Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લક્ષ્યવેધ:પોતાના માટે શ્રેષ્ઠ રસ્તો પસંદ કરવો

    1 week ago

    સ્થળ નવી દિલ્હીનું ‘ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ) ટ્રોમા સેન્ટર’. એન્ટિ-સેપ્ટિકની ગંધ કોરિડોરમાં ફેલાઈ રહી છે. અકસ્માતે પહોંચેલા લોકોની વિવશતા અને આક્રંદ અહીંના અત્યંત સામાન્ય થઇ ગયેલા અવાજ છે. મૃત્યુના છેડે બેઠેલા દર્દીને બચાવવા સૌ કોઈ કટિબદ્ધ છે. શાંતિ અહીં સ્થાયી નથી. આઈ. સી. યુ.માં હાજર એક પુરુષ નર્સ કંઈક જુદું જ વિચારી રહ્યો છે. એ યુવાનના મનમાં એક જ વાત ચાલી રહી છે- સિવિલ સેવા પરીક્ષા. જોસેફ કે. મેથ્યુ. કેરલાના કુમારકોમનો વતની. સરસ મજાનું ખેતર, ઘર પાસે બેકવૉટર. બધાની જેમ નર્સિંગ કરવાનો વિચાર. મનમાં તો એમ જ હતું કે થોડું ભણીને વિદેશમાં સ્થાયી થઇ જવું. પિતા ખેત-મજૂર તરીકે થોડુંઘણું કમાતા. જોસેફને થયું શિક્ષણ હશે તો જ આગળ વધી શકાશે. તેમણે કોટ્ટાયમની સરકારી મેડિકલ કોલેજમાંથી નર્સિંગનો અભ્યાસ કર્યો. ખંતીલો સ્વભાવ દિલ્હીની ‘એઇમ્સ’ સુધી લઇ આવ્યો. દિલ્હી આવ્યા ત્યાં સુધી મનમાં કોઈ લક્ષ્ય નહોતું, પણ દિલ્હીની ફિતરત હંમેશાં ચેપી રહી છે. સપનાઓનું શહેર છે દિલ્હી. રાજનીતિ હોય કે વહીવટ, દિલ્હી દરિયો બનીને સપનાંની નદીઓને પોતાની અંદર સમાવી લે છે. જોસેફના મનમાં પણ દિલ્હીની હવાઓએ નવું સપનું આપ્યું. દિલ્હીમાં નવા મિત્રો બન્યા. કેટલાક મિત્રો સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરતા હતા. તેમને જોઈને સહજ આકર્ષણ થયું અને 2012માં પહેલો પ્રયાસ આપ્યો. એમ જ જાણવા ખાતર કે અનુભવ લેવા માટે. સ્વાભાવિક છે તેમાં પાસ તો ના થવાયું પણ એટલી તો ખબર પડી કે આ પરીક્ષા આપી શકાય છે, આ પરીક્ષા અસંભવ નથી, આ પરીક્ષા ખંત અને આયોજનથી પાર પાડી શકાય છે. હવે નોકરી સાથે તૈયારી અઘરી હતી. નર્સના માથે ઘણી જવાબદારીઓ હોય છે. એ પણ જ્યારે તમે ટ્રોમા સેન્ટરના આઈ. સી. યુ.માં કામ કરતા હો અને ગરીબ ઘરની જવાબદારી ખભે હોય ત્યારે એ જવાબદારીનો ભાર બમણો જ થઇ જાય છે. દિવસની શિફ્ટ મન અને શરીરની થકવી નાખે એવી હોય છે. પોતાની શિફ્ટ પતાવીને જોસેફની જાણે બીજી શિફ્ટ શરૂ થઇ જતી! જોસેફની પૃષ્ઠભૂમિ વિજ્ઞાનની. પોલિટી કે ઇકોનોમી જેવા વિષયો તેમના માટે અઘરા હતા. દર મહિને બાર કલાકની છ નાઈટ શિફ્ટ અને રોજની આઠ કલાકની શિફ્ટ વચ્ચે આ વિષયો સમજવા અને તૈયાર કરવા માટે ખૂબ જ એકાગ્રતા જોઈએ. તેમણે નવી દિલ્હીમાં જ કોચિંગ ક્લાસમાં અભ્યાસ શરૂ કર્યો. શરૂઆતના તબક્કાઓમાં ઘણી નિષ્ફ્ળતા મળી. પણ આઈ. સી. યુ.માં એક જ વાત શીખવા મળી હતી- ધૈર્ય. ધીરજ હશે તો ગમે તેટલી મોટી મુસીબત સરળતાથી પાર કરી શકાશે. તેઓ કહે છે, ‘બધા કહે છે કે અમુક કલાક વાંચવું જોઈએ. મારા માટે એ શક્ય જ નહોતું. ક્યારેક બે કલાક તો ક્યારેક ચાર તો ક્યારેક આઠ કલાક. ક્યારેક વંચાતું જ નહીં. પણ ઘીમે ધીમે મેં મારી જાતને કેળવી લીધી. મારો મુખ્ય વૈકલ્પિક વિષય માનસશાસ્ત્ર-સાઇકોલોજી હતો. મારા એક પ્રયાસમાં મારા માર્ક્સ ઘણા સારા હતા, પણ સાઇકોલોજી વિષય ખેલ બગાડી રહ્યો હતો. એટલે પછી એ વિષય પર વધુ ધ્યાન આપવાનો પ્રયાસ કર્યો.’ મનોવિજ્ઞાનનો અભ્યાસ એ સિવિલ સેવા પરીક્ષાના નીતિશાસ્ત્રના તેમજ નિબંધના પ્રશ્નોમાં મદદ કરે છે. આ વિષયથી ભાવનાત્મક સમજણ કેળવાય છે, જે પર્સનાલિટી ટેસ્ટ વખતે પણ ઉપયોગી થાય છે અને વ્યક્તિગત જીવનમાં આ વિષય એટલો જ ઉપયોગી છે. બે પેપરમાંથી એક પેપર સૈદ્ધાંતિક અને બીજું પ્રાયોગિક પાસાઓ પર આધારિત છે. સૈદ્ધાંતિક પેપરનો પડકાર એ છે કે તેની ભાષા શાસ્ત્રીય છે, આનુષંગિક અને સૈદ્ધાંતિક શબ્દપ્રયોગો વધુ ગુણ અપાવી શકે. તેઓ કહે છે, ‘જ્યારે અભ્યાસ કરો ત્યારે પરીક્ષાના તબક્કાઓ મુજબ ન કરો. પ્રીલિમિનરી, મેન્સ કે ઇન્ટરવ્યૂ માટે જુદી તૈયારી ન હોઈ શકે, બધાની તૈયારી સાથે જ હોય. મગજને એવી તાલીમ આપવી પડે કે એવી રીતે કેળવવું પડે. સમગ્રતાથી અભ્યાસ કરવો. આ તૈયારીઓમાં સમય સૌથી અગત્યનું પાસું હોય છે. ઘણાંબધાં સોર્સ અને પુસ્તકો પાછળ સમય વેડફવાની જરૂર નથી. મેં એક અખબાર અને મર્યાદિત પુસ્તકો પસંદ કરી લીધાં હતાં. મારી પાસે જ નોટ્સ હતી, તેને હું મૂળ ટેક્સ્ટ સાથે સરખાવતો અને ખૂટતી માહિતી ઉમેરી દેતો. આમ મારો સમય અને શક્તિ બંને બચાવીને હું તૈયારી કરી શક્યો. મેં નોટ્સ પર વધારે ધ્યાન આપેલું.’ તેઓ કહે છે, ‘જરૂરી નથી કે બધાની એક જ રણનીતિ હોય. અન્ય સફળ માણસોની રણનીતિ બેઠી લાગુ કરી શકાય એમ નથી. દરેકના સમય સંજોગ આવડત અને ક્ષમતા અલગ અલગ હોય છે. પોતાની જાત પર વિશ્વાસ મૂકીને પોતાના માટે શ્રેષ્ઠ રસ્તો પસંદ કરવો જરૂરી છે. આખરે મહેનત રંગ લાવી. જોસેફ કે. મેથ્યુનો લક્ષ્યવેધ થયો અને પાંચમા પ્રયાસમાં ઓલ ઇન્ડિયા રેન્ક 574 સાથે તેમની અંતિમ યાદીમાં પસંદગી થઇ. જોસેફ મેથ્યુનો લક્ષ્યવેધ પોતીકી આવડત પર વિશ્વાસ અને પરિસ્થિતિ મુજબ પડકાર ઝીલવાની શીખ આપે છે.
    Click here to Read More
    Previous Article
    સાવધાન:તમારા ભોજનમાં ‘ધીમું ઝેર’ તો નથીને?
    Next Article
    તર...બ...તર:સમર્પણ : સ્ત્રી નામના સિક્કાની બીજી બાજુ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment