Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટ્રેઇટ ડ્રાઇવ:કેચ છૂટ્યાની વેળા…

    1 week ago

    અપૂર્વ ભટ્ટ વાત 1971ના વર્ષની છે. ભારતીય ક્રિકેટ ટીમ અજિત વાડેકરના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડિઝનો પ્રવાસ ખેડી રહી હતી. પ્રવાસની પ્રથમ મેચ 18 ફેબ્રુઆરીએ જમૈકામાં રમાઈ. આ મેચ ડ્રોમાં પરિણમી હતી. આ મેચમાં ભારત તરફથી હૈદરાબાદના એક આશાસ્પદ યુવાન ખેલાડીએ પદાર્પણ કર્યું. આ ખેલાડીનું નામ જયંતિલાલ કેનિયા. હૈદરાબાદમાં સામાન્ય રીતે બેટિંગ પીચ પર મેચ રમાતી હોવાથી આ નવોદિત યુવાન ફાસ્ટ બોલરોને ખૂબ કુશળતાથી રમી શકતો હતો. હૂક શોટ ફટકારવામાં તેની અસાધારણ કાબેલિયત હતી. આથી, સિરીઝની પ્રથમ મેચમાં તેને પ્રવેશ આપવામાં આવ્યો. યુવાને ઓપેનિંગમાં આવી વેસ્ટ ઇન્ડિઝના ખૂંખાર બોલર હોલ્ડરના પ્રથમ બોલ પર હૂક કરી બાઉન્ડરી ફટકારી દીધી, પણ બીજી ઓવરમાં બોલર શિલિંગફોર્ડના બોલ પર ત્રીજી સ્લીપમાં ઊભેલા વેસ્ટ ઇન્ડિઝના ચપળ ખેલાડીએ ડાઈવ મારી અશક્ય કેચ કરી લીધો. જયંતિલાલ આઉટ થઈ ગયો. બીજી ટેસ્ટ 6 માર્ચથી ત્રિનિદાદમાં ચાલુ થવાની હતી. આ મેચમાં જયંતિલાલની જગ્યાએ બીજો એક આશાસ્પદ સૌથી નાની ઉંમરનો ખેલાડી ટીમમાં હતો. તેને લેવા માટે ટીમના સિનિયર ખેલાડી દિલીપ સરદેસાઈએ કપ્તાન અજિત વાડેકરને સૂચવ્યું. વાડેકરે તેમનું સૂચન માન્ય રાખ્યું. નવા ખેલાડીને ટેસ્ટ કેપ મળી ગઈ. વેસ્ટ ઇન્ડિઝ પ્રથમ બેટિંગમાં આવ્યું અને 214 રન બનાવ્યા. જવાબમાં સાથી ખેલાડી અશોક માંકડ સાથે આ નવોદિત મેદાન પર આવ્યો.જ્યારે તેણે 14 રન બનાવ્યા હતા ત્યારે ફરી એ જ બોલર શિલિંગફોર્ડના દડામાં એક સાવ સરળ કેચ ત્રીજી સ્લીપ પર ગયો. ફરી એ જ ચપળ ખેલાડી કેચ કરવા ગયા પણ બોલ હાથમાં આવીને છૂટી ગયો. તેઓ માનીના શક્યા કારણ પોતાની ક્રિકેટ કારકિર્દીમાં પ્રથમ વખત આવી રીતે તેમના હાથમાંથી બોલ છૂટી ગયો હતો. આથી આ નવયુવાનને તેમણે કહ્યું, ‘યૂ આર લકી બોય, લક ફેવર્સ યૂ.’ તેમની આ ભવિષ્યવાણી સાચી પડતી હોય તેમ આ નવોદિત યુવાન, ક્રિકેટ ઇતિહાસના મહાન ઓપેનિંગ બેટ્સમેનમાં સ્થાન પામ્યા. આ યુવાન એટલે લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કર અને જયંતિલાલનો અશક્ય કેચ જેમણે ઝડપી લીધો તથા ગાવસ્કરનો સરળ કેચ જેમનાથી છૂટી ગયો તે વેસ્ટ ઇન્ડિઝના લિજેન્ડ ખેલાડી સર ગેરી સોબર્સ.
    Click here to Read More
    Previous Article
    રાગ બિન્દાસ:નિઃશબ્દ નાયિકાઓ: સ્ત્રી સંવેદનાનાં સરનામાં
    Next Article
    મજાતંત્ર:પત્ની કે મમ્મી: જરૂર પડે ત્યારે યાદ આવે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment