Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ચૂંટણી પંચ ભાજપનો હાથો બનવાનું બંધ કરો':કલેક્ટરની ચેમ્બર બહાર કોંગ્રેસના સૂત્રોચ્ચાર સાથે ધરણાં, માંજલપુરની પેટાચૂંટણીમાં બે કલાકમાં 6 ટકા મતદાન

    1 day ago

    વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી 62 સ્થળો પર આવેલા 260 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે. આજે સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં 6.06 ટકા મતદાન થયું છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામ્યો છે, જેમાં કુલ 2.19 લાખથી વધુ મતદારો (1.11 લાખ પુરુષ અને 1.07 લાખ મહિલા) પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. દિવ્યાંગ અને 85 વર્ષથી વધુ વયના મતદારો માટે વ્હીલચેર, રેમ્પ અને સ્વયંસેવકો સહિત વિશેષ સુવિધાઓ ઊભી કરાઈ છે, જ્યારે 2 સખી, 2 દિવ્યાંગ સંચાલિત અને 5 મોડેલ મતદાન મથકો પણ તૈયાર કરવામાં આવ્યા છે. વરસાદની આગાહી વચ્ચે વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા દરેક બૂથ પર પીવાનું પાણી, વીજળી અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. માંજલપુર વિધાનસભા બેઠક એ ભાજપની પરંપરાગત બેઠક ગણવામાં આવી રહી છે. સ્વ. યોગેશ પટેલ દ્વારા આ બેઠક ઉપર સતત જંગી લીડથી જીત મેળવવામાં આવી, ત્યારે આ વખતે પણ ભાજપ આ લીડને જાળવી રાખવાના પ્રયાસોમાં લાગી છે. 2022ની ચૂંટણીમાં 60.48 ટકા મતદાન થયું હતું વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી દરમિયાન વડોદરા શહેરની અત્યંત મહત્વપૂર્ણ અને ચર્ચિત ગણાતી માંજલપુર વિધાનસભા બેઠક પર કુલ 60.48% મતદાન નોંધાયું હતું. જેમાં સ્વ. યોગેશ પટેલને 1,20,133 માટે મળ્યા હતા તો સામે કોંગ્રેસના ઉમેદવારને માત્ર 19 હજાર માટે મળ્યા હતા. આમ ભાજપના ઉમેદવાર યોગેશ પટેલની 1 લાખ કરતા વધુ લીડથી જીત થઇ હતી. માંજલપુરમાં મતદાનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં પ્રાઇમ આંગડિયા પેઢીમાં 18 લાખની લૂંટ, CCTV:આંગડિયું કરવાના બહાને બે શખસ ઘૂસ્યા, બંદૂક બતાવી રોકડ ભરેલો થેલા લઈ બાઇક પર ફરાર
    Next Article
    દીપડાના હુમલામાં 4 વર્ષની બાળકીનું મોત:રાત્રે આંગણામાં રમતી માસૂમને 100 મીટર દૂર ખેંચી ગયો;હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ માસૂમે દમ તોડ્યો; 5 દિવસમાં બીજો હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment