Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિડન ટ્રુથ:કિલ્લાઓમાં પત્થરો ભૂત ઊભા કરે છે!

    1 week ago

    જયેશ દવે રાજસ્થાનનું ભાનગઢ જ નહીં વિશ્ર્વમાં હજારો ખંડેર જિલ્લાઓમાં આત્માઓનો વાસ હોવાનું કહેવાય છે. આવી જગ્યાઓમાં એવો અનુભવ થાય છે કે કોઈ સાદ પાડીને, ચીસ નાખીને કશું કહી રહ્યું છે, કોઈના પડછાયા અહીંથી અહીં દોડી રહ્યા છે. આ જોનાર કે સાંભળનારનો ભ્રમ હોઇ શકે પરંતુ આવા કેટલાક અવાજો રેકોર્ડ પણ થયા છે તેથી આ માત્ર મનનો ખેલ છે તેમ ન કહી શકાય. તો શું ત્યાં ખરેખર કોઈ અદૃશ્ય શક્તિનો વાસ છે? આ અવાજ, પડછાયા તેના છે? જવાબ હા પણ અને ના પણ છે. આવી બધી જ ઘટનાઓમાં અવાજ અને આકૃતિઓના પુરાવા હોવા છતાં આ આત્માઓની જ ગતિ વિધિ હોય તેવું ન કહી શકાય. પરા મનોવિજ્ઞાન કે જે આ અદૃશ્ય જગતના રહસ્ય વિશે જાણવાનો પ્રયત્ન કરે છે તેણે આ અંગે કેટલીક રસપ્રદ થિયરીઓ આપી છે. ઉદાહરણ તરીકે રાજસ્થાનના ભાનગઢની વાત કરીએ. અહીં રાતે જાતજાતના અવાજ સંભળાય છે અને કિલ્લામાં કોઈ હાજર હોય તેવા પડછાયાઓ પણ દેખાય છે. સામાન્ય રીતે આને આત્મા સાથે જોડી દેવામાં આવે છે પરંતુ સ્ટોન ટેપ થિયરી મુજબ આ પત્થરોનો ખેલ છે!! જે રીતે ગ્રામોફોન ડિસ્ક, ઓડિયો ટેપ જેવાં સાધનોમાં અવાજ જે રીતે રેકોર્ડ થાય છે અને જે રીતે દૃશ્યો ફિલ્મની પટ્ટી પર કે ડિજિટલ ફોર્મેટમાં અંકિત થઈ જાય છે. તે જ રીતે અવાજ અને દૃશ્યો પત્થરો, જમીનમાં અંકિત થઈ જાય છે.‌ આ થિયરી કહે છે કે, જો કોઈ દીવાલ કે પત્થરોમાં કવાર્ટઝનું પ્રમાણ વધુ હોય તેમાં માનસિક ઊર્જા કેદ થઈ શકે છે. આ જ રીતે ચૂનાના પથ્થર અને લોખંડમાં ચુંબકીય ઊર્જાને સંગ્રહિત કરવાની શક્તિ હોય છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો, કવાર્ટ્ઝનો ઉપયોગ ડેટા સંગ્રહ કરવા માટે થાય છે અને ચૂનો તથા લોખંડ ચુંબકીય ઊર્જા માટે સંવેદનશીલ હોય છે. જૂના સમયના કિલ્લાઓના બાંધકામમાં વપરાતા પત્થરોમાં કવાર્ટઝ વધુ હોય છે અને ચૂનાનો ઉપયોગ પણ થયો હોય છે. જ્યારે આવાં કિલ્લા કે અન્ય સ્થળે હત્યા, અત્યાચાર કે પછી કોઈ અતિ આઘાતતજનક ઘટના બને ત્યારે તેની ઊર્જા આ પત્થરોમાં અંકિત થઈ જાય છે. કોઈ સંવેદનશીલ વ્યક્તિ આ સ્થળના સંપર્કમાં આવે ત્યારે આ ઊર્જાનુ તેની સાથે જોડાણ થતા તે અવાજ અને દૃશ્યો પ્લે થાય છે. આના કારણે અવાજ સંભળાય છે અને પડછાયા પણ દેખાય છે. સ્ટોન ટેપ થિયરી મુજબ જ્યાં આત્માઓનો વાસ છે તેવા કિલ્લાઓમાં ભૂતાવળ નહીં પરંતુ ભૂતકાળ લોકોને ડરાવી રહ્યો છે. અહીંના પત્થરોમાં અને જગ્યામાં કેદ થયેલો ભૂતકાળ સમયાંતરે અવાજ અને દૃશ્ય સ્વરૂપે સામે આવે છે. આવી જગ્યાઓ પર ભેજ વધે ત્યારે, નીરવ શાંતિ હોય ત્યારે પત્થરોમાં કેદ ઊર્જા સક્રિય થવાની શક્યતા વધી જાય છે. આ તર્ક પણ વજનદાર છે કારણ કે, આવા સમયે જ આવી ઘટનાઓ વધુ પ્રમાણમાં બનતી હોય છે. એ પણ સાચું છે કે, સંવેદનશીલ વ્યક્તિની હાજરીમાં આવી ઘટનાઓ વધુ બનતી હોય છે. તો શું આત્મા નહીં પરંતુ પત્થરો જ આપણને ડરાવે છે? આત્મા જેવું હોતું નથી? ના, આ થિયરી પૂર્ણ નથી અને કેટલાક પાયાના પ્રશ્નોના જવાબ અહીં નથી. પત્થરોમાં ઊર્જા સચવાય અને ચુંબકીય અસર પણ રહે તે વાત સાચી પરંતુ અવાજ અને દૃશ્યોનું રેકોર્ડિંગ તેમાં સચવાયેલું રહે વળી, કોઈ સંવેદનશીલ વ્યક્તિ માધ્યમ બનતા આ ભૂતકાળ ફરી તાદૃશ્ય થાય તે પણ ગળે ઊતરે તેવી વાત નથી. જો થિયરી સાચી પણ હોય તો રેકોર્ડિંગ શરૂ થતાં તે ડેટા જ ફરી ફરી ચાલુ રહે. દા. ત. કોઈની ચીસનો અવાજ સચવાયેલો છે તો તે ચીસ એકસરખી જ, યોગ્ય સમય અવધિની અને એકસરખા અંતરે સંભળાવી જોઈએ. ધારો કે, કોઈ દોડી રહ્યું છે તેવી મેમરી રિપ્લે થઈ રહી છે તો જે પોઈન્ટથી દોડવાનું શરૂ થાય ત્યાંથી જ દર વખતે શરૂ થવું જોઈએ. આવું થતું નથી. હા, પત્થરમાં પોઝિટિવ - નેગેટિવ ઊર્જા સચવાયેલી રહે છે અને તેનો અનુભવ પણ સ્વાભાવિક રીતે થાય છે પરંતુ અવાજ અને દૃશ્યોનું રેકોર્ડિંગ રહે અને તે ફરી સંભળાય - દેખાય તે અશક્ય છે. મતલબ કે, પત્થરો જ ભૂત ઊભા કરે છે તે થિયરી સાચી સાબિત થતી નથી.
    Click here to Read More
    Previous Article
    દેશ-વિદેશ:ભારતના વડાપ્રધાનની ઇઝરાયલ મુલાકાતથી કોને ફાયદો?
    Next Article
    વિચારોના વૃંદાવનમાં:આપણે સ્વતંત્રપણે જે નિર્ણય લઇએ છીએ, તે નિર્ણય પણ ખરેખર આપણો હોય છે ખરો?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment