Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એન્કાઉન્ટર:દેશની માતૃભાષા સંસ્કૃત કેમ નથી?

    1 week ago

     દેશની માતૃભાષા સંસ્કૃત કેમ નથી? (ગૌરવ ગાંધી, ગીર-ગઢડા) - તો હવે કહો, કુંવરજી… દેશની પિતૃભાષા કઇ?  નરેન્દ્ર મોદી જેટલું અને જેવું કામ કરનારો બીજો વડાપ્રધાન થશે ખરો? (રમણ પટેલ, મહેસાણા) - હું કરી આપત… પણ તમને ભરોસો જ નથી ત્યાં....!  તમારા લેખો વાંચીને ગુજરાતમાં બધા હસે છે ને કાઠિયાવાડમાં બધા ‘દાંત કાઢે છે’, એવું કેમ? (વિદુર પંડ્યા, ગાંધીનગર) - તો ગાંધીનગરવાળા ચૂપ કેમ છે?  હનુમાનજી લંકા ગયા, ત્યારે વિઝાની જરૂર પડી નહીં હોય? (પ્રમોદ જૈન, ગોધરા) - પ્રભુ શ્રીરામ નામનો પ્રચંડ વિઝા એમની પાસે હતો!  આ વર્લ્ડ-કપ કોણ જીતશે?(મહેશ પરમાર, ઉમરેઠ) - આવો સવાલ પૂછવો, તમને શોભે છે?  ડૉનાલ્ડ ટ્રમ્પ જેવો માણસ ભારતનો નેતા બની જાય તો શું થાય? (કૌશિક રાઠોડ, સાયલા) - તો તમને ‘નેતા’ અને ‘માણસ’ વચ્ચેનો ભેદ ખબર પડી જાત!  સ્ત્રીનું સર્જન કર્યા પછી પરમાત્માને કોઇ આરામ મળ્યો નથી, એ વાત સાચી?(ધૈર્ય ગુપ્તા, આણંદ) - મને શી ખબર? હું તો પુરુષ છું.   ટીવી કાર્યક્રમોની વચ્ચે જાહેરખબરો બેશુમાર આવે છે... (મહેન્દ્ર વાઘેલા, ઉમરાળા) - એટલે જ તમે કાર્યક્રમો જોઇ શકો છો.  હળવદના બ્રાહ્મણો સાચ્ચે જ આટલા બધા લાડુ ખાઈ જતા હશે? (ઘનશ્યામ અંજારીયા, વડોદરા) - ના. સાથે આઠ-દસ પૂરી, 3-4 શાક, દાળ ને કચૂંબરો તો ખરાં જ! દુનિયાની વસ્તી ઓછી કેમ થતી નથી?(ધીમંત મહેતા, સુરત) - ઉપરવાળાના ખૌફની બસ... એક ક્ષણની જરૂર પડે!  રોજ સવાર-સાંજ મહિલાઓનું શોષણ ને બીજી બાજુ મહિલા દિનની ઉજવણી?(અબ્બાસ કૌકાવાલા, સુરત) - તમને પુરુષોનું શોષણ નજરમાં જ આવતું નથી?  કેમ છો? મજામાં?(રાજીવ પ્રજાપતિ, ...?) - શું હાથમાં આવ્યું તમારા? તમને તો તમારા ઘરબારનીય ખબર નથી!  ...‘હાલો’ અને ‘હૈંડૉ’માં કેટલો ફેર?(વિપુલ ચપલા, વડોદરા) - ‘ચલો’ જેટલો.  ‘જેનો રાજા વેપારી, એની પ્રજા ભિખારી’, એ કહેવત સાચી હશે? (પ્રફુલ્લ દવે, ભાવનગર) - ખોટો માણસ પકડી લીધો તમે! હું વેપારીય નથી ને ભિખારીય નથી!  ...ગૌતમ ગંભીર કાયમ ગંભીર જ કેમ રહે છે? (દેવાંગ વ્યાસ, અમદાવાદ) - એ પણ એક જ વાર પરણેલો છે!  પત્ની અને સૂર્યમાં સામ્ય શું?(વંદિતા વૈદ્ય, વાંકાનેર) - બંનેની સામે એકીટશે જોઈ શકાતું નથી, જોશો તો આંખે અંધારા આવી જશે!  2026 દેશની સૌથી મોટી સમસ્યા કઈ છે?(રમણીક પટેલ, પાટણ) - પેટ્રોલ-ડીઝલના ભાવ અને ફેસબુક પર લાઈક્સ ન મળવી.  માણસ પરણ્યા પછી કેમ ગંભીર થઈ જાય છે? (પરાત્પર પંડ્યા, પાલનપુર) - કારણ કે એને સમજાય છે કે ‘શુભ મંગલ સાવધાન’માં ‘સાવધાન’ શબ્દ ખોટો નહોતો વપરાયો.  ડોક્ટરના અક્ષર ખરાબ કેમ હોય છે?(દ્વિજ દોશી) - એટલા માટે કે દર્દીને ખબર ન પડે કે દવા કઈ છે અને એણે મરવાનું છે કે જીવવાનું!  પ્રેમ આંધળો હોય છે, તો લગ્ન શું છે?(ફેનિલ ફોજદાર, દામનગર) - લગ્ન એ ‘આઈ-ઓપનર’’(આંખ ઉઘાડનાર) સર્જરી છે.  રાજકારણીઓ ચૂંટણી પછી ગાયબ કેમ થઈ જાય છે? (રતનસિંહ રાજપૂત, રાજસમઢિયાળા) - તેનું કારણ એ કે એમને શોધવા માટે તમારે ફરી પાંચ વર્ષની ‘તપસ્યા’ કરવી પડે.  પત્ની રિસાય ત્યારે શું કરવું?(કમલ કુંળડીયા, સાવરકુંડલા) - ગૂગલ પર સર્ચ ન કરવું, સીધું જ્વેલરની દુકાને પહોંચી જવું.  સાસુ અને વહુ વચ્ચેના ઝઘડા ક્યારે બંધ થશે? (સીમા સામાણી, સુરત) - જ્યારે ટીવી પર સિરિયલો બંધ થશે ત્યારે.  T 20 ‌‌વર્લ્ડ કપ કોણ જીતશે?(તુલસીદાસ તાજપરા, તારાપોર) - જે સૌથી વધુ રન બનાવશે તે!  ડાયેટિંગ એટલે શું?(ધરા ધાનાણી, ધાંગધ્રા) - ભાવતી વસ્તુ ખાવાની ઈચ્છા દબાવીને ન ભાવતી વસ્તુ મન મારીને ખાવી તે.  કંજૂસ કોને કહેવાય?(જલ્પેશ જાળીયા, જામખંભાળીયા) - જે મફતનું પાન ખાવા માટે બે-ચાર કિલોમીટર ચાલીને જાય.  પતિ- પત્નીમાં હોશિયાર કોણ?(દિગંત દાવડા, દ્વારકા) - પત્ની જ, કારણ કે એણે પોતાનાથી વધુ હોશિયાર વ્યક્તિ સાથે લગ્ન કર્યા હોય છે!  આજના જમાનામાં સાચો પ્રેમ ક્યાં મળે? (પુલકિત પાનશેરિયા, પડધરી) - માત્ર ડિક્શનરીમાં ‘P’ અક્ષરની નીચે.  સ્કૂલની યાદો કેમ હંમેશાં મીઠી હોય છે? (મિનાબ મસાણી, મીઠાપુર) - કારણ કે ત્યારે હોમવર્ક સિવાય બીજી કોઈ જવાબદારી નહોતી.  શેરબજાર-પત્નીના મૂડમાં શું સામ્ય? (વિમલ વડવાળા, વડનગર) - બંને ક્યારે ગબડશે તેની આગાહી કોઈ જ્યોતિષ કરી શકતું નથી.  સૌથી મોટું દુઃખ કયું?(વીણા વડદડ, વલસાડ) - લગ્નમાં ગયા હોઈએ અને પનીરનું શાક પતી જાય તે!  વકીલો કેમ હંમેશાં કાળો કોટ પહેરે છે? (બંસીલાલ બસિયા, બાલાસિનોર) - અંદરનું ‘કાળું-ધોળું’ બહાર ન દેખાય એટલે.
    Click here to Read More
    Previous Article
    મૂવી માર્વેલ:સ્ત્રીની ઇમેજ બદલવામાં બોલિવૂડનો ફા‌ળો કેટલો?
    Next Article
    માય સ્પેસ:પૂછો: તમારા જીવનમાં મહત્ત્વના પુરુષને...

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment