Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારીઓને ધર્મના મર્મની સમજ અપાઈ:ટંકારામાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રે નારીશક્તિને આદર્શ જીવનના સાત પગથિયાંનો સંદેશ આપ્યો

    4 days ago

    ટંકારા બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા વિશ્વ મહિલા દિને નારીશક્તિના આદર્શ જીવનના સાત પગથિયા અંગેનો સંદેશો પાઠવી ધર્મ ના મર્મની સમજ આપી સાસુ વહુ વચ્ચે સ્નેહ કેળવાઈ અને શાંત ચિતે ચિંતન કરી સ્ત્રી શકિતને સંગઠિત રહી ઘર ને સ્વર્ગ બનાવવા અપીલ કરાઈ હતી. ટંકારા ખાતે કાર્યરત બ્રહ્માકુમારીઝ સેન્ટર દ્વારા વિશ્વ મહિલા દિવસે સ્ત્રીઓ માટે ખાસ આદર્શ જીવનની ચાવી શુ છે? વિષય પર યોજાયેલ કાર્યક્રમનો પ્રારંભ અતિથિ તરીકે ઉપસ્થિત ફીજીયોથેરાપિસ્ટ ડૉ.સારિકાબેન, નર્સ નિમુબેન, ટીચર જાગૃતિબેન સહિતનાઓએ દીપ પ્રાગટ્યથી કર્યો હતો. આ તકે, નારીશક્તિને આદર્શ જીવનના લક્ષ્યને સાધવા માટે આદર્શ નારીના સાત પગથિયાની વિસ્તૃત સમજ અપાઈ હતી. જેમા, પ્રથમ પગથિયું સંસ્કારી સંતાન, બીજુ પરીવારમા સંબંધોમા સુમેળ, ત્રીજુ સાદગી પૂર્ણ જીવન, ચોથુ સાત્વિક ભોજન, પાચમુ ઘરે જ પ્રતિદીન સાધના, છઠ્ઠુ શારીરિક સ્વાસ્થ્ય અને સાતમુ પગથીયુ સાત્વિક જીવનશૈલી. આ સાત પગથીયા ઉપર ગૃહ લક્ષ્મિએ ચાલવા સંદેશો પાઠવી સ્ત્રીને ત્રણ પ્રકારની લક્ષ્મી ગણાવતા સંધ્યાદીદીએ સ્ત્રીને ગૃહલક્ષ્મી, ધનલક્ષ્મી અને ધાન્યલક્ષ્મી ગણાવી ઘરગૃહસ્થી કેવી રીતે ચલાવવુ એનો અર્થ ધર્મ સાથે વણીને સમજાવ્યો હતો. એકતાદીદીએ આવકના સ્ત્રોત પ્રમાણે ખર્ચ કરવાથી ઘર મંદિર અને ઘર ભાગવત બને જયારે આવકથી વધુ ખર્ચ થવાથી મહાભારત સર્જાવાનો મર્મ કુનેહપૂર્વક સમજાવ્યો હતો. અંત મા, ઉપસ્થિત સાસુ વહુ વચ્ચે સ્નેહ લાગણી અને હેત પ્રેમ માટે સ્નેહ મિલનનો સંકલ્પ લેવડાવી ઘર-સમાજ ની શાંતિ માટે સ્થિર મને શિવશક્તિ નુ સ્મરણ કરાયુ હતું. કાર્યક્રમ દરમિયાન બહેનોમાં આધ્યાત્મિક ચેતના અને સંસ્કારી જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાઈ હતી. બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા સમાજમાં નારીશક્તિ સશક્ત બને અને પરિવાર વ્યવસ્થામાં સુમેળ વધે તેવા સંદેશ સાથે આવા કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી ભાવના વ્યક્ત કરાઇ હતી. અંતે ઉપસ્થિતોએ પરિવાર અને સમાજમાં શાંતિ, પ્રેમ અને એકતા જળવાઈ રહે તે માટે સંકલ્પ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ગૌ હત્યાનો આરોપી 8 માસ બાદ પોલીસના સકંજામાં:ગૌ-હત્યાના ગુનામાં ફરાર મોટી રોહાતડનો આરોપી ઝડપાયો
    Next Article
    અજરામર એસોર્ટ ગ્રૂપ 100 દિવસ આપશે સેવા‎:વાંકાનેરમાં રાહદારીઓની તૃષા સંતોષવા 5 સ્થળે પાણીના પરબ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment