Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીપડાના હુમલામાં 4 વર્ષની બાળકીનું મોત:રાત્રે આંગણામાં રમતી માસૂમને 100 મીટર દૂર ખેંચી ગયો;હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ માસૂમે દમ તોડ્યો; 5 દિવસમાં બીજો હુમલો

    1 day ago

    છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોટા વાજપુર ગામે ગત મોડી સાંજે ઘરના આંગણામાં રમી રહેલી 4 વર્ષની માસૂમ બાળકી પર દીપડાએ ત્રાટકીને જીવલેણ હુમલો કર્યો હતો. આ કરુણ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગે ત્વરિત કામગીરી હાથ ધરીને હુમલાખોર દીપડાને પાંજરે પૂરી લીધો છે. ઘરઆંગણે રમતી માસૂમ પર દીપડાનો ઘાતકી હુમલો મોટા વાજપુર ગામે રહેતા પોપટભાઈ રાઠવાની 4 વર્ષીય પુત્રી ભવ્યાબેન ગત મોડી સાંજે રાત્રિના આશરે 8:00 વાગ્યાના સુમારે અન્ય ત્રણ બાળકો સાથે પોતાના ઘરના આંગણામાં રમી રહી હતી. તે સમયે અચાનક આવી ચડેલા એક દીપડાએ ભવ્યાબેન પર હુમલો કર્યો હતો અને તેને પોતાના મોંમાં દબોચીને આશરે 100 મીટર દૂર સુધી ખેંચી ગયો હતો. ગ્રામજનોના અવાજથી દીપડો બાળકીને છોડીને ભાગ્યો આ ભયાનક દ્રશ્ય જોઈને આસપાસના લોકો અને પરિવારજનોએ ભારે બૂમાબૂમ કરી મૂકી હતી. લોકોના હોબાળા અને અવાજને કારણે ગભરાયેલો દીપડો માસૂમ બાળકીને લોહીલુહાણ હાલતમાં છોડીને અંધારામાં ભાગી છૂટ્યો હતો. સારવાર મળે તે પહેલાં બાળકીનો જીવનદીપ બુઝાયો ગંભીર રીતે ઘવાયેલી બાળકી ભવ્યાબેનને પરિવારજનો અને ગ્રામજનો દ્વારા તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકના જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચતાં જ ફરજ પરના તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી, જેથી પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ હતી. વન વિભાગની ત્વરિત કામગીરી અને દીપડો પાંજરે પુરાયો ઘટના અંગે બોડેલી વન વિભાગને જાણ કરવામાં આવતાં વન કર્મચારીઓની ટીમ તુરંત જ સ્થળ પર દોડી આવી હતી. વન વિભાગે ઘટનાસ્થળની આસપાસના વિસ્તારમાં તાત્કાલિક પાંજરાં ગોઠવીને સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું. વન વિભાગની ક્ષિપ્ર કામગીરીના પરિણામે ઘટનાના ગણતરીના કલાકોમાં જ હુમલાખોર દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. પંથકમાં ફેલાયેલો ભય અને અગાઉનો બનાવ હાલ વન વિભાગ દ્વારા પાંજરે પુરાયેલા દીપડા અંગે આગળની કાયદાકીય કવાયત હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, માત્ર 5 દિવસ પહેલાં જ કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામે રાત્રિના સમયે ઘરમાં સૂઈ રહેલી 70 વર્ષીય વૃદ્ધા પર દીપડાએ હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. છોટાઉદેપુર પંથકમાં ટૂંકા ગાળામાં દીપડાના હુમલાની બીજી ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત વ્યાપી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસ પહેલાં પણ કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામે દીપડાના હુમલામાં 70 વર્ષીય વૃદ્ધાનું મોત થયું હતું. રાત્રિના સમયે બનેલી આ ઘટનામાં દીપડાએ ઘરમાં સૂઈ રહેલી મહિલા પર હુમલો કર્યો હતો. વાંચો સંપૂર્ણ અહેવાલ આ પણ વાંચો, મહુવાના બાંભણિયા ગામે દીપડાનો હુમલો, 10 વર્ષના બાળકનું મોત આ પણ વાંચો, અરણેજમાં દીપડાનો હુમલો, 8 વર્ષની બાળકીનું મોત, ઘર નજીકથી મૃતદેહ મળ્યો
    Click here to Read More
    Previous Article
    'ચૂંટણી પંચ ભાજપનો હાથો બનવાનું બંધ કરો':કલેક્ટરની ચેમ્બર બહાર કોંગ્રેસના સૂત્રોચ્ચાર સાથે ધરણાં, માંજલપુરની પેટાચૂંટણીમાં બે કલાકમાં 6 ટકા મતદાન
    Next Article
    ચાંદીપુરા વાયરસથી પાટણમાં 5 વર્ષના બાળકનું મોત:બે દિવસની સારવાર બાદ પણ જીવ ના બચી શક્યો, જિલ્લાનો પ્રથમ કિસ્સો; સમીનું વધુ એક બાળક સારવાર હેઠળ, કુલ 15 મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment