Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મધુરિમા ન્યૂઝ:ભારતમાં મહિલાઓ માટે કયું શહેર સૌથી સર્વશ્રેષ્ઠ?

    18 hours ago

    લજ્જા દવે પંડ્યા મહિલાઓ માટે દેશના કયા શહેરો સુરક્ષિત તથા પ્રગતિ અને રોજગાર માટે અનુકૂળ છે તે માપવા માટે અવતાર ગ્રુપ દ્વારા દર વર્ષે ટોપ સિટીઝ ફોર વિમેન ઇન ઈન્ડિયા નામનો રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. 2025ના આ અહેવાલમાં દેશના 125 શહેરોનું મૂલ્યાંકન કરાયું છે. જે પ્રમાણે બેંગલુરુ મહિલાઓ માટે દેશનું સર્વશ્રેષ્ઠ શહેર છે. એ પછી ચેન્નાઈ બીજા ક્રમે છે. આ બંને શહેરો મહિલાઓને રોજગાર, સુરક્ષા અને જીવનની ગુણવત્તા એમ ત્રણેય રીતે અનુકૂળ વાતાવરણ આપે છે. આ રિપોર્ટમાં શહેરોને CIS એટલે કે સિટી ઇન્કલ્યુઝન સ્કોર આધારે ક્રમ આપવામાં આવ્યો છે. આ સ્કોર વળી બે ભાગમાં વહેંચાયેલો છે. જેમાં સોશિયલ ઇન્કલ્યુઝન સ્કોર (જેમાં મહિલાઓની સુરક્ષા, જાહેર પરિવહન, આરોગ્ય અને શિક્ષણ જેવા પરિબળો છે) અને ઇન્ડસ્ટ્રીયલ ઇન્કલ્યુઝન સ્કોર (જેમાં મહિલાઓ માટે નોકરીની અને કારકિર્દી વિકાસની તકો અને કાર્યસ્થળ પર સમાનતા) એમ બે માપદંડો પર શહેરનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જેના પરથી એ નક્કી થાય છે કે કોઈ શહેર મહિલાઓ માટે માત્ર રહેવા યોગ્ય છે કે તેમને આગળ વધવાની યોગ્ય તકો પણ આપી શકે છે? આ લિસ્ટમાં બેંગલુરુ છેલ્લા બે વર્ષથી સતત પ્રથમ સ્થાને છે. તેનું મુખ્ય કારણ ત્યાં મહિલાઓ માટે નોકરીઓની તકો વિપુલ માત્રામાં છે, કાર્યસ્થળો ફ્લેક્સિબલ છે અને કારકિર્દીમાં આગળ વધવામાં મદદ કરે તેવું વાતાવરણ ઉપલબ્ધ છે. ખાસ કરીને આઈટી અને સર્વિસ સેક્ટરમાં મહિલાઓની ભાગીદારી વધુ હોવાથી બેંગલુરુ મહિલાઓને લાંબા સમય સુધી કારકિર્દીમાં ટકી રહેવાની તક આપે છે. બીજા નંબરે આવેલું ચેન્નઈ મહિલાઓની સુરક્ષા અને જાહેર સુવિધાઓમાં આગળ છે. ત્યાં જાહેર પરિવહન, આરોગ્ય, શિક્ષણની સુવિધાઓ સાથે સારી સુરક્ષા વ્યવસ્થા પણ છે. એટલે ચેન્નઈ નોકરિયાત અને પરિવાર સંભાળતી એમ બંને મહિલાઓ માટે અનુકૂળ શહેર સાબિત થયું છે. આ લિસ્ટમાં પુણે, હૈદ્રાબાદ અને મુંબઈ જેવા શહેરો પણ ટોપ પાંચની યાદીમાં છે, તો આપણું અમદાવાદ આઠમાં ક્રમે આવ્યું છે. આ રિપોર્ટથી સ્પષ્ટ થાય છે કે મહિલાઓ માટે નોકરીઓ ઊભી કરવી એ પૂરતું નથી. સુરક્ષા, જાહેર પરિવહનની સલામત સુવિધાઓ, સસ્તા ઘર, ઓછો ઘરખર્ચ, બાળસંભાળની સુવિધાઓ અને કાર્યસ્થળ પર સમાનતા જેવા પરિબળો પણ મહત્ત્વના છે. બેંગલુરુ અને ચેન્નઈ જેવા શહેરો આ દિશામાં અન્ય શહેરો કરતાં આગળ છે. આશા રાખીએ કે આગામી વર્ષોમાં ભારતના વધુ શહેરો આ યાદીમાં સ્થાન મેળવે અને ભારતનું દરેક શહેર મહિલાઓ માટે ‘શ્રેષ્ઠ’ બને! ભારતીય મહિલા રેફરીની વ્હિસલ વિશ્વના સૌથી મોટા મેદાનમાં ગુંજશે મેઘાલયના મહિલા ફૂટબોલ રેફરી રિયોહલાંગ ધરને 2026ના વર્ષ માટે ફિફા ઇન્ટરનેશનલ પેનલ’માં આસિસ્ટન્ટ રેફરી તરીકે ફરીથી સ્થાન આપવામાં આવ્યું છે. રિયોહલાંગ મેઘાલય પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે પણ ફરજ બજાવે છે 2009માં તેમણે ફૂટબોલના સક્રિય ખેલાડી તરીકે સંન્યાસ લીધો હતો. ફૂટબોલ પ્રત્યેના પ્રેમને જીવંત રાખવા તેમણે રેફરી બનવાનું નક્કી કર્યું. 2024માં ડોમિનિકન રિપબ્લિક ખાતે યોજાયેલા ‘ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ’માં ઓફિશિયલ રેફરી તરીકે પસંદગી પામીને તે પ્રસિદ્ધ થયાં હતા. આ ઉપરાંત, ઈન્ડોનેશિયામાં યોજાયેલા એશિયન કપમાં તેમને AIFF દ્વારા મળેલ ‘શ્રેષ્ઠ આસિસ્ટન્ટ રેફરી’નો એવોર્ડ પણ મળ્યો હતો. હવે 2026ની ફિફા પેનલમાં તેમની વરણી થવાથી હવે તેઓ આગામી સમયમાં મોટી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સમાં નિર્ણાયકની ભૂમિકામાં જોવા મળશે. સરકારી હોસ્પિટલમાં પીડારહિત પ્રસૂતિની સુવિધા કર્ણાટકની સરકારી હોસ્પિટલોમાં હવે ‘પેઈન-ફ્રી લેબર’ની સુવિધા શરૂ કરાશે. રાજ્યમાં સિઝેરિયન ઓપરેશનના વધતા પ્રમાણને રોકવા માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે. ઘણી સ્ત્રીઓ પ્રસૂતિના દુખાવા અને લાંબા સમય સુધી ચાલતી પીડાના ડરથી કુદરતી પ્રસૂતિને બદલે ઓપરેશનનો વિકલ્પ પસંદ કરે છે. આ સુવિધાનો હેતુ માતાઓનો ડર દૂર કરવાનો અને કુદરતી પ્રસૂતિને પ્રોત્સાહન આપવાનો છે. આ નવી પહેલ હેઠળ સરકારી હોસ્પિટલોમાં મુખ્યત્વે બે પ્રકારની સારવાર અપાશે: એક ‘એપિડ્યુરલ એનેસ્થેસિયા’ અને બીજું ‘નાઈટ્રસ ઓક્સાઈડ’. એપિડ્યુરલ એ કમરના નીચેના ભાગમાં આપવામાં આવતું એક ઈન્જેક્શન છે, જે પ્રસૂતિના દુખાવાને ઓછો કરે છે અને સાથે માતાને હોશમાં રાખે છે. જ્યારે નાઈટ્રસ ઓક્સાઈડ એ એક ગેસ છે જે માતા પોતે શ્વાસ દ્વારા લઈ શકે છે, જેથી તેને ગભરામણ અને પીડામાં રાહત મળે છે. આ ઉપરાંત, કેટલીક હોસ્પિટલોમાં મ્યુઝિક થેરપી અને એરોમાથેરપી જેવી પદ્ધતિઓનો પણ ઉપયોગ કરાશે. જોકે, આ સુવિધાનો અમલ પડકારજનક છે કારણ કે એપિડ્યુરલ ઈન્જેક્શન આપવા માટે નિષ્ણાત ડોક્ટરોની જરૂર પડે છે સાથે નર્સ સહિતના સ્ટાફને આ માટે ટ્રેનિંગ પણ આપવી પડે છે. પણ, માતૃત્વને સંવેદનાથી જોવાની કર્ણાટક સરકારની આ પહેલ દેશના અન્ય રાજ્યો માટે દિશાદર્શક છે. કેરમ વર્લ્ડ કપમાં એક સાથે ત્રણ ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો ચેન્નઈની એલ. કીર્તનાએ તાજેતરમાં માલદીવમાં યોજાયેલા કેરમ વર્લ્ડ કપમાં ભારત માટે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. કીર્તનાએ મહિલા સિંગલ્સ, મહિલા ડબલ્સ અને ટીમ ઇવેન્ટ એમ ત્રણેય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્લ્ડ લેવલની કેરમ ટૂર્નામેન્ટમાં એક સાથે ત્રણ ગોલ્ડ મેડલ જીતીને કીર્તનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ગૌરવ અપાવ્યું હતું. નાની ઉંમરે કીર્તનાનાં પિતાનું અવસાન થયા બાદ તેના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી બની. પરિણામે દસમા ધોરણ પછી તેને શાળા છોડવી પડી અને પરિવારને ટેકો કરવા નાની મોટી નોકરી પણ કરવી પડી. કેરમ પ્રત્યેની લગન અને સ્થાનિક સ્તરે મળેલા માર્ગદર્શનના સહારે તેણે ફરી તાલીમ શરૂ કરી. કેરમની કલાકોની સખત પ્રેક્ટિસ અને રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સારા પ્રદર્શનના આધારે કીર્તનાની વર્લ્ડ કપ માટે પસંદગી થઈ.
    Click here to Read More
    Previous Article
    આરોગ્ય:પીરિયડ્સ સમયે થતી ખોરાકની ક્રેવિંગ એ નખરાં છે? ના નથી!
    Next Article
    પહેલું સુખ તે...:વજનકાંટાની વધ-ઘટનો અર્થ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment