Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું પાર્ટીમાં વ્યસ્ત હતો ને મિત્રે આત્મહત્યા કરી લીધી':'આ અપરાધભાવ મને જીવવા દેતો નથી'; સાઇકિયાટ્રિસ્ટ પાસેથી જાણો ગિલ્ટનો સામનો કેવી રીતે કરશો

    16 hours ago

    પ્રશ્ન- છ મહિના પહેલાં મારા એક મિત્રએ આત્મહત્યા કરી લીધી. હું સેકન્ડ યર પોસ્ટ ગ્રેજ્યુએશનનો વિદ્યાર્થી છું. આત્મહત્યાવાળી રાત્રે તેણે મારા મોબાઇલ પર ઘણી વાર ફોન કર્યો, પણ મેં ન ઉપાડ્યો. હું એક મિત્રના રૂમમાં પાર્ટી કરી રહ્યો હતો. અમારા ગ્રુપના બીજા બે લોકોને તેણે ફોન કર્યો, પણ અમારામાંથી કોઈએ ફોન ન ઉપાડ્યો. તે અવારનવાર અડધી રાત્રે દારૂ પીને ફોન કરતો હતો. અમને લાગ્યું કે તેણે પીધો છે, પછી માથું ખાશે. પણ બીજા દિવસે ખબર પડી કે તેણે પોતાના રૂમમાં ફાંસી લગાવી લીધી. તે ઘટનાને છ મહિના વીતી ગયા છે, પણ હું તે વાતને ભૂલી નથી શકતો. હું એક વિચિત્ર ગિલ્ટમાં જીવી રહ્યો છું. વારંવાર લાગે છે કે તે રાત્રે જો મેં તેનો ફોન ઉપાડી લીધો હોત, તો આજે તે જીવતો હોત. હું ઘણી-ઘણી રાત સૂઈ નથી શકતો. દારૂનું વ્યસન ખૂબ વધી ગયું છે. આ ગિલ્ટમાંથી બહાર કેવી રીતે નીકળું? નિષ્ણાત- ડો. દ્રોણ શર્મા, કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રિસ્ટ, આયર્લેન્ડ, યુકે. યુકે, આઇરિશ અને જિબ્રાલ્ટર મેડિકલ કાઉન્સિલના મેમ્બર. પ્રશ્ન પૂછવા બદલ તમારો આભાર. તમારી મનોસ્થિતિ સમજી શકાય છે. પરંતુ જો માત્ર એક લીટીમાં કહું તો, મિત્રના મૃત્યુ માટે પોતાને દોષી ઠેરવવા કે જવાબદાર માનવું યોગ્ય નથી. તમારો અપરાધભાવ એ વાતનો બિલકુલ પુરાવો નથી કે, તમે તમારા મિત્રના મૃત્યુ માટે જવાબદાર છો. પરંતુ આ એ વાતનો સંકેત ચોક્કસ છે કે, તમે એક સંવેદનશીલ અને જવાબદાર વ્યક્તિ છો, જે હવે ઊંડી પીડામાંથી પસાર થઈ રહ્યા છો. હું આગળ તમારા મનોવિજ્ઞાનને સમજાવવાનો અને સ્વ-મૂલ્યાંકન સાથે સ્વ-સહાયના કેટલાક સાધનો આપવાનો પ્રયાસ કરીશ. આગળ વધતા પહેલા જણાવી દઉં કે પ્રશ્ન પૂછીને તમે તમારી મદદની દિશામાં પહેલું પગલું ભર્યું છે. આ ખૂબ જ હિંમતનું કામ છે. આ માત્ર ‘દુઃખ’ કેમ નથી લાગી રહ્યું? કોઈ મિત્રના મૃત્યુ પછી દુઃખ, યાદો અને પસ્તાવો થવો એ સામાન્ય માનવીય પ્રતિક્રિયા છે. પરંતુ અહીં કેટલાક સંકેતો છે જે દર્શાવે છે કે મામલો ફક્ત સામાન્ય શોક (નોર્મલ ગ્રીફ) પૂરતો મર્યાદિત નથી. શોક (ગ્રીફ) અને તેના તબક્કા શોક એ કોઈ સ્વજનના મૃત્યુ પછી થતી સ્વાભાવિક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. તેમાં આઘાત, સુન્નતા, ઉદાસી, ગુસ્સો, અપરાધભાવ, યાદ અને તડપ જેવી બધી મનોભાવનાઓ પ્રગટ થાય છે. આ બધાંમાંથી પસાર થતાં વ્યક્તિ ધીમે ધીમે સ્વીકૃતિ એટલે કે સ્વીકાર્યતા તરફ આગળ વધે છે. આ બધાં તબક્કા કોઈ નિશ્ચિત ક્રમમાં ચાલતા નથી. જો આ કિસ્સામાં શોક સામાન્ય રીતે આગળ વધી રહ્યો હોત, તો છ મહિના પછી પણ મિત્રની યાદ આવવા પર દુઃખ થાત. ક્યારેક એવો વિચાર આવતો કે 'કાશ મેં ફોન ઉપાડી લીધો હોત,' પરંતુ આ વિચારો મોજાંની જેમ આવતા અને પછી શાંત થઈ જતા. ઊંઘ અને અભ્યાસ ધીમે ધીમે સુધરતા અને અપરાધભાવ આખી જિંદગી પર હાવી ન થાત. જટિલ શોક (કોમ્પ્લિકેટેડ ગ્રીફ) - અહીં ચિત્ર શા માટે અલગ દેખાય છે? આ કિસ્સામાં શોક સાથે એક અપરાધભાવ પણ જોડાઈ ગયો છે, ખાસ કરીને તે બાબતને લઈને અપરાધભાવ, જે તમે કર્યું નથી. મગજ તે એક ક્ષણમાં ફસાઈ ગયું છે: 'જો તે દિવસે મેં ફોન ઉપાડ્યો હોત તો આજે તે જીવતો હોત.' આને કોમ્પ્લિકેટેડ ગ્રીફ બાય ઓમિશન (complicated grief by omission) કહેવાય છે. આમાં શોક આગળ વધતો નથી, પરંતુ વ્યક્તિ વારંવાર તે જ એક ક્ષણ પર પાછો ફરતો રહે છે. છ મહિના પછી પણ ઊંઘ ખરાબ છે, તબિયત બગડી છે અને દારૂનું સેવન વધ્યું છે. આ બધું એ વાતના સંકેત છે કે દુઃખ રૂઝાઈ રહ્યું નથી, પરંતુ ક્યાંક અટવાઈ ગયું છે. દારૂ અને કોમ્પ્લિકેટેડ ગ્રીફ- જોખમ શા માટે વધારે છે? કોમ્પ્લિકેટેડ ગ્રીફની સ્થિતિમાં દારૂ ઘણીવાર સેલ્ફ-મેડિકેશન બની જાય છે. દારૂ પીવાથી પીડા, અપરાધભાવ અને ઊંઘની સમસ્યાથી અસ્થાયી રૂપે રાહત મળે છે, પરંતુ આ રાહત ખરેખર હોતી નથી. આ એક પ્રકારનો ભ્રમ હોય છે, જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વધુ નુકસાન પહોંચાડે છે. દારૂ અને કોમ્પ્લિકેટેડ ગ્રીફના જોખમો નીચેના ગ્રાફિકમાં જોઈએ- તમારા કિસ્સામાં દારૂનું સેવન વધવું એ એક ચેતવણી સંકેત છે. આ એ વાતનો સંકેત છે કે શોક અને અપરાધબોધનો સામનો કરવા અને તેને સંચાલિત કરવા માટે મગજ સુરક્ષિત રીતો શોધી શકતું નથી. CAGE પ્રશ્નાવલી શું દારૂ સમસ્યા બની રહ્યો છે? CAGE ક્વેશ્ચનેર એક ટૂંકું, ચાર પ્રશ્નોવાળું સ્ક્રીનિંગ ટૂલ છે. ડોકટરો અથવા હેલ્થકેર પ્રોવાઇડર્સ તેનો ઉપયોગ દારૂના દુરુપયોગ અથવા તેની લતની સંભાવના શોધવા માટે કરે છે. CAGE ક્વેશ્ચનેર ચાર શબ્દોથી બનેલું છે - ઘટાડવું (Cut-down), નારાજગી (Annoyed), અપરાધબોધ (Guilt) અને આંખો ખોલનાર (Eye-opener). જો આ ક્વેશ્ચનેરના એક કે તેથી વધુ પ્રશ્નોનો જવાબ 'હા' હોય, તો તેનો અર્થ એ છે કે આલ્કોહોલની સમસ્યાની સંભાવના છે. જો બેથી વધુ પ્રશ્નોનો જવાબ 'હા' હોય, તો આલ્કોહોલના દુરુપયોગની સંભાવના હોઈ શકે છે. તમે નીચે ગ્રાફિકમાં આપેલા પ્રશ્નોના જવાબ આપો અને તમારો સ્કોર પણ તપાસો. તમારા માનસિક સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરો સ્વ-મૂલ્યાંકન કસોટી અહીં હું તમને એક સ્વ-મૂલ્યાંકન કસોટી આપી રહ્યો છું. નીચે ગ્રાફિક્સમાં ત્રણ વિભાગોમાં કુલ 12 પ્રશ્નો છે. વિભાગ A માં ભાવનાત્મક અને જ્ઞાનાત્મક પ્રતિક્રિયાઓ, B માં વર્તણૂકીય અને શારીરિક પ્રતિક્રિયાઓ અને C માં જીવન અને ખુશી સંબંધિત પ્રશ્નો છે. તમારે આ પ્રશ્નોને ધ્યાનથી વાંચવાના છે અને તેને 0 થી 3 ના સ્કેલ પર રેટ કરવાના છે. જેમ કે, જો તમારા પહેલા પ્રશ્નનો જવાબ 'બિલકુલ નહીં' હોય તો 0 નંબર આપો અને જો તમારો જવાબ 'લગભગ હંમેશા' હોય તો 3 નંબર આપો. અંતે તમારા કુલ સ્કોરનું વિશ્લેષણ કરો. નંબર પ્રમાણે તેનું અર્થઘટન પણ ગ્રાફિકમાં આપેલું છે. જેમ કે, જો તમારો સ્કોર 0 થી 15 ની વચ્ચે હોય તો તેનો અર્થ એ છે કે આ સામાન્ય શોક છે. પરંતુ જો તમારો સ્કોર 26 થી વધુ હોય તો તમને CBT થેરાપી અને પ્રોફેશનલ મદદની જરૂર પડી શકે છે. તમારી સમસ્યા ક્યાં છે? તમે જે મન:સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, જો તેને મનોવૈજ્ઞાનિક રીતે ડીકોડ કરવામાં આવે તો મુખ્યત્વે આ ચાર બાબતો જોવા મળે છે- જ્યારે સેલ્ફ મેડિકેશન અથવા પોતાના દુઃખની સારવાર માટે આલ્કોહોલનો સહારો લેવામાં આવે છે, ત્યારે તેનો હેતુ પોતાની અપરાધભાવનાને મિટાવવાનો નથી, પરંતુ તેને પોતાની વાસ્તવિકતા અને આત્મદયામાં બદલવાનો હોય છે. ચાર અઠવાડિયાનો CBT આધારિત સેલ્ફ હેલ્પ પ્લાન આ સેલ્ફ હેલ્પ પ્લાનમાં રોજ નિયમિતપણે ઓછામાં ઓછી આ વસ્તુઓ કરવાની છે- અઠવાડિયું 1 (ઊંઘ+દારૂ+ઇમોશનલ લૂપ) ઇમોશનલ લૂપ ટાઇમબોક્સ સ્લીપ ફર્સ્ટ અઠવાડિયું 2 (ગિલ્ટ+આલ્કોહોલ ટ્રિગર્સ) ● તમારા વિચારોને રીફ્રેઝ કરવા 'મને લાગે છે કે કાશ મેં ફોન ઉપાડ્યો હોત, પણ તે સમયે મને તેના આત્મહત્યાના ઇરાદા વિશે કંઈ ખબર નહોતી.' ● આલ્કોહોલ ટ્રિગરને મેપ કરવું અઠવાડિયું 3 (એક્સપોઝર+અર્થપૂર્ણ સુધારણા) અઠવાડિયું 4 (રીલેપ્સ પ્રિવેન્શન) એક અંતિમ મહત્વની વાત આ વાત મેં લેખની શરૂઆતમાં પણ કહી હતી. તે જ હું ફરીથી કહી રહ્યો છું કે તમારો અપરાધબોધ એ વાતનો પુરાવો નથી કે તમે કોઈને માર્યા છે. આ એ વાતનો સંકેત છે કે તમે એક સંવેદનશીલ અને જવાબદાર વ્યક્તિ છો. તમે બીજાઓ સાથે જોડાણ અનુભવો છો, તેમની કાળજી લો છો. તમે કાળજી લો છો, તેથી તમને આટલી તકલીફ અનુભવાઈ રહી છે. જટિલ શોકમાંથી બહાર આવવાનો અર્થ મિત્રના જવાની પીડાને ભૂલી જવું નથી. એનો અર્થ છે પીડાને એવી જગ્યાએ રાખવી, જ્યાં તે તમારા જીવન અને દારૂ બંનેને નિયંત્રિત ન કરે.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:નિફટી ફ્યુચર 26008 પોઈન્ટ અતિ મહત્વની સપાટી...!!!
    Next Article
    ઇલેક્ટ્રિક કીટલી વાપરતા હોવ તો ચેતજો!:નાનકડી બેદરકારી મોટો અકસ્માત નોતરશે, ખરીદી કરતા પહેલાં 12 ફીચર્સ તપાસો; નિષ્ણાત પાસેથી જાણો 17 સેફ્ટી ટિપ્સ

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment