Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મજાતંત્ર:પત્ની કે મમ્મી: જરૂર પડે ત્યારે યાદ આવે

    1 week ago

    ચેતન પગી કોઈ પણ વ્યક્તિ, ઘટના, પ્રસંગ કે પરિસ્થિતિ માટે ‘દિવસ’ ફાળવી દેવામાં મોટો ફાયદો એ છે કે એમના વિશે આપણે ચિંતા કરીએ છીએ એ‌વું પુરવાર કરી શકાય. જેમ કે આપણને પર્યાવરણની ચિંતા છે એવું દર્શાવવાઆપણે વરસની કોઈ એક તારીખને ‘અર્થ ડે’ કે ‘પર્યાવરણ દિવસ’ તરીકે ફાળવી દીધો છે. એ જ રીતે અહિંસામાં માનીએ છીએ એવું દર્શાવવા બાપુના બર્થ ડે ને આપણે ‘અહિંસા દિવસ’ તરીકે મનાવી નાખીએ છીએ, ભલે આખી દુનિયામાં ખૂનામરકી ચાલી રહી હોય! જે કાયદાનો અમલ આખું વરસ કરવાનો હોય એના પાલન માટે પોલીસ ડ્રાઇવ ચલાવે એટલા દિવસ આપણે કાયદાનું પાલન કરીએ એના જેવી એવી વાત છે. આ જ રીતે આપણે દર વરસે 8મી માર્ચે મહિલા દિવસ મનાવીએ છીએ. મહિલાઓને માઠું લાગે નહીં એ માટે આપણે એમને આ તારીખ આપી દીધી છે, પણ દર 8મી માર્ચે સવાલ એનો એ જ રહે છે. જેમના માટે વરસનો એક દિવસ ફાળવ્યો છે એ મહિલાઓની વર્ષના બાકીના દિવસ કેટલી ચિંતા કરીએ છીએ? લેખકોને પંદરમી ઓગસ્ટે દેશભક્તિ વિશે અને ચૌદમી ફેબ્રુઆરીએ પ્રેમ વિશે લખવું પડે છે એમ આઠમી માર્ચે મહિલાઓ વિશે લખવું પડે છે. બાવા બન્યા હોય તો પણ ક્યારેક હિન્દી ન બોલીએ તો હવે કોઈ ડાઉટ કરતું નથી, પણ આઠમી માર્ચે મહિલાઓ વિશે ન લખાય તો લોકો લેખકની આગળ લબ્ધપ્રતિષ્ઠિત નામનું વજનિયું દૂર કરી દે એવી પાકી શક્યતા રહેતી હોય છે. તમે એક વસ્તુ માર્ક કરી? જે મહિલાઓને ઘરનો ઊંબરો ઓળંગવા માટે વરસોના વરસ વાટ જોવી પડી એ મહિલાઓ હવે સોશિયલ મીડિયા દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચી શકે છે. આપણા સમાજે સદીઓથી કરેલા અન્યાયનો બદલો મહિલાઓ ‘ઇન્સ્ટાગ્રામ’ પર લઈ રહી છે. સ્ત્રીઓને ઘૂમટો તાણી રાખવો પડે એવું કહેનારા પુરુષો આજે ઘૂમટો જેવું જ કશું તાણીને ‘ઇન્સ્ટાગ્રામ’ પર મહિલાઓ પર નજર રાખી રહ્યા છે. ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની સૌથી મોટી નિરાંત એ છે કે આ દિવસ ગામ આખાની મહિલાઓ માટે હોય છે. ઘર, ઓફિસ કે આડોશપાડોશમાં કામ કરતી, સાથે રહેતી સ્ત્રી પણ મહિલા હોય છે એ સસ્પેન્સની ખબર બહુ ઓછા લોકોને હોય છે. મોસ્ટ કેસમાં પુરુષને ‘સ્ત્રી’ કે ‘મહિલા’ જેવું કશું હોય છે એ ત્યારે યાદ આવે છે જ્યારે તે લઘુ કે ગુરુશંકાના નિવારણ માટે જાય છે અથવા તો કોઈ ફોર્મ ભરતી વખતે લિંગના ખાનામાં ટિક મારવાની હોય. કારણ માત્ર એટલું જ કે ઘરમાં તમને શેનું શાક નથી ભાવતું એ યાદ રાખનાર સ્ત્રી, ઓફિસમાં તમને કામમાં હેલ્પ કરતી સ્ત્રી કે તમે બહારગામ હો ત્યારે તમારા ઘરના કૂંડામાં પાણી રેડતી આડોશપાડોશની સ્ત્રી પણ ‘મહિલા’ હોય છે એ તો સાલું ધ્યાન બહાર જ રહી જાય છે. આ પ્રકારની ‘મહિલાઓ’માં પ્રોબ્લેમ એ હોય છે કે તે માંદી પડે, રજા પર જાય કે બહારગામ હોય ત્યારે જ તે ‘છે’ એ યાદ આવે છે. મહિલાઓ મોટા ભાગે ‘મિસ્ટર ઇન્ડિયા’ જેવી હોય છે. તેનું કામ દેખાય પણ એ પોતે ભાગ્યે જ દેખાય. જો આવું ન હોત તો ‘ગાંધી જયંતી’ની જેમ ‘કસ્તુરબા જયંતી’એ પણ આપણને ખાદીની ખરીદીમાં વળતર ન મળતું? ચરખો તો બા પણ કાંતતાં જ હતાને! જો કે આ ‘નહીં દેખાવા’વાળી વાત સપાટ સાચી પણ નથી. જ્યારે જોવી હોય ત્યારે તો સ્ત્રી (અહીં ‘મહિલા’ સારું નહીં લાગે) દેખાય જ છે. ખાતરી ન થતી હોય તો માર્ક કરજો ઓફિસ કે હોલમાં તૈયાર થઈને આવેલી અજાણી સ્ત્રી પ્રવેશે ત્યારે કેટલા હાથ માથાના વાળ સરખા કરવા ઊંચા થાય છે? સરકારી બેન્કમાં તમે પૈસા ભરવાનું ફોર્મ ત્રણ વાર માગો ત્યારે મળે પણ જો માગનાર લેડિઝ હોય તો સેકન્ડના સોમા ભાગમાં ફોર્મ તો શું લોન પણ મળી જાય. આવાં જ દૃશ્યો ટ્રેનમાં પણ જોઈ શકાય છે. સહપ્રવાસી જો લેડિઝ હોય તો ‘ભઈ, તમને વાંધો ન હોય તો…’ એવા વાક્ય સાથે તમારે લોઅર બર્થ ખાલી કરવાની તૈયારી રાખવી પડે છે. આ સગવડથી મહિલાઓ પણ ઓછી રાજી નથી થતી. સાહિત્યિક ચર્ચામાં, છાપાના લેખમાં કે સોશિયલ મીડિયાની પોસ્ટમાં ‘સ્ત્રી ખરેખર શું ઈચ્છે છે એ કોઈને ખબર નથી‘ એવી અઘરી વાતો કરવાની મજા જ કંઈક અલગ છે. આવી મજા સ્ત્રીને ‘તું શું ઈચ્છે છે?’ એવું પૂછવામાં કંઈ થોડી આવે?
    Click here to Read More
    Previous Article
    સ્ટ્રેઇટ ડ્રાઇવ:કેચ છૂટ્યાની વેળા…
    Next Article
    મૂવી માર્વેલ:સ્ત્રીની ઇમેજ બદલવામાં બોલિવૂડનો ફા‌ળો કેટલો?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment