Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણમાં ખીલ્યું ગુલાબ:ઇન્હેં બતાઓ કિ લહરેં જુદા નહીં હોતીં, યે કૌન લોગ હૈં પાની પે વાર કરતે હુએ!

    1 week ago

    નવીને પહેલીવાર જોતાંની સાથે જ નિશ્ચય બધું ભૂલી ગયો. ‘મોસ્ટ એલિજિબલ બેચલર’ તરીકેની પોતાની પાત્રતા, મમ્મી-પપ્પાનું સોશિયલ સ્ટેટસ, પોતાની ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી અને સુખી ભ‌વિષ્યનાં સપનાં આ બધું ગાંઠ મારેલી રેશમી ધોતી સરી જાય તેમ સરી ગયું. સૌથી વધુ ગંભીર વાત તો એ હતી કે મમ્મી-પપ્પાઓ વર્ષોથી સતત આપેલી સલાહ પણ એ ભૂલી ગયો. નિશ્ચય જ્યારથી સમજણો થયો ત્યારથી એનાં મમ્મી સરલાબહેન એને એક જ સલાહ આપતાં હતાં, ‘બેટા, તને બધું કરવાની સ્વતંત્રતા છે, પણ એક વાતની આઝાદી નથી. તારે લગ્ન તો અમારી પસદંગીની છોકરીની સાથે જ કરવા પડશે. શરૂઆતનાં વર્ષોમાં તો નિશ્ચય મમ્મીની સલાહ સાંભળી લેતો હતો, પણ જેવી એની કિશોરાવસ્થા પૂરી થવા આવી એ સાથે એના મનમાં સવાલોનો સળવળાટ શરૂ થવા લાગ્યો. એણે વળતા પ્રશ્ન પૂછ્યો, ‘એવું કેમ, મમ્મી? ધારો કે તમારી પસંદગીની છોકરી મને ન ગમી તો શું? ‘કેમ ન ગમે?’ મમ્મીએ દીકરાને ખખડાવી નાખ્યો: ‘અમે તારા કરતાં વધારે દિવાળીઓ જોયેલી છે. લગ્નની બાબતમાં તને સમજ પડે કે અમને? તમને છોકરાઓને શું છે? રૂપાળી ચામડી અને સહેજ નમણું થોબડું જોયું કે મોહી પડ્યા! માંહ્યલા ગુણ મહાદેવ જાણે!’ ‘મમ્મી, તારી વાત સાચી છે. કોઇ પણ યુવાનને સુંદર પત્ની હોય તો ગમે જ, પણ તું એવું શા માટે ધારી લે છે કે ખૂબસૂરત પત્ની ગુણિયલ ન જ હોય?’ નિશ્ચયની દલીલ તર્કયુક્ત હતી. ‘એ બધું તું ક્યાં જોવા જઇશ? વરખ ઉપરથી મીઠાઇનો સ્વાદ નક્કી ન થઇ શકે. છોકરીના ગુણો જાણવા માટે તો એનું ખાનદાન તપસાવું પડે, મા-બાપ, ભાઇ-બહેન, મોસાળ આ બધાં વિશે માહિતી એકઠી કરવી પડે. એ જે કોલેજમાં ભણી હોય ત્યાં એકાદ આંટો મારવો પડે. એની અગાઉની સાત પેઢીઓમાં કેટલી સ્ત્રીઓ પરપુરષની સાથે ભાગી ગઇ હતી એ બધું…’ સરલાબહેનની દલીલોમાં પણ તર્ક સમાયેલો હતો. નિશ્ચય સમજદાર યુવાન હતો. મમ્મી-પપ્પાનો આદર જા‌ળવતો હતો. કોલેજ કાળમાં એક પણ યુવતી સામે એણે કોઇ નિશ્ચયાત્મક દૃષ્ટિથી જોયું ન હતું, પણ જ્યારે નિવીને એણે પહેલીવાર જોઇ એ સાથે જ બાકીનું બધું એક ઝાટકે ભુલાઇ ગયું. પિતાનો કડક સ્વભાવ અને મમ્મીનો હઠાગ્રહ બધું વરાળ બનીને ઊડી ગયું. દિલના ધબકારા ‘નિવી-નિવી’નો જાપ કરવા લાગ્યા. દિમાગમાં સંકલ્પ રચાવા લાગ્યો: ‘જો પરણું તો આની સાથે જ, નહીંતર વાંઢો રહીશ.’ નિવીને પણ આ યુવાન ગમી ગયો હતો. નિશ્ચયમાં ન ગમવા જેવું શું હતું? કોઇ પણ સુશીલ, રૂપવાન છોકરી એને પરણવા માટે તૈયાર થઇ જાય. નિશ્ચયે એના ઘરમાં નિવી વિશે વાત કરી. વાત સાંભળીને ઘરમાં ભડકો થયો. પપ્પા મનોજભાઇએ કડક સ્વરમાં જણાવી દીધું, ‘તારે એ છોકરી સાથે લગ્ન નથી કરવાનાં. મારી ના એટલે સુપ્રીમ કોર્ટનો સ્ટે ઓર્ડર. આ વિશે હું તારી કોઇ દલીલ કે અપીલ સાંભળવા તૈયાર નથી. મમ્મી સરલાબહેને કાગારોળ મચાવી મૂકી, ‘જો તું એની સાથે લગ્ન કરીશ તો મને મરતી ભા‌ળીશ. આના માટે મેં તને પેદા કર્યો હતો? તું એ વાત કેમ ભૂલી જાય છે કે તારી જીવનસાથી ફક્ત તારા માટે જ હશે? એ આખા ફેમિલી માટે હશે, આપણા સો જણાનાં પરિવારજનો, સગાંવહાલાં, સંબંધીઓ આ બધાંની સાથે એનો વહેવાર રહેશે. દીકરા, મારા સમ છે જો તું એની સાથે લગ્ન કરે તો…’ નિશ્ચયે ન પપ્પાનું કહેવું સાંભળ્યું, ન મમ્મીની વાતને ધ્યાનમાં લીધી. એણે જાહેર કર્યું, ‘પપ્પા! મમ્મી! હું એ છોકરીની સાથે જ મેરેશ કરીશ. પણ જ્યારે તમે બંને સંમતિ આપશો ત્યારે. ત્યાં સુધી હું કુંવારો રહીશ. તમે મહેરબાની કરીને બીજી કોઇ છોકરી વિશે મારી સાથે વાત ન કરશો.’ નિર્ણય બંને પક્ષ તરફથી લેવાઇ ગયો. અલિખિત કરાર થઇ ગયો કે મમ્મી-પપ્પા સંમતિ ન આપે ત્યાં સુધી નિશ્ચય નિવીની સાથે લગ્ન નહીં કરે અને મમ્મી-પપ્પા સંમતિ ન આપે ત્યાં સુધી નિશ્ચય નીવીની સાથે લગ્ન નહીં કરે અને મમ્મી-પપ્પા ક્યારેય સામે ચાલીને બીજી કોઇ છોકરી સાથે લગ્ન કરવાની વાત નહીં છેડે. નિશ્ચય પોતાની જિંદગીને નવી દિશામાં લઇ જવા બાબતે મક્કમ હતો. એણે ખાનગીમાં નિવીની સાથે લગ્ન વિનાનો સંસાર માણવાનું શરૂ કરી દીધું. બાજુના શહેરમાં નિવીને એક ફ્લેટ ભાડે અપાવી દીધો. નિવીને એક હાઇસ્કૂલમાં જોબ અપાવી દીધી. નિશ્ચય પોતે એક ફાર્માસ્યૂટિકલ કંપનીમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની જોબ સ્વીકારી લીધી. એની જોબમાં રોજ પ્રવાસ કરવાનું જરૂરી હતું. નિશ્ચય અઠવાડિયામાં ત્રણ દિવસ મમ્મી-પપ્પાની સાથે રહેતો અને ચાર દિવસ-ચાર રાત નિવીની સાથે પસાર કરતો હતો. સમાજમાં કોઇને ગંધ સરખી ન આવી કે નિશ્ચય બેવડી ભૂમિકાઓ અદા કરી રહ્યો હતો. એની નોકરી જ એ પ્રકારની હતી કે બંને તરફના પાડોશીઓ અને પરિચિતોને નિશ્ચયની ગેરહાજરી સ્વાભાવિક લાગતી હતી. મહિનાઓ, વરસો, દાયકાઓ આ રીતે વીતી ગયા. મનોજભાઇ અને સરલાબહેન એક દિવસ ચર્ચા કરવા બેઠાં મનોજભાઇએ દિલની વાત રજૂ કરી, ‘આ હાર્ટનો કોઇ ભરોસો નથી. બે વાર તો એ ફરિયાદ નોંધાવી ચૂક્યું છે. ડોક્ટરોએ કાર્ડિયાક બાય પાસ સર્જરી કરાવવાની આખરી સલાહ આપી દીધી છે, પણ મને ડર લાગે છે. જો મને કંઇ થઇ જશે તો તારું ધ્યાન કોણ રાખશે? મરતા પહેલાં ખાનદાનના વારસદારનું મોં જોવાની ઇચ્છા તો અધૂરી જ રહી ગઇ. આપણો દીકરો જીદ પર અડીને ઊભો છે અને આપણે…’ સરલાબહેને પણ મનની વાત જણાવી દીધી, ‘આપણેય ક્યાં ઓછાં છીએ? જીદ પર અડીને આપણેય ઊભાં જ છીએને? હવે લાગે છે કે દીકરાને એ છોકરી સાથે લગ્ન કરવા દીધાં હોત તો સારું થાત.’ છેવટે બંનેએ નક્કી કર્યું અને રાતે નિશ્ચય ઘરે આવ્યો ત્યારે વાત કરી, ‘બેટા, તેં કહ્યું હતુંને કે જ્યારે અમે બંને રાજીખુશીથી સંમતિ આપીશું ત્યારે તું નિવીની સાથે લગ્ન કરીશ.’ ‘હા, મને યાદ છે, પણ આજે એનું શું છે?’ નિશ્ચયે પૂછ્યું. ‘આજે અમે બંને તમને બંને આશીર્વાદ આપવા તૈયાર થયા છીએ. તું અને નિવી લગ્ન કરી લો. એક વરસની અંદર આપણા ઘરમાં ઘોડિયું બંધાવું જોઇએ. અમારે પોતરા-પોતરીનાં મોં જોયાં પછી જ આ દુનિયામાંથી…’ પપ્પાએ કહ્યું. મમ્મી-પપ્પાની આ આખરી ઇચ્છાનો જવાબ લગ્ન વખતે મળી ગયો. નિશ્ચયે વીસ વર્ષના નિખાર અને અઢાર વર્ષની નાયરાનો પરિચય કરાવતાં કહ્યું, ‘હવે ઘોડિયાંની જરૂર નથી. આ રહ્યાં તમારાં પૌત્ર-પૌત્રી. અમે લગ્ન કર્યાં વગર જ સંતાનો પેદા કરી લીધાં. જો તમે બંનેએ બીજાં દસ વર્ષ મોડું કર્યું હોત તો તમારી ચોથી પેઢી પણ અમારાં લગ્નમાં હાજર રહી હોત.’ (શીર્ષકપંક્તિ: શાહિદ ઝકી)
    Click here to Read More
    Previous Article
    Iran Isral War: Rajya sabha में गूंजा ईरान-इस्राइल का मुद्दा, S.Jaishankar दे रहे जवाब | Live | War
    Next Article
    દેશ-વિદેશ:ભારતના વડાપ્રધાનની ઇઝરાયલ મુલાકાતથી કોને ફાયદો?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment