Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવનના હકારની કવિતા:સંગ જ સંજીવની…

    1 week ago

    કમાલ કરે છે એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે. ડોસો જાગે ત્યારે ચશ્માં આપે અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે. લોકોનું કહેવું છે ડોસી તો આમ કરી ડોસાને શાને બગાડે? મસ્સાલા ચા અને ગરમાગરમ નાસ્તો. ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે. નિયમ પ્રમાણે દવા આપે છે રોજ અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન; બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે જાણે તલવાર અને મ્યાન. દરમ્યાનમાં બન્ને જણ મૂંગા મૂંગા એકમેકને એવાં તો ન્યાલ કરે છે. કાનમાં આપે છે એવાં ઇન્જેકશન કે સિગારેટ શરાબ હવે છોડો; ડોસો તો પોતાના તાનમાં જીવે ક્યારેક વહેલો આવે કે ક્યારેક મોડો. બન્નેની વચ્ચે વહે આછું સંગીત પણ બહારથી તો ધાંધલધમાલ કરે છે. ડોસો વાંચે અને ડોસીને મોતિયો બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ; લડે છે, ઝઘડે છે, હસે છે, રડે છે, જીવન તો જળની જેમ વહેતું જાય એમ. દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ ઘરની દીવાલને ગુલાલ કરે છે. સુરેશ દલાલ કહેતાં આખા ગીતમાં ‘હજુ’ શબ્દ બહુ અગત્યનો છે. અંગ્રેજીમાં કહેવત છે કે લગ્ન એટલે ગમતી વ્યક્તિ જોડે વૃદ્ધ થવા સંમત થવું તે! યુવાનીમાં જેને પ્રેમ કર્યો છે એની જ જોડે ઘરડાં થવાનું મન થાય ત્યારે મેળવેલી કુંડળી રોજ આપણા વતી મંગલાષ્ટક ગાય છે. પ્રેમ જીવનનો ધર્મ અને કર્મ છે. પ્રેમમાં માવજત જરૂરી છે. કાજળ સાથે જ કાળજી સંકળાયેલી છે. આવેગ અને આવેશ શમી જાય પછી અકબંધ મળે તે વહાલ. કોઈ પણ ઉંમરને જુવાન રાખી શકે એવું ઠાંસીઠાંસીને આખા ગીતમાં વહાલ ભર્યું છે. કમાલ એની જ છે કે એકની એક અને એ જ વ્યક્તિ માટે દિવસે ને દિવસે પ્રેમ વધતો જાય છે. મુહોબ્બત માવજતમાં પરિણમે છે. વહાલમાં રૂપાંતરિત થાય છે. પ્રવાસ યાત્રા બને છે. સાબિતી અને ખુલાસા આપોઆપ ઓગળી જાય છે. એકબીજાનું ધ્યાન એ જ સાચું ‘ધ્યાન’! ગણિત હવે આંકડા બહાર જીવે છે. આખું ગીત સંગના ઉમંગનો ગુલાલ ઉડાડે છે. ૨સજીવનમાં અને તરસ એકબીજાના જીવનની! સંગ જ સંજીવની બને ત્યારે આયખું ધુળેટી વગર પણ ગુલાલ બની જાય છે. સંસારના સારાંશનું શીર્ષકગાન છે. વય વધે એમ હૃદય પણ વધુ નિખરે એનું ગુણગાન છે. આત્મીયતા આત્માની પૂનમને અજવાળે છે. પ્રત્યેક દિવસ એકબીજાની હાજરીથી ભર્યોભાદર્યો લાગે એની સુગંધ શ્વાસના બગીચામાં ઉછરે છે. ભેગા રહેવું અને ભેગું કરવું - એ બંનેના અર્થને સાર્થક કરે એ જ ચાર ફેરાનો ફાગણ! સુરેશ દલાલની કવિતા ધબકારા વચ્ચેની ખાલી જગ્યામાં એકાંતની રંગોળી કરે એવી છે. ઢાંકપિછોડા વગર જીવતા જિંદાદિલ માણસની ખેલદિલી એમાં આપોઆપ પ્રગટે છે. એમના આ ગીતને સેવ કરીને રોજેરોજ મમળાવવા જેવું છે. નવા નવા અર્થ સાથે જીવનના ભરોસાને રિસ્ટાર્ટ કરે એવા એમના શબ્દોનું વજન અને સંવનન છે.
    Click here to Read More
    Previous Article
    ટાઇમલાઈન:‘હું ક્યાં છું? કોણ છે અહીં? કોણ રોકી રહ્યું છે મને?'
    Next Article
    રાગ બિન્દાસ:નિઃશબ્દ નાયિકાઓ: સ્ત્રી સંવેદનાનાં સરનામાં

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment