Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશ-વિદેશ:ભારતના વડાપ્રધાનની ઇઝરાયલ મુલાકાતથી કોને ફાયદો?

    1 week ago

    આરબ રાષ્ટ્રોને બાદ કરતાં પેલેસ્ટાઇન રાષ્ટ્રને માન્યતા આપનાર ભારત પ્રથમ દેશ હતો અને આમ છતાંય મોદી ભારતના પ્રધાનમંત્રી બન્યા ત્યાં સુધી ભારતના કોઈ વડાપ્રધાને ઇઝરાયલની મુલાકાત લીધી ન હતી. આમ નરેન્દ્ર મોદી ઇઝરાયલની મુલાકાત લેનાર ભારતના પહેલા વડાપ્રધાન બન્યા. ફેબ્રુઆરી, 2026ના અંતમાં તેમણે ઇઝરાયલની બીજી વખત મુલાકાત લીધી. એમ કહી શકાય કે, ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધો આધુનિક ભૂ-રાજકીય (જીઓપૉલિટિકલ) પરિપ્રેક્ષ્યમાં અત્યંત મહત્ત્વ ધરાવે છે. ઇઝરાયલ અને ભારત વચ્ચેની વધતી જતી ભાગીદારી સુરક્ષા, તકનિકી, કૃષિ અને વ્યાપાર જેવા ક્ષેત્રોમાં વિસ્તરેલી છે. ભારતે 1950માં ઇઝરાયલને માન્યતા આપી હતી પરંતુ 1992 સુધી સંપૂર્ણ કૂટનીતિક સંબંધો સ્થાપિત થયા નહોતા. ભારત એના ઘણા લાંબા સમય પહેલાથી પેલેસ્ટાઇનને સમર્થન આપતું હતું અને તે ત્યાં સુધી કે મહાત્મા ગાંધીએ પેલેસ્ટાઇનને સમર્થન તો આપ્યું પણ ઝિઓનિઝમની ટીકા પણ કરી હતી. 1975માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સમક્ષ મૂકવામાં આવેલા એક ઠરાવને ભારતે સમર્થન આપી ઝિઓનિઝમને જાતિવાદ તરીકે વ્યાખ્યાયિત કરવા અંગે પોતાની સંમતિ દર્શાવી હતી. 1992માં ભારત-ઇઝરાયલ સંબંધોમાં બદલાવ અથવા કુણાશ આવવાની શરૂઆત થઈ એમ કહી શકાય. ભારત ઇઝરાયલ સાથેના સંબંધો થકી સુરક્ષાઓમાં તકનિકી, પાણી તેમજ કૃષિ જેવા ક્ષેત્રોમાં સુધારો લાવવા માગતું હતું. આજે ઇઝરાયલ ભારતના લશ્કરી સાજસરંજામ એટલે કે, સુરક્ષા સાધનોના બીજા નંબરના સૌથી મોટા સપ્લાયર તરીકે ઊભર્યું છે. ભારત ઇઝરાયલનાં શસ્ત્રોની 42 ટકા નિકાસ માટે બજાર પૂરું પાડે છે. આ બંને દેશો I2U2 જૂથના સભ્યો છે, જેમાં અમેરિકા અને યુનાઈટેડ આરબ અમીરાતનો પણ સમાવેશ થાય છે. ભારત-ઇઝરાયલ સંબંધો આમ છતાંય લાભાલાભનું એક સંમિશ્રણ રહ્યા છે તેમ કહેવું વધુ યોગ્ય ગણાશે. પહેલા ભારત-ઇઝરાયલ સંબંધોના લાભ અંગે ચર્ચા કરીએ. સુરક્ષા અને તકનિકી સહયોગ થકી ઇઝરાયલ ભારતને અદ્યતન શસ્ત્રો જેવાં કે ‘હર્મેશ-900’ ડ્રોન તેમજ અન્ય હાઇટેક સામગ્રી પૂરી પાડે છે જે પ્રવર્તમાન સમયમાં સારું એવું મહત્ત્વ ધરાવે છે. આ બંને દેશો આતંકવાદ વિરોધી તાલીમ તેમજ ગુપ્તચર માહિતી એકબીજા સાથે વહેંચે છે. કૃષિ, જળવ્યવસ્થાપન અને એને સંલગ્ન તકનિકી માહિતીમાં પણ ઇઝરાયલ ભારતને મદદરૂપ બને છે. સુરક્ષા સિવાય બંને દેશો વચ્ચેનો વ્યાપાર લગભગ 6.3 અબજ અમેરિકન ડૉલર જેટલો છે. આમ છેલ્લા કેટલાક સમયથી ઇઝરાયલ તેમજ ભારત બંને એકબીજાની નજીક આવવા માટે પ્રયત્નશીલ છે. પેલેસ્ટાઇનની સ્થાપના સમયથી પરંપરાગત રીતે ભારતે પેલેસ્ટાઇનનું સમર્થન કર્યું હતું. ઇઝરાયલ સાથેના સંબંધો વધારવા જતાં ભારત પેલેસ્ટાઇનને અવગણી રહ્યું છે એવી છાપ અને લાગણી ઊભી થવા લાગી છે. ગાઝામાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલ લશ્કરી કાર્યવાહીને (જેનોસાઈડ-માનવસંહાર) તરીકે વર્ણવવામાં આવે છે અને આ મુદ્દે ઇઝરાયલને ભારતનું સમર્થન પેલેસ્ટાઇનના વિશ્વાસઘાત તરીકે જોવામાં આવે છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા જેવા પક્ષોએ ભારતના આ વલણને પેલેસ્ટાઇનનો હાથ છોડી દેવા અને પેલેસ્ટાઇન દ્રોહનું વલણ ગણાવ્યું છે. એટલે કે હિંન્દુત્વ અને ઝિઓનિઝમ વચ્ચેની સમાનતા તરીકે કાશ્મીર અને પેલેસ્ટાઇનમાં જે તે દેશના કબજા હેઠળના વિસ્તારમાં તેઓ માનવ અધિકારોનું ઉલ્લંઘન કરતા હોવાની ટીકાઓ કરવામાં આવે છે. આ બંને દેશો આતંકવાદ વિરોધી કાર્યવાહીના અંચળા હેઠળ હિંસાને સામાન્ય બનાવે છે તેમજ માનવ અધિકારોનું હનન કરે છે એવો આક્ષેપ મૂકવામાં આવે છે. ઇઝરાયલ સાથેના નિકટના સંબંધો ઇરાન સાથેના દ્વિપક્ષીય હિતોની જાળવણીને જોખમમાં મૂકે છે. તાજેતરમાં અમેરિકાના દબાણ હેઠળ ભારતે ઇરાનનું ચાબહાર બંદ૨ વિકસાવવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંથી બહાર નીકળી જવું પડ્યું છે તે પણ કાંઈક અંશે આનું જ પરિણામ છે. ભારતના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીના ઉદય સાથે મુસ્લિમ પ્રભાવ ઘટ્યો છે જે ઇઝરાયલ સાથે નિકટતાના સંબંધોને વધુ વેગ આપે છે. જોકે લાંબાગાળે આના પરિણામો કેવાં આવશે તે બાબત નિષ્ણાતોમાં મતભેદ પ્રવર્તે છે. 2017ના જુલાઈ મહિનામાં ભારતીય વડાપ્રધાનની ઇઝરાયલની મુલાકાત સમયે બેન્જામીન નેત્યનાહુ ઇઝરાયલના વડાપ્રધાન હતા અને ઔદ્યોગિક સંશોધન, તકનિકી માહિતીનું આદાનપ્રદાન, જળ સંરક્ષણ, કૃષિ, અવકાશ ક્ષેત્રે સહયોગ જેવાં ક્ષેત્રે સાર્ક વિપક્ષી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જ્યારે તાજેત૨માં 25-26 ફેબ્રુઆરી, 2026ની મુલાકાત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ‘ગાઝા પીસ બોર્ડ’ની રચના તેમજ ઇઝરાયલ-ઇરાન વચ્ચે વધી રહેલા તણાવ, ઇરાન તરફ ધસી રહેલા અમેરિકન સૈન્યોને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર ઠરાવતાં જે પરિસ્થિતિ ઊભી થઈ તે ઉપરાંત વૈશ્વિક અર્થવ્યવસ્થાના બદલાતા પ્રવાહોના વાતાવરણમાં થઈ હતી. માનવ અધિકારોના મુદ્દે ભારતની ભૂમિકા તેમજ પેલેસ્ટાઇનતરફી વલણમાં થયેલા ફેરફારને કારણે વિશ્વસમુદાયમાં અને ખાસ કરીને મુસ્લિમ દેશોમાં ભારતની શાખને અસર કરે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એપસ્ટિન ફાઇલ સંદર્ભમાં ભારતની છબી ખરડાઈ છે અને ભારતીય વડાપ્રધાનની એક મજબૂત નેતા તરીકેની છાપ પણ ખરડાઈ છે તેવા સંજોગોમાં પ્રધાનમંત્રીની આ બે દિવસની ઇઝરાયલ યાત્રા ભારત-ઇઝરાયલ સંબંધોની સુરક્ષા અને વિકાસ માટે મહત્ત્વપૂર્ણ છે, તેમ કહી શકાય પરંતુ વિશ્વ સમુદાયમાં પેલેસ્ટાઇન તેમજ માનવ અધિકારોના મુદ્દે પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત ટીકાઓનું કારણ બની છે. ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધોને આ મુલાકાતે મજબૂત કર્યા છે તેમ ગણીએ તો પણ ભારતે વૈશ્વિક સંતુલન જાળવવું જોઈએ જેથી તેના આરબદેશો સાથેના તેમજ ઇરાન સાથેના સંબંધો અસર પામે નહીં. ભારત જે કાંઈ કરે તેમાં પોતાની છબી તેમજ દેશને થનાર ફાયદાઓ અને આંતરિક તેમજ બાહ્ય સલામતી જેવા વિષયો અંગે ભારતનું સ્થાન નબળું ન પડે તે જોવું જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    રણમાં ખીલ્યું ગુલાબ:ઇન્હેં બતાઓ કિ લહરેં જુદા નહીં હોતીં, યે કૌન લોગ હૈં પાની પે વાર કરતે હુએ!
    Next Article
    હિડન ટ્રુથ:કિલ્લાઓમાં પત્થરો ભૂત ઊભા કરે છે!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment