Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોગ્ય:પીરિયડ્સ સમયે થતી ખોરાકની ક્રેવિંગ એ નખરાં છે? ના નથી!

    15 hours ago

    પ્રેરણા કાનાણી અમારા સમયમાં તો પીરિયડ્સ આવે તો પણ કોઈ ચોકલેટ કે ખાસ ખાવાની વાત જ નહોતી. દાદી હળવા સ્મિત સાથે કહે છે. સામે આજની યુવતી કહે છે, ‘મને તો એ દિવસોમાં મારું શરીર જ મને શું જોઈએ છે એ કહેતું હોય છે.’ આ બે વાક્યો વચ્ચે માત્ર બે પેઢીઓ નહીં, પરંતુ સમય, જીવનશૈલી, ખોરાક અને સ્ત્રીના આરોગ્યને સમજવાની દૃષ્ટિનો લાંબો અંતર છુપાયેલો છે. પીરિયડ્સ તો ત્યારે પણ હતા અને આજે પણ છે, પરંતુ તેને અનુભવવાની રીત, તેને સ્વીકારવાની હિંમત અને તેના વિશે બોલવાની ભાષા બદલાઈ ગઈ છે. આજની યુવતીઓ અને મહિલાઓ જ્યારે પીરિયડ્સ દરમિયાન ડાર્ક ચોકલેટ, મીઠાઈ કે ખાસ પ્રકારના ખોરાકની તીવ્ર ઇચ્છા થવાની વાત કરે છે, ત્યારે ઘણી વાર ઘરનાં વડીલો ખાસ કરીને દાદી કે નાની કહે છે, ‘અમારા સમયમાં આવું કઈ થતું જ નહોતું.’ આ વાત માત્ર પેઢીગત મતભેદ નથી, પરંતુ સમય સાથે બદલાયેલી જીવનશૈલી અને આરોગ્યની સમજણનું પ્રતિબિંબ છે. દાદી-નાનીના સમયમાં ખોરાક મોટાભાગે ઘરે જ બનતો. અનાજ, દાળ, શાકભાજી, ઘી, છાશ, દૂધ જેવા પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક રોજિંદા જીવનનો ભાગ હતા. આજે ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ખોરાક, વધારે ખાંડ અને રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ આપણા આહારમાં વધી ગયા છે. આવા ખોરાક શરીરમાં શુગર લેવલમાં અચાનક ફેરફાર કરે છે, જે પીરિયડ્સ દરમિયાન થાક, ચીડિયાપણું અને ચોક્કસ ખોરાકની ક્રેવિંગને વધારે છે. માનસિક દબાણ અને સ્ટ્રેસ પણ મોટું કારણ છે. આજની મહિલાઓ શિક્ષણ, કારકિર્દી, પરિવાર અને સમાજની અપેક્ષાઓ વચ્ચે સતત દબાણ અનુભવે છે. સ્ટ્રેસ હોર્મોન ‘કોર્ટિસોલ’ શરીરમાં વધે ત્યારે મગજ તાત્કાલિક આનંદ આપતા ખોરાક જેમ કે ચોકલેટ અથવા મીઠાઈ તરફ આકર્ષાય છે. દાદી–નાનીના સમયમાં જીવન કઠિન હતું, પરંતુ ગતિ ધીમી અને માનસિક તણાવ આજ જેટલો જટિલ નહોતો. એના સિવાય ખુલ્લી વાતચીતનો અભાવ અને ફરક. પહેલાં પીરિયડ્સ વિશે ખુલ્લેઆમ વાત થતી નહોતી. મહિલાઓ પોતાની તકલીફો કહી શકતી નહોતી અથવા તેને સ્વાભાવિક માનીને સહન કરતી. એટલે એવું શક્ય છે કે ક્રેવિંગ થતી હોય, પરંતુ તેને નામ આપવામાં ન આવ્યું હોય. આજે આરોગ્ય અંગે જાગૃતિ વધી છે, સોશિયલ મીડિયા અને ડોક્ટરો દ્વારા માહિતી મળે છે, એટલે મહિલાઓ પોતાની લાગણીઓ અને શરીરના સંકેતોને ઓળખીને વ્યક્ત કરે છે. છેલ્લે, પર્યાવરણ અને હોર્મોનલ અસર પણ અવગણવા જેવી નથી. પ્રદૂષણ, પ્લાસ્ટિકમાંથી નીકળતા કેમિકલ્સ અને બદલાતી જીવનશૈલી શરીરના એન્ડોક્રાઇન સિસ્ટમ પર અસર કરે છે, જે હોર્મોનલ ફેરફારોને વધુ તીવ્ર બનાવી શકે છે. પીરિયડ્સ દરમિયાનની ખોરાકની ક્રેવિંગ કોઈ ‘નખરા’ નથી, પરંતુ સમય સાથે બદલાયેલા ખોરાક, જીવનશૈલી, માનસિક દબાણ અને જાગૃતિનું પરિણામ છે. દાદી-નાનીના અનુભવને નકાર્યા વગર, આજની મહિલાઓના અનુભવને સમજવા અને સ્વીકારવા જરૂરી છે. બંને પેઢીઓના અનુભવ આપણને એક જ વાત શીખવે છે....સ્ત્રી શરીર સંવેદનશીલ છે અને તેને સમજદારી, પોષણ અને સહાનુભૂતિની જરૂર છે.
    Click here to Read More
    Previous Article
    રિફ્લેક્શન:સંબંધની પરિભાષા હવે બદલાઈ રહી છે!
    Next Article
    મધુરિમા ન્યૂઝ:ભારતમાં મહિલાઓ માટે કયું શહેર સૌથી સર્વશ્રેષ્ઠ?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment