-24-એએફ-5507 નંબરની સ્વિફ્ટ કારના ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં રિક્ષા પલટી મારી ગઇ હતી. આસપાસ માંથી લોકો દોડી આવ્યા હતા. રિક્ષાને ઊભી કરી હતી અને બધાને અંદરથી બહાર કાઢ્યા હતા. જેમાં શંકરભાઈને હાથે અને કમરના ભાગે ઇજાઓ થઈ હતી તો મહિલાને મોઢે ઇજા થતાં બેભાન થઈ ગયા હતા. 108 મારફતે તેમને ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં નેહાબેન નું મોત થયું હતું. બનાવ બાદ કારચાલક ફરાર થઈ જતાં શંકરભાઈ રાવળ એ બી ડિવિઝન પોલીસ મથકે કારચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગંભીર અકસ્માત સર્જાયો:સોનવાડા ને. હાઇવે ઉપર અકસ્માતમાં 6 યાત્રીને ઇજા
    Next Article
    વેધર રિપોર્ટ:ડીસાનું તાપમાન 41 ડિગ્રી વટાવતાં હીટવેવની સ્થિતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment