Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી જિલ્લા પંચાયતની આજે ખાસ સામાન્ય સભા યોજાશે‎:ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પહેલાં વિકાસ કામ આટોપવા કવાયત

    4 days ago

    મોરબી જિલ્લા પંચાયતની વર્તમાન ચૂંટાયેલી બોડીની મુદત પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ચૂંટણીમાં લાભ મેળવી શકે તેવા આશયથી ફરી એકવાર ખાસ સામાન્ય સભા બોલાવાઇ છે. આ બેઠક આજે ૧૦ માર્ચના રોજ સાંજે ૪ વાગ્યે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાશે. વાર્ષિક બજેટ માટેની અગાઉની સભાને લગભગ અંતિમ સભા મનાઇ હતી, પરંતુ હવે ચૂંટણી પહેલાં પેન્ડિંગ વહીવટી અને તકનીકી મંજૂરીને બહાલી ન મળતા ઘણા કામ અટકી શકે તેવી સ્થિતિ હોવાથી આ ખાસ સભામાં આ બાકી કામને સામાન્ય સભાની મંજૂરી આપવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ સભા દ્વારા સ્વ ભંડોળ અને રેતી રોયલ્ટી હેઠળના પેન્ડિંગ વિકાસ કામો રસ્તા, પાણી પુરવઠો, શિક્ષણ વગેરેને અમલમાં મૂકવા માટે મંજૂરીઓ મળી શકે છે. આવતીકાલની સામાન્ય સભામાં અગાઉની બેઠકમાં સામાન્ય સભાની કાર્યવાહી નોંધ, સામાન્ય સભાની વિવિધ નોંધ,અલગ અલગ સમિતિની કાર્યવાહી નોંધને બહાલી આપવા ઉપરાંત વિવિધ સદસ્ય દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને મંજૂરી આપવા, સ્વભંડોળ તથા રેતી રોયલ્ટીના જે કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપેલી હોય અને અમલ બાકી હોય તેવા તમામ તથા રજૂ થયેલા કામોને વહીવટી મંજૂરી આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પતિએ પત્નીને માર્યો ઢીકાપાટુનો માર:અણબનાવ થતાં પત્ની પિયર જતી રહી, ત્યાં ધસી જઇ પતિએ મારકૂટ કરી
    Next Article
    ગંભીર અકસ્માત સર્જાયો:સોનવાડા ને. હાઇવે ઉપર અકસ્માતમાં 6 યાત્રીને ઇજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment