Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલું સુખ તે...:વજનકાંટાની વધ-ઘટનો અર્થ

    19 hours ago

    રોજ સવારે તમે વજનકાંટા પર પગ મૂકો અને દરેક વખતે અલગ આંકડો જોવા મળે તો ચિંતા કરવાની જરૂર નથી. શરીરમાં કંઇ તકલીફ નથી, વજનકાંટો પણ બરાબર છે અને રાતોરાત તમારું વજન વધી નથી ગયું. વજન કુદરતી રીતે જ એક દિવસમાં વધે કે ઘટે છે. અહીં એ સમજવું મહત્ત્ત્વપૂર્ણ છે કે આવું કેમ થાય છે. વોટર રીટેન્શન સૌથી મોટો અવરોધ: વજનમાં રોજેરોજ થતો ફેરફાર સાદા પાણીને કારણે હોય છે, ચરબી એકત્રિત થવાને લીધે નહીં. તમે જ્યારે વધારે સોડિયમયુક્ત ભોજન લો, પૂરતી ઊંઘ ન લો, સ્ટ્રેસમાં હો, શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું હોય કે માસિકસ્રાવના દિવસો નજીક આવતાં હોય ત્યારે વજનમાં વધઘટનું પ્રમાણ જોવા મળે છે. તમે મોડી રાત્રે ભલે સાવ ઓછું પણ કંઇક ખાધું હશે, તો બીજા દિવસે સવારે શરૂરમાં પાણીનો ભાગ વધી જશે. આના કારણે તમને વજનકાંટો 500 ગ્રામથી લઇને 2 કિ.ગ્રા. જેટલું વધારે વજન સહેલાઇથી બતાવે છે, પણ તેને ચરબી સાથે કંઇ નિસ્બત નથી. ગ્લાયકોજેનમાં વધ-ઘટ: ગ્લાયકોજેન એટલે તમારા સ્નાયુઓ કઇ રીતે કાર્બોહાઇડ્રેટ્સનો સંગ્રહ કરે છે તે. જ્યારે ગ્લાયકોજેન પૂરતા પ્રમાણમાં હોય, ત્યારે દરેક ગ્રામ ગ્લાયકોજેન લગભગ 3-4 ગ્રામ પાણી ધરાવે છે. આથી જો તમે આજે વધારે કાર્બ્સનું સેવન કર્યું હોય તો કાલે સવારે વજનકાંટો વધારે વજન બતાવશે, તેનો અર્થ એવો નથી કે તમારા શરીરમાં ચરબી એકત્રિત થઇ છે. પણ તે એટલા માટે વધારે લાગે છે કે તમારા સ્નાયુઓ વધારે એનર્જી અને પાણીનો સંગ્રહ કરે છે. પાચનતંત્રની કામગીરી: ઘણી વાર વજનકાંટો હજી પણ તમારા શરીરમાં જે હોય તેનું પણ વજન દર્શાવે છે. તમે રાત્રે મોડા જમ્યાં હો, ફાઇબરનું પ્રમાણ વધારે હોય અથવા આંતરડા સારી રીતે કાર્ય ન કરતાં હોય તો તમારું વજન કામચલાઉ ધોરણે વધારે જોવા મળી શકે. આ ચરબી નથી. તે ખોરાકનું પ્રમાણ છે. તમારી પાચનક્રિયા સુચારુ બને તે પછી એક વાર વજન કરી જોજો. હોર્મોનલ ફેરફાર: માસિકસ્રાવ પહેલાં વોટર રીટેન્શનને લીધે શરીરમાં ફેરફાર થાય છે, પાચનક્રિયા ધીમી પડે છે અને ક્રેવિંગ વધારે થાય છે. એવામાં બે-ત્રણ કિ.ગ્રા. વજન વધારે જણાય છે. ઓવ્યુલેશન દરમિયાન પણ વજનમાં વધારો જણાય છે. માસિકચક્રના સમયને સમજવાથી બિનજરૂરી હતાશાથી બચી શકશો. સ્ટ્રેસ અને ઊંઘની ગુણવત્તા: સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ તમારા શરૂરમાં પાણી જાળવી રાખે છે અને સોડિયમનો પણ વધારે સંગ્રહ કરે છે, આવી જ અસર ઓછી ઊંઘને કારણે પણ જોવા મળે છે. એક રાત્રે ઊંઘ બગડવાથી વજનકાંટામાં 300થી 800 ગ્રામનો તફાવત જોવા મળી શકે છે. આ ચરબી નથી પણ પ્રવાહી છે. વર્કઆઉટ પછી સ્નાયુઓનું ઇન્ફ્લેમેશન: તમે જ્યારે વજન ઊંચકો છો અથવા નવા રૂટિનની શરૂઆત કરો છો, ત્યારે સ્નાયુઓમાં સાવ નજીવું પાણી નીકળતું અનુભવાય છે. આ ઇન્ફ્લેમેશન પાણીને આકર્ષે છે. ભલે ફેટ બર્ન થઇ હોય, સ્નાયુઓનું બંધારણ થયું હોય, તો પણ વજનકાંટો વધારે વજન દર્શાવે છે. વજનકાંટાનું યોગ્ય અર્થઘટન કરી રીતે કરવું? • રોજેરોજના આંકડાને ધ્યાનમાં ન લેતાં સાપ્તાહિક સરેરાશ આંકડો કેટલો છે તે જુઓ. વજન રોજેરોજ ઘટતુ નથી, તેની ગણતરી એકસાથે થાય છે.
    Click here to Read More
    Previous Article
    મધુરિમા ન્યૂઝ:ભારતમાં મહિલાઓ માટે કયું શહેર સૌથી સર્વશ્રેષ્ઠ?
    Next Article
    બ્યૂટી:પિમ્પલ પેચ: નાનું સ્ટિકર, મોટું કામ!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment