Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોણ છે WPLની મિસ્ટ્રી એન્કર, જે સોશિયલ મીડિયા પર છવાઈ?:યેશા સાગરે ગ્રાઉન્ડ પર પોતાની સ્ટાઇલ અને સ્ક્રીન પ્રેઝન્સથી ફેન ફોલોઇંગ વધારી

    13 hours ago

    WPL (વુમન્સ પ્રીમિયર લીગ) 2026 હાલમાં રમાઈ રહી છે. તેની શરૂઆત 9 જાન્યુઆરીથી થઈ છે. આ T20 લીગની ફાઈનલ 5 ફેબ્રુઆરીએ વડોદરામાં રમાશે. આ WPLમાં એક સ્પોર્ટ્સ પ્રેઝન્ટર/એન્કર પણ છવાઈ ગઈ છે, તેના અનેક ફોટોઝ ચર્ચામાં છે. એન્કરનું નામ છે યેશા સાગર. તેના ઇન્સ્ટાગ્રામ પર જ અલગથી 12 લાખથી વધુ ફોલોઅર્સ છે. WPLની શરૂઆત થતાં જ યેશા વિશે Who is WPL anchor Yesha Sagar, mystery anchor જેવા કીવર્ડ સર્ચ થયા. WPL 2026ની ઓપનિંગ મેચ દરમિયાન યેશા સાગરે તેની શાનદાર એન્કરિંગ અને કેમેરા કોન્ફિડન્સથી તરત જ ધ્યાન ખેંચ્યું. જેનાથી 'WPL એન્કર વાઇરલ વીડિયો' સર્ચ ટ્રેન્ડિંગ કીવર્ડ બની ગયું. કોણ છે યેશા સાગર? યેશા સાગર એક મોડલ-ટર્ન્ડ એન્કર છે, જેણે WPL 2026ના ઓપનરમાં પોતાની સ્ક્રીન પ્રેઝન્સથી દર્શકોને પ્રભાવિત કર્યા. તેની સ્ટાઇલ, આત્મવિશ્વાસ અને કેમેરા સામેની સહજતાએ તેને રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બનાવી દીધી. મોડલિંગથી એન્કરિંગ સુધીની સફર યેશા સાગર એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે નવું નામ નથી. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી અને બાદમાં એક્ટિંગની દુનિયામાં કદમ મૂક્યો. ગ્લેમરસ લુક અને દમદાર પ્રેઝન્સ તેની ઓળખ બની ચૂકી છે. યેશા સાગર અનેક લોકપ્રિય પંજાબી મ્યુઝિક વીડિયોમાં જોવા મળી ચૂકી છે. તેણે બાબુ માન અને જોરન સંધૂ જેવા મોટા કલાકારો સાથે કામ કર્યું, જેનાથી ભારત જ નહીં પરંતુ વિદેશોમાં પણ તેની સારી એવી ફેન ફોલોઇંગ બની ગઈ. કેનેડાથી ઇન્ટરનેશનલ કરિયર પંજાબના કીરતપુર સાહિબમાં જન્મેલી યેશા હાલમાં કેનેડાના ટોરોન્ટોમાં રહે છે. ત્યાંથી જ તે પોતાના ઇન્ટરનેશનલ મોડલિંગ અને કન્ટેન્ટ પ્રોજેક્ટ્સને મેનેજ કરે છે અને ગ્લોબલ લેવલ પર પોતાની ઓળખ બનાવી રહી છે. સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેનબેઝ WPL 2026માં દેખાયા બાદ યેશાની લોકપ્રિયતા વધુ વધી ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 12 લાખથી વધુ ફોલોઅર્સ છે, જ્યાં તે મોડલિંગ શૂટ્સ, ટ્રાવેલ ડાયરી અને ફિટનેસ સાથે જોડાયેલા પોસ્ટ શેર કરતી રહે છે. મોડેલ, એક્ટ્રેસ યેશા સાગર ક્રિકેટ બ્રોડકાસ્ટિંગમાં નવી નથી, તેણે પહેલાં IPL, ગ્લોબલ T20 કેનેડા જેવી લીગ હોસ્ટ કરી છે. તેણે ભારતમાં પણ UP T20 લીગ અને ટેનિસ સાથે જોડાયેલા અનેક ટુર્નામેન્ટમાં કામ કર્યું છે. યેશા ફિટનેસ વિશે પણ અનેક વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેના તાજેતરના WPLના ફોટા પર ફેન્સ ખૂબ રિએક્ટ કરી રહ્યા છે. તેના ફેસબુક અને X એકાઉન્ટ પર પણ ફેન્સ ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Guwahati (Kamakhya)-Howrah Vande Bharat Sleeper train to commence inaugural today – check timings, stoppages
    Next Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:નિફટી ફ્યુચર 26008 પોઈન્ટ અતિ મહત્વની સપાટી...!!!

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment