Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:નિફટી ફ્યુચર 26008 પોઈન્ટ અતિ મહત્વની સપાટી...!!!

    14 hours ago

    શુક્રવારે ભારતીય શેરબજારોમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો, જેમાં સેન્સેક્સ અને નિફ્ટી નિર્ણાયક રીતે વધ્યા. તેજીએ સેન્સેક્સ અને નિફ્ટીને નવા ઇન્ટ્રાડે ઉચ્ચ સ્તરે, તાજેતરના સાવચેતીને ઉલટાવી દીધી અને સત્ર માટે તેજીનો સૂર સેટ કર્યો. વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે અનેક નેગેટીવ પરિબળો સર્જાતાં શેરબજારમાં સતત મંદીના માહોલ બાદ આજે સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક ટેન્શન વધવાના ફફડાટ બાદ અનેક શેરો ઓવર વેલ્યુએશન બાદ કરેકશનમાં મોટો ઘટાડો બતાવીને ફરી આકર્ષક વેલ્યુએશને મળી રહ્યાનો લાભ ઉઠાવી આજે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ પોતાના પસંદગીના શેરોમાં ખરીદી કરી હતી. ભારતીય શેરબજારોમાં લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોએ યુટીલીટીઝ, પાવર અને મેટલ શેરોની આગેવાનીએ શેરોમાં મોટું વેલ્યુબાઈંગ કરતાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. રિકવર થતા આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, શુક્રવારે શરૂઆતના વેપારમાં ભારતીય રૂપિયાએ અમેરિકન ડોલર સામે તેની નબળાઈ વધારી, જેનું મુખ્ય કારણ મૂડી બજારોમાંથી વિદેશી ભંડોળનો અવિરત પ્રવાહ હતો. દરમિયાન, અપેક્ષા કરતાં વધુ સારા સાપ્તાહિક યુએસ બેરોજગારી દાવાઓના ડેટાએ અપેક્ષાઓને વેગ આપ્યો છે કે ફેડરલ રિઝર્વ આગામી કેટલાક મહિનાઓ માટે દરોને હોલ્ડ પર રાખશે તેવી ટિપ્પણીઓએ પણ રૂપિયાની ભાવનાને નબળી પાડી છે. જોકે, ક્રૂડ ઓઇલના નીચા ભાવ, મજબૂત સ્થાનિક ઇક્વિટી અને નબળા અમેરિકન ચલણને કારણે રૂપિયામાં વધુ ઘટાડો મર્યાદિત રહ્યો છે. સેક્ટર મુવમેન્ટ... બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.15% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.45% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મુખ્યત્વે રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ્યુનિકેશન, ઈન્ડસ્ટ્રિયલ્સ, યુટિલિટીઝ, ઓટો, પાવર કંઝ્યુમર ડિસ્ક્રેશનરી અને હેલ્થકેર સેક્ટરમાં ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4397 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2395 અને વધનારની સંખ્યા 1849 રહી હતી, 153 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 6 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 0 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ... નિફટી ફ્યુચર બંધ ભાવ @ 25749 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 26008 પોઈન્ટના પ્રથમ અને 26088 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 25676 પોઈન્ટ થી 25606 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 26008 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ સ્ટેટ બેન્ક ( 1042 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1027 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1016 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1053 થી રૂ.1060 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ટાટા કન્ઝ્યુમર ( 1190 ) :- રૂ.1174 નો પ્રથમ તેમજ રૂ.1160 બીજા સપોર્ટથી ટી એન્ડ કૉફી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1203 થી રૂ.1213 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! આઈસીઆઈસીઆઈ બેન્ક ( 1413 ) :- રૂ.1433 આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1440 ના સપોર્ટ તબક્કાવાર રૂ.1404 થી રૂ.1393 ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!! રૂ.1446 ઉપર તેજી તરફી ધ્યાને લેશો...!! સિપ્લા લિ. ( 1396 ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.1420 આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.1380 થી રૂ.1373 ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!!! બજારની ભાવિ દિશા.... મિત્રો, વિશ્વને બાનમાં લેવાની અમેરિકી પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ખતરનાક રણનીતિએ ફરી ઘણા નાના દેશોનું અસ્તિત્વ જોખમમાં હોવાનું સ્પષ્ટ કરી દીધું છે. વેનેઝુએલા પર પોતાનો કબજો જમાવી ચૂકેલા ટ્રમ્પને હવે ગ્રીનલેન્ડ જોઈએ છે અને વિશ્વના ઓઈલ ભંડારો પર કબજે કરતાં જઈ વિશ્વની ઓઈલ સપ્લાય-પુરવઠા પર પોતાનું નિયંત્રણ મેળવીને અમેરિકાને ફરી મહાસત્તા તરીકે પુન:પ્રસ્થાપિત કરવાનો અને વિશ્વ ન માને તો ત્રીજા વિશ્વ યુદ્વમાં લઈ જવાનો ખતરનાક ખેલ ખેલવાનું શરૂ કર્યું છે.ભારતે અમેરિકાની આ દાદાગીરી સામે નહીં ઝુંકવાની રણનીતિ અપનાવી સસ્તું ઓઈલ જે દેશો પાસેથી મળશે એ ખરીદવાની બતાવેલી મકક્મતાને જોતાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો આગામી દિવસોમાં વધુ વણસવાની પૂરી શકયતા છે. હવે કોર્પોરેટ પરિણામોની સીઝન પણ શરૂ થઈ ગઈ છે ત્યારે કંપની પરિણામો બજાર પર ખાસ પોઝિટીવ અસર લાવી શકે એવી શકયતા ઓછી છે. ઉછાળા આવશે તો પણ ઉભરા જેવા નીવડી શકે છે. અમેરિકા, ઈરાન, વેનેઝુએલા, ચાઈના-તાઈવાન, રશીયા-યુક્રેન પર નજર અને આ વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી નવા સપ્તાહમાં નિફટી અને અથડાતા જોવાઈ શકે છે.વિદેશી સંસ્થાકીય રોકાણકારોના સતત આઉટફલો,ઊંચા મૂલ્યાંકન અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે નજીકના ગાળામાં ભારતીય શેરબજારમાં અસ્થિરતા યથાવત્ રહેવાની શક્યતા છે. આવા વાતાવરણમાં ઇન્ડેક્સ આધારિત તેજી કરતાં સેક્ટર-સ્પેસિફિક અને સ્ટોક-સ્પેસિફિક ચાલ જોવા મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    કોણ છે WPLની મિસ્ટ્રી એન્કર, જે સોશિયલ મીડિયા પર છવાઈ?:યેશા સાગરે ગ્રાઉન્ડ પર પોતાની સ્ટાઇલ અને સ્ક્રીન પ્રેઝન્સથી ફેન ફોલોઇંગ વધારી
    Next Article
    'હું પાર્ટીમાં વ્યસ્ત હતો ને મિત્રે આત્મહત્યા કરી લીધી':'આ અપરાધભાવ મને જીવવા દેતો નથી'; સાઇકિયાટ્રિસ્ટ પાસેથી જાણો ગિલ્ટનો સામનો કેવી રીતે કરશો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment