Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફર:લક્સર: ઈજિપ્તનું ચાર હજાર વર્ષ જૂનું પાટનગર

    1 week ago

    નિતુલ ગજ્જર માનવ ઈતિહાસના કેટલાક સૌથી રસપ્રદ સ્મારક ઈજિપ્તમાં સ્થિત છે. નાઈલ નદીના કિનારે વસેલું આ દેશનું વર્તમાન પાટનગર કૈરો ત્યાંના ભવ્ય પિરામિડ અને ટ્રાફિક માટે જાણીતું છે. પંરતુ ઈજિપ્તના પ્રાચીન પાટનગર લક્સરમાં આ દેશનો ઈતિહાસ આજે પણ અકબંધ લાગે છે. કૈરોથી સાત કલાકના અંતરે દક્ષિણમાં આવેલા લક્સરની સ્થાપના 4000 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. છતાં આજે પણ અહીંની ઈમારતોમાં લટાર મારીએ ત્યારે એ વખતની ભવ્યતાનો સંપૂર્ણ અંદાજ મેળવી શકાય છે. લક્સરનું મંદિર તેના ગગનચુંબી સ્તંભ, ચિત્રલિપિ, ભવ્ય મૂર્તિઓ અને ફિનિક્સની નિશાનીઓથી સજાવેલા ગલિયારા માટે પ્રખ્યાત છે. જોકે, આ મંદિરમાં દિવસ દરમિયાન ઘણી ભીડ હોય છે. માટે સવારે વહેલા ઊઠી સાત વાગ્યા પહેલાં જ આ મંદિરની મુલાકાત લઈ લેવી. અહીં નજીકમાં જ લક્સર મ્યુઝિયમ આવેલું છે. 10-15 મિનિટ ચાલીને ત્યાં પહોંચી શકાય છે. જેમને ચાલવું ન હોય તેઓ પારંપરિક કાલેશ(ઘોડાગાડી)માં બેસીને પણ જઈ શકે છે. લક્સરનું મ્યુઝિયમ કોમ્પેક્ટ અને આધુનિક છે. અહીં ખૂબ સારી રીતે મૂર્તિઓ, કોતરેલા સ્તંભ તેમજ કેટલાક વિચિત્ર મમી પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ જગ્યાએ એકાદ કલાકનો સમય આપવા જેવો છે. લક્સર નજીક નાઈલ નદીના કિનારે વેલી ઓફ કિંગ્સ નામની જગ્યા આવેલી છે. આ સ્થળ અસલમાં રાજપરિવારનું ભવ્ય કબ્રસ્તાન છે. લક્સરથી ટેકસીમાં આશરે પોણા કલાકની સફર કરી વેલી ઓફ કિંગ્સ પહોંચી શકાય છે. જ્યાં કુલ સાત કબર આવેલી છે. હજારો વર્ષ જૂંનાં ચિત્રો, કોતરણીથી ભરપૂર આર્ટ ગેલેરી વાળી આ સાતેય કબરનો ઘણોખરો હિસ્સો આજે પણ અકબંધ છે. જેના કારણે અહીં ફરવાની મજાએ પડે તેમ છે. લગભગ અડધો દિવસ અહીં વિતાવો તો સાતેય કબર જોઈ શકાય. મોટાભાગના લોકો જોકે મુખ્ય ત્રણ કબર જોઈને જ પાછા ફરે છે. અહીં વેલી ઓફ કિંગ્સમાં જ રાણી હેટશેપસુટનું મંદિર આવેલું છે. તેમના મૃત્યુ બાદ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ચુના અને પત્થરનું બનેલું આ મંદિર દેઈર અલ-બહારી નામના એક વિશાળ પ્લેટફોર્મ પર સ્થિત છે. મંદિરનું બાંધકામ જોઈને પહેલી નજરમાં કોઈ પ્રાચીન ફિલ્મનો સેટ સજાવ્યો હોય તેવું લાગી શકે. પણ મંદિરની ભવ્યતા તમને અચૂક મંત્રમુગ્દ કરી દેશે. અહીં એકાદ કલાક વિતાવવા જેવો છે અને મંદિર જ્યાં સ્થિત છે એ પ્લેટફોર્મ પરથી નાઈલ નદીનો નજારો જોવાનું ચૂકતા નહીં. વેલી ઓફ કિંગ્સમાં અલ-સહાબી વિસ્તાર ત્યાંના લોકો શોપિંગ માટે પ્રખ્યાત છે. આ બજાર જોકે ખૂબ મોટી છે, માટે જો તમારા પગ દુખવા ન લાગે તો આ બજારમાં એકાદ આંટો જરૂર મારવો. તમને અહીં ઈજિપ્તની પ્રખ્યાત ચામડાની બનેલ વસ્તુઓ, કલાકૃતિઓ, કપડા, કાર્પેટ, સૂકોમેવો, મીઠાઈ વગેરે ખરીદવાનો મોકો મળશે. સાંજનો સમયે આરામ માટે વિન્ટર પેલેસ સારો વિકલ્પ છે. આ સ્થળ અસલમાં એક ભવ્ય હોટલ છે, પણ તે ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ છે. અગાથા ક્રિસ્ટીએ તેની સુપ્રસિદ્ધ નવલકથા ‘ડેથ ઓન અ નાઈલ’નો ઘણોખરો હિસ્સો આ હોટલમાં રોકાણ દરમિયાન લખ્યો હતો. અહીં નાઈલ નદી પર આથમતા સૂર્યને જોતા ભોજન કરવાનો આનંદ માણી શકે છે. લક્સરમાં એક અન્ય મંદિર પણ આવેલું છે. તે 60 એકરમાં ફેલાયેલું છે. ભગવાન અમુનને સમર્પિત આ સ્થળ કર્ણક મંદિરના નામે ઓળખાય છે. અહીં પણ જો તમે સવારે વહેલા ઊઠીને જાવ તો અહીંના હાયપોસ્ટાઈલ હોલના 134 સ્થંભ વચ્ચે તમને સાવ એકલા રખડવાનો મોકો મળે. કર્ણક મંદિરના પરિસરમાં અન્ય કેટલાંક નાનાં મંદિર, બગીચા, તળાવ, સ્ફિનિક્સની મૂર્તિઓ વગેરે જેવાં કેટલાય આકર્ષણ છે. આ બધું જોવામાં બે-ત્રણ કલાકનો સમય ક્યાં જતો રહેશે એની તમને ખબર પણ નહીં પડે. ઈજિપ્ત ત્યાંના મમી માટે વિશ્વપ્રસિદ્ધ છે. મૃતદેહ સાચવવાની સદીઓ જૂની પ્રક્રિયા સમજવાનો મોકો લક્સરનું મમીફિકેશન મ્યુઝિયમ આપે છે. વિજ્ઞાનીઓને પણ અચંબિત કરવાની ક્ષમતા ધરાવતા આ મ્યુઝિયમમાં પણ થોડો સમય આપવા જેવો છે. લક્સરમાં વેલી ઓફ કિંગ્સની જેમ વેલી ઓફ ક્વિન્સ પણ છે. જ્યાં રાજપરિવારની સ્ત્રીઓને દફન કરવામાં આવી છે. એકાદ દિવસનો સમય વધારાનો લઈને ગયા હો તો નદીથી ઊંધી દિશામાં 11 કિલોમીટરના અંતરે આવેલી આ જગ્યાની મુલાકાત પણ લેવા જેવી છે. ટ્રાવેલ ટિપ્સ
    Click here to Read More
    Previous Article
    અપડેટ:સોફ્ટવેર અપડેટ: ફોનનો ડિજિટલ ડોક્ટર
    Next Article
    મરક મરક:થયેલો પતિ તો ઠીક પણ, થનારો પતિ પણ સલામત છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment