Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિએ પત્નીને માર્યો ઢીકાપાટુનો માર:અણબનાવ થતાં પત્ની પિયર જતી રહી, ત્યાં ધસી જઇ પતિએ મારકૂટ કરી

    4 days ago

    મોરબીમાં પતિ સાથે મનમેળ ન હોવાથી હાલ રિસામણે માવતરના ઘરે રહેતી પત્નીએ પતિ પાસે ભરણપોષણ મેળવવા કોર્ટમાં કેસ કર્યો હોવાથી આ બાબતનો ખાર રાખીને તેના પતિ સહિત કુલ બે વ્યક્તિએ પત્નીના માવતરના ઘરે જઈને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ સંદર્ભે પત્નીએ તેના પતિ સહિત બે શખ્સો સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે ભડીયાદ કાંઠે માહી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 202 માં રહેતા પુષ્પાબેન રાકેશભાઈ સાગઠીયા (ઉ.વ.37)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ રાકેશભાઈ દેવજીભાઈ સાગઠીયા અને ચિરાગ અમૃતભાઈ સાગઠીયા રહે. બંને મોરબી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે છેલ્લા ત્રણેક વર્ષથી તેઓ પોતાના માવતરના ઘરે રિસામણે છે અને તેના પતિ રાકેશભાઈ સાગઠીયા સામે તેણીએ મોરબીની કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો છે. આ બાબતનો ખાર રાખીને ફરિયાદીને તેના પતિ અવારનવાર હેરાન પરેશાન કરતા હતા અને બંને આરોપી સાંજે 7:30 વાગ્યાના અરસામાં ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ત્યાં તેને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મહિલાએ સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બન્ને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવને પગલે વિસ્તારમાં થોડો સમય માટે તણાવભર્યું વાતાવરણ સર્જાયું હતું.
    Click here to Read More
    Previous Article
    અજરામર એસોર્ટ ગ્રૂપ 100 દિવસ આપશે સેવા‎:વાંકાનેરમાં રાહદારીઓની તૃષા સંતોષવા 5 સ્થળે પાણીના પરબ શરૂ
    Next Article
    મોરબી જિલ્લા પંચાયતની આજે ખાસ સામાન્ય સભા યોજાશે‎:ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પહેલાં વિકાસ કામ આટોપવા કવાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment