Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૂવી માર્વેલ:સ્ત્રીની ઇમેજ બદલવામાં બોલિવૂડનો ફા‌ળો કેટલો?

    1 week ago

    મીરાં ત્રિવેદી ભારતીય સિનેમાનો સુવર્ણ યુગ માત્ર સંગીત કે અભિનય માટે જ નહીં, પણ સ્ત્રી પાત્રોનાં મજબૂત નિરૂપણ માટે પણ જાણીતો છે. આજે આઠ માર્ચ એટલે કે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ના અવસરે આપણે સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ, ત્યારે સમાજમાં સ્ત્રીની છબી બદલવામાં મોટો ફાળો આપ્યો છે એવી સશક્ત સિનેમા અને સિનેતારિકાઓ આપોઆપ યાદ આવે છે. જ્યારે સિનેમાની શરૂઆત થઈ ત્યારે સ્ત્રી પાત્રો પુરુષો ભજવતા હતા. દાખલા તરીકે ‘રાજા હરિશ્ચંદ્ર’ ફિલ્મ. પરંતુ સમય જતાં, ‘ફર્સ્ટ લેડી ઓફ ઇન્ડિયન સિનેમા’ તરીકે ખ્યાત દેવિકા રાણી જેવી લિજેન્ડરી અભિનેત્રીઓએ આ ક્ષેત્રમાં ડગ માંડ્યાં. તેમણે માત્ર અભિનય જ નહીં, પણ ‘બોમ્બે ટોકીઝ’ સ્ટુડિયોનો સુપેરે વહીવટ સંભાળીને સાબિત કર્યું કે સિનેમામાં સ્ત્રીઓનું સ્થાન માત્ર પડદા પર જ નહીં, પણ પડદાની પાછળ વ્યવસ્થાપનમાં પણ છે. બિમલ રોય અને ગુરુ દત્તની ફિલ્મોનાં સ્ત્રી પાત્રો હિન્દી સિનેમાના આ બે દિગ્ગજ દિગ્દર્શકોએ સ્ત્રીઓની મનોસ્થિતિને ખૂબ જ ઝીણવટપૂર્વક પડદા પર ઉતારી હતી. ‘બંદિની’ અને ‘સુજાતા’ ફિલ્મમાં નૂતને ગંભીર અને મૌન પાત્રો ભજવ્યાં. તેમાં સ્ત્રીના આંતરિક સંઘર્ષ અને સમાજની રૂઢિચુસ્તતા સામેનો મૂક વિદ્રોહને દર્શાવ્યો. ‘સુજાતા’માં અસ્પૃશ્યતા સામે લડતી સ્ત્રીની સંવેદના હતી. તો ગુરુ દત્તની ‘સાહિબ બીબી ઔર ગુલામ’ ફિલ્મમાં મીના કુમારીએ ભજવેલું ‘છોટી બહૂ’નું પાત્ર એક ઉમરાવ પરિવારની સ્ત્રીની એકલતા અને તેની અવગણનાની કરુણ ગાથા હતી. ‘ટ્રેજેડી ક્વીન’ મીના કુમારીનાં પાત્રો હંમેશાં સ્ત્રીની સ્વતંત્ર ઈચ્છા અને પ્રેમની ઝંખનાના પ્રતિનિધિ હતાં. મીના કુમારી અને મધુબાલાએ પડદા પર ફક્ત સુંદરતા જ નહીં, પરંતુ વ્યાવસાયિક સ્તરે પોતાની શરતો પર કામ કરવાની હિંમત બતાવી હતી. ‘ગાઈડ’ ફિલ્મની ‘રોઝી’ (વહીદા રહેમાન) નું પાત્ર યાદ કરો. તે નિષ્ફળ લગ્નનાં બંધનો ફગાવીને પોતાનાં નૃત્યનાં સપનાં પૂરા કરવા માટે ઘર છોડે છે. સાઠના દશકમાં આવું પાત્ર દર્શાવવું એ ખૂબ મોટું ક્રાંતિકારી પગલું હતું. વહીદા રહેમાનનાં પાત્રોમાં હંમેશાં ગરિમા જોવા મળતી. તે સમયની યુવતીઓ માટે પ્રેરણારૂપ હતું. સ્ત્રી સશક્તિકરણ અને સમાંતર સિનેમા 1960 અને 1970ના દાયકામાં સ્મિતા પાટીલ અને શબાના આઝમીએ સિનેમાને એક નવો વળાંક આપ્યો. ‘અર્થ’, ‘મંથન’, ‘ભૂમિકા’- ‘મિર્ચ મસાલા’ જેવી ફિલ્મોએ સાબિત કર્યું કે સ્ત્રી પાત્રો માત્ર ગીતો ગાવાં કે રડવાં માટે નથી. દીના પાઠકે ‘મિર્ચ મસાલા’માં ગામડાની સ્ત્રીઓની સામૂહિક તાકાતનું અદભુત પ્રદર્શન કર્યું. વર્તમાન સિનેમા ‘પિંક’, ‘થપ્પડ’ કે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ‘મર્દાનગી’ વગેરે મહિલાપ્રધાન ફિલ્મોનો પાયો તો હિંદી સિનેમામાં નખાયેલો જ હતો. જૂના સમયમાં સેન્સરશિપ અને સામાજિક મર્યાદાઓ વધુ હતી, છતાં લેખકો અને દિગ્દર્શકોએ સ્ત્રીના અસ્તિત્વને ગરિમાપૂર્ણ રીતે રજૂ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માત્ર એક દિવસની ઉજવણી નથી, પણ રૂઢિચુસ્ત સમાજમાં પોતાની ઓળખ બનાવનારી એ તમામ સ્ત્રીઓના સંઘર્ષને સલામ કરવાનો અવસર છે. હિન્દી સિનેમા એ વાતનું સાક્ષી છે કે સ્ત્રી માત્ર સુંદરતાનું પ્રતીક નથી, પણ તે બુદ્ધિશાળી, હિંમતવાન અને પરિવર્તન લાવનારી શક્તિ છે. ‘બંદિની’નું ધૈર્ય, ‘મધર ઈન્ડિયા’ની માની મક્કમતા અને ‘પાકીઝા’ની સંવેદનશીલતા - આ બધું જ મળીને ભારતીય સિનેમાના ઈતિહાસને સમૃદ્ધ બનાવે છે. આમ, ક્લાસિક ફિલ્મોએ નારીત્વનાં વિવિધ પાસાંઓને -એક માતા, એક પ્રેમિકા, એક બળવાખોર અને એક કલાકાર તરીકે જે રીતે ન્યાય આપ્યો છે, તે આજે પણ યાદગાર છે. મધર ઈન્ડિયા: સંઘર્ષ અને સ્વાભિમાનનું પ્રતીક જૂના સિનેમાની વાત નીકળે અને 1957ની ‘મધર ઈન્ડિયા’ યાદ ન આવે તે અશક્ય છે. નરગીસે ભજવેલું ‘રાધા’નું પાત્ર આજે પણ ભારતીય નારીની સહનશક્તિ અને આદર્શવાદનું સૌથી મોટું ઉદાહરણ છે. એક સ્ત્રી જ્યારે અન્યાય સામે લડવા માટે પોતાના પુત્રનો ભોગ આપતા પણ અચકાતી નથી, ત્યારે તે પાત્ર વૈશ્વિક સ્તરે નારીવાદનું પ્રતીક બની જાય છે. ‘મર્દાનગી’: સ્ત્રી સશક્તિકરણનું સચોટ ઉદાહરણ આધુનિક સમયમાં રાની મુખર્જીની ‘મર્દાની’ ફિલ્મ સ્ત્રી સશક્તિકરણનું સચોટ ઉદાહરણ પૂરું પાડે છે. માનવ તસ્કરીગંભીર વિષય પર બનેલી આ ફિલ્મમાં સ્ત્રીની શારીરિક અને માનસિક તાકાતનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ‘મર્દાની’ એ વાત પર ભાર મૂકે છે કે જ્યારે અન્યાય સામે લડવાની વાત આવે ત્યારે સ્ત્રી માત્ર કોમળ નથી, પણ રણચંડી પણ બની શકે છે. ફાતિમા બેગમ: ભારતનાં પ્રથમ મહિલા દિગ્દર્શક. 1926માં તેમણે પ્રોડક્શન કંપની ‘ફાતમા ફિલ્મ્સ’ શરૂ કરી. તે જ વર્ષે ‘બુલબુલ-એ-પારિસ્તાન’ નામની પ્રથમ કાલ્પનિક ફિલ્મનું દિગ્દર્શન, નિર્માણ કર્યું હતું. તેમણે ટ્રીક ફોટોગ્રાફી સાથેની ફિલ્મો બનાવી અને સિનેમામાં મોટું યોગદાન આપ્યું. લતા મંગેશકર અને આશા ભોંસલે: આ બંને પાર્શ્વગાયિકાએ પોતાના અવાજથી સ્ત્રીની દરેક ભાવનાને પ્રેમ હોય, વિરહ હોય કે ભક્તિ હોય – અમર બનાવી દીધી.
    Click here to Read More
    Previous Article
    મજાતંત્ર:પત્ની કે મમ્મી: જરૂર પડે ત્યારે યાદ આવે
    Next Article
    એન્કાઉન્ટર:દેશની માતૃભાષા સંસ્કૃત કેમ નથી?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment