Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસ્તિત્વની અટારીએથી:હાઇબ્રિડ ધુળેટીના ઝાંખા રંગ…

    1 week ago

    ભાગ્યેશ જહા એ દિવસો યાદ આવે છે જ્યારે મિત્રો સાથે ગજબ હોળી રમતા. એકબીજાને રંગે રંગી નાખવા, એકબીજા પાછળ દોડવું, પકડવા અને પછી જાતજાતના રંગોથી એવા રંગી નાખવા જેનાથી એ ઓળખાય પણ ન શકે. એ દિવસો મસ્તીના હતા અને આજના દિવસો પણ મસ્તીના છે.‌ આજે પણ હોળી રમવાની બહુ જ મજા આવે છે, કદાચ તાકાત ઓછી એટલે મસ્તીના પ્રકારમાં થોડો ફેરફાર થાય પણ લાગણીઓના કે ઉત્સાહનાં મોજાંઓ તો એમને એમ છે. મજા આવે છે. થોડો સમય પણ આપણી ઔપચારિક ઓળખ ઓલવાઇ જાય એવા ઉત્સવમાં ઘેલા થવું એ બહુ મોટી વાત છે, પરંતુ આ સાર્વત્રિક રીતે સાચું નથી.‌ સમાજમાં સારા લાગવું એટલે દંભી હોવું એ વ્યાખ્યા બહુ ભયાનક રીતે વિકસી છે. નૈસર્ગિક રીતે જે લોકો આનંદ કરી શકતા નથી એમને ઘણીબધી વખત હોળી કે ઉત્તરાયણમાં થતી બૂમાબૂમ સમજાતી નથી.‌ એ. આઇ. હજી પુરબહારમાં પ્રગટી નથી તેમ છતાં ‘ફેક યુગ’ની ઘણીબધી અસરો દેખાય છે.‌ ઘણા સ્થૂળ રીતે હોળી રમતા હોય, પણ એમનું એ ‘રમવું’ ફેક હોય. જ્યાં મનુષ્યે હળવાફૂલ થઈને પ્રકૃતિમાં થતા ફેરફારને સ્વીકારીને નાચી ઊઠવાનું હોય ત્યાં ઔપચારિકતાનો હુમલો થાય એ બદલાતા જતા સમયનો વળાંક છે. મને બરાબર યાદ આવે છે કે, એક વખત વડોદરામાં એવી હોળી રમ્યા કે કપડાંમાંથી રંગ ગયો જ નહીં. ડાઘા નહોતા, પણ શર્ટનો રંગ બદલાઈ ગયો. સમયનો રંગ આ જાદુ કરી રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કોઈને તોડી પાડવા માટે ઉડેલાં વિમાનો આમ તો દૂરનું ડેવલપમેન્ટ છે. એક કમ્પ્યૂટરમાં છુપાયેલું સસલું છે તો બીજું દૂર આકાશમાં ઊડતું વિરાટ પંખી છે. પરંતુ બંને જનસામાન્યના મસ્તિષ્કમાં આંદોલન જગવે છે. રોજ ડિજિટલ એરેસ્ટની વાતો વાંચનારી ગૃહિણી ધીરે ધીરે ડિજિટલ પરાયાપણાનો અનુભવ કરવા માંડે છે. જે રીલ્સ દ્વારા ‘રસોઈ શો’ જેવા લોકપ્રિય કાર્યક્રમ જુએ છે. જે ફોન એને આટલું બધું મનોરંજન આપે છે એ એને ફસાવી પણ શકે, એની બચત ના પૈસા ઉઠાવી પણ શકે. આ શક્યતાઓના જુદા જુદા રંગ એના મનમાં પારકું અને પોતાનું અંગત અને બિનઅંગત એવા ભાવ સાથે મોબાઇલનું વાઇબ્રેશન એને દુભવે છે. એકવાર એક પ્રવચનમાં મેં કહેલું કે આપણને ખબર ન પડે એ રીતે જેમ પૂંછડી શરીરમાંથી અદૃશ્ય થઈ ગઈ એવી રીતે ધીરે રહીને સ્માર્ટફોન આપણું એક ઉપાંગ બની ગયું. હવે આ અંગત ઉપાંગમાં જગત આખું આવીને ‘દખલ’ કરે, એના લીધે 24 કલાક હાથમાં રહેતા ફોન ઉપર શંકાથી જોવાનું શરૂ થયું. બહુ સૂક્ષ્મશંકા થવા લાગી પણ પણ મન હલી જાય, વિશ્વાસ ડગી જાય એવું તો કશુંક થઇ રહ્યું છે. ધુળેટી રમવા આવનાર થોડા ઔપચારિક લાગે છે અથવા સંબંધો જેવા હતા એના કરતાં છીછરા લાગે છે એનું કારણ મનમાં પ્રવેશેલો આ વાઇરસ છે. માણસે એક બીજો ઉપાય શોધ્યો છે. ઉતરાણ છે, પણ પવન નથી. પતંગ છે પણ સાથીદાર અગાસીઓ ગજવતા નથી. એટલે માણસે હવે ફટાકડા પણ ફોડવા માંડ્યા. ધુળેટીના દિવસે બરાબર મિત્રો સાથે રમ્યા પછી, એકબીજાને રંગી દીધા પછી હવે ગરબા ગાવામાં આવે છે. આ ટ્રેન્ડ છે, ઉત્સવ અથવા પ્રસંગમાં કોઈપણ કારણસર નાચી લેવું. લગ્નમાં પણ હવે સૌથી વધારે સમય અને ઊર્જા નાચવામાં જ જાય છે, કારણ કે જે પાયા પર ઉત્સવ કે પ્રસંગ યોજાતો હતો એના વિશે સમજણ કાં તો ઓછી થઈ છે અથવા કૃત્રિમતા પ્રવેશતાં એમાં હળવા થવાની જે વ્યવસ્થા હતી એ શિથિલ બની છે. એટલે માણસ છે આ બધી બારીઓ ખોળવી પડે છે. એટલે આ સંમિશ્રિત ઉત્સવો અને એનાં હાઇબ્રિડ રૂપરંગ એ એક પડાવ છે કે પડકાર છે એના વિશે ચર્ચા અને ચિંતા કરવી જોઈએ. આપણા ઉત્સવો જે રીતે પાતળા પડતા જાય છે એનાં માટે બે કારણો વર્તમાન કાળના સંદર્ભમાં યુગપ્રભાવ તરીકે લેવાં જોઇએ. હમણાં બુકર પ્રાઇઝ જીતનારા કિરણ દેસાઇની એક દળદાર નવલકથા (670 પૃષ્ઠની) આવી છે, The loneliness of Sonia and Sunny. આજના સમયમાં માણસને ‘એકલતા’નો રોગ થયો છે. જે લોકો એકલતાને એકાંતમાં ફેરવી નથી શકતા, એ લોકો એક પ્રકારની બિન-સામાજિકતાનો ભોગ બને છે. સમૂહજીવન કે સામૂહિકતા માટે આવશ્યક એવી આંતરિક-ભૂખ જ નથી ઊપજતી. તેને કારણે ઉત્સવમાં અનિવાર્ય એવો ઉત્સાહ આવતો નથી. મજા માટેની કોઇ પણ પ્રવૃત્તિ અંદરના ધક્કા વગર ફિક્કી બને છે. ધુળેટીના રંગની માત્રા કે વિવિધતા ધુળેટી નથી રચી શકતા. પહેલાં રંગ અંદર રંગ જમાવે તો બહાર ઉભેલા મિત્રો સાથે વાત જામે છે. આપણા ઋષિઓ ત્રણ ત્રણ વાર ‘ૐ શાંતિ:’ બોલતા હતા કારણ કે જીવનના પૂર્ણ આનંદ માટે આસપાસ ચોપાસ શાંતિ હોવી જોઈએ. દૂર યુદ્ધ ભૂમિ પર એંશી વિદ્યાર્થિનીઓની લાશના ફોટા તમે ન જોયા હોય તો પણ તમારા મનના ખૂણે એક પ્રકારની ગમગીની પ્રગટે જ છે.‌ 2026ની ધુળેટી ધીરે રહીને કાળના મહાચક્રમાં સરકી ગઇ, પણ એના રંગ અને એની ઝાંખપ સ્પર્શી ગઇ. ઉત્સવની ઝાંખપ મનુષ્યને ખબર ન પડે તેવી રીતે થોડો ખાલીપો અને એકલતા ઉમેરે છે. જે બચ્યા તે જીત્યા, તે જીવ્યા!
    Click here to Read More
    Previous Article
    વિચારોના વૃંદાવનમાં:આપણે સ્વતંત્રપણે જે નિર્ણય લઇએ છીએ, તે નિર્ણય પણ ખરેખર આપણો હોય છે ખરો?
    Next Article
    સાવધાન:તમારા ભોજનમાં ‘ધીમું ઝેર’ તો નથીને?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment