Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં પ્રાઇમ આંગડિયા પેઢીમાં 18 લાખની લૂંટ, CCTV:આંગડિયું કરવાના બહાને બે શખસ ઘૂસ્યા, બંદૂક બતાવી રોકડ ભરેલો થેલા લઈ બાઇક પર ફરાર

    1 day ago

    રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર રોડ પર આવેલી પટેલ વાડી સામે પ્રાઈમ એન્ટરપ્રાઇઝમાં રૂપિયા 18 લાખની લૂંટની ઘટના સામે આવી છે. જેમાં બે શખસોએ આજે(30 જુલાઈ) સવારના 10:20 વાગ્યે આંગડિયા પેઢીના કર્મચારીને આંગડિયું કરવું છે કહી વાતોમાં વ્યસ્ત કરી બે લૂંટારુ પૈકી એક શખસે હથિયાર બતાવી રૂપિયા 18 લાખની લૂંટને અંજામ આપ્યો હતો. બનાવની જાણ થતા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, બી ડિવિઝન પોલીસ, તેમજ ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ઝોન 1 તથા LCB ઝોન 1ની અલગ અલગ ટિમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. એક શખસે બંદૂક જેવું હથિયાર બતાવી 18 લાખની લૂંટને અંજામ આપ્યો પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં રાજકોટના પટેલ વાડીથી રોંગ સાઈડમાં બાઇકમાં સવાર થઈ બે લૂંટારુઓ પ્રાઈમ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં પહોંચ્યા હતા. જ્યાં પહોંચી કર્મચારી અલ્કેશ દવેને પોતાને આંગડિયું કરવું છે કહી અચાનક એક શખસે બંદૂક જેવું હથિયાર બતાવી પેઢીમાં રહેલા રૂપિયા 18 લાખની લૂંટને અંજામ આપી નાસી છૂટ્યા છે. વિસ્તારમાં નાકાબંધી હાલ પોલીસ દ્વારા પેઢીની અંદર તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી શહેર જિલ્લામાં અને આસપાસના જિલ્લામાં પણ જાણ કરી વિસ્તારમાં નાકાબંધી કરી લુટારુઓની શોધખોળ હાથ ધરી છે. આ સમાચાર અપડેટ કરીએ છીએ
    Click here to Read More
    Previous Article
    India news Live Updates, 30 July 2026: Supreme Court says ready to examine use of pellet guns on July 20 protest
    Next Article
    'ચૂંટણી પંચ ભાજપનો હાથો બનવાનું બંધ કરો':કલેક્ટરની ચેમ્બર બહાર કોંગ્રેસના સૂત્રોચ્ચાર સાથે ધરણાં, માંજલપુરની પેટાચૂંટણીમાં બે કલાકમાં 6 ટકા મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment