Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિફ્લેક્શન:સંબંધની પરિભાષા હવે બદલાઈ રહી છે!

    14 hours ago

    નમ્રતા દેસાઈ 2026નું નવું વર્ષ ઊગી ગયું છે. ફોન અને સોશિયલ મીડિયા થકી નવા વર્ષની યાંત્રિક અને નકલી કે ઉછીની શુભેચ્છાઓનો મારો થઇ રહ્યો છે. ત્યારે એમાંના ઘણાં બધા મેસેજિસ તો વાંચ્યા વિના જ ડીલીટ થઇ જતા હોય છે. એમાં મેસેજની સાથે મોકલનાર વ્યક્તિ પણ આપણા માનાસપટ પરથી ડીલીટ થવા માંડ્યા છે. આ સંબંધ કામના છે? કોઈ મોટું માથું છે? કોઈ વાર કામ આવશે! એવા સ્વાર્થ સાથે સંબંધનું ગણિત મંડાય ત્યારે નિસ્વાર્થ, નિખાલસ અને સરળ સંબંધો ક્યાંક ખૂણે એકલા એકલા કણસતા રહે છે. જે દિવસથી માછલીને પાણીનો ભય લાગે ત્યારે સમજવું કે માછલી અને પાણીને કશુંક વાંકુ પડયું છે. આપણી માનવજાતની પણ આ જ ફિતરત છે. આપણા દાદા-દાદી કે માતા-પિતા કે બીજા વડીલો થકી સમાજમાં અને પરિવારમાં સંબંધનું જે મહત્ત્વ જળવાય રહેતું હતું અને કદાચ હજી પણ અમૂક ઠેકાણે સબંધનુ ગૌરવ જળવાય રહ્યું હશે! એ આપણા માટે આંનદની અને આત્મસમ્માનની બાબત છે. છેલ્લા ઘણાં વરસોથી સંબંધની વ્યાખ્યા સમૂળગી બદલાય ચૂકી છે. હવે ફોન કર્યા વગર કોઈના ઘરે અમસ્તા અમસ્તા જવાનું થતું નથી. કોઈક જરા અમથો ઓળખીતો આવે તો ચા-પાણી બનતા નથી. ને ગામથી કે બીજા શહેરથી ટાણેકટાણે જો કોઈ આવ્યું હોય તો શિરામણ કે ભોજનની વ્યવસ્થા હવે નથી થતી. અરે, ફોન પણ અકારણ નથી થતાં અને નિખાલસ મેસેજ કરીએ એ પણ કોઈને ગમતાં નથી! બધાને પોતાની વ્યસ્તતા છે. ગમા-અણગમા છે. ક્યાંક આળસ તો ક્યાંક નારજગી તો વળી ક્યાંક અહંકાર આડે આવે છે! અતિથિ દેવો ભવઃ એ ઉક્તિ હવે ઘસાઈને કાટ ખાઈ ચૂકી છે. ગમે એટલો મહેલ જેવો બંગલો કે ફ્લેટ હોય મહેમાનો માટે ખુલ્લા મનથી ખુલ્લા નથી રહેતા. કોઈના ઘરે જાઓ તો વાત ઓછીને મોબાઈલની વ્યસ્તતા જ વધારે. અરે! એક જ ઘરમાં એક જ રૂમમાં એક જ સોફા પર ઘરની ચાર વ્યક્તિઓ જુદા જુદા મોબાઈલમાં વ્યસ્ત. આ વર્ચુઅલ રિલેશનની દુનિયામાં સાચો સંબંધ ભીતર ખૂણામાં એકલો એકલો રડ્યા કરે પણ આપણે એટલા બધા ઉસ્તાદ થઇ ચૂક્યા છીએ કે એને નજરઅંદાઝ કરતા પણ હવે શીખી ગયા છે. એમાં આપણે એવું સમજી બેઠા છીએ કે લાગણીનાં આદાનપ્રદાનમાં આપણે આત્મનિર્ભર બની રહ્યા છીએ! હવે આપણે જે પણ કરીએ છીએ એ આપણી ગરજે કરીએ છીએ. ક્યાંક બતાવી આપવું છે, ક્યાંક બદલો લેવો છે, તો ક્યાંક અળગા કરી દેવા છે. અને આપણા સ્વાર્થ અને આપણી સત્તા કે પ્રતિષ્ઠા મુજબ જેની જેવી અને જેટલી જરૂરિયાત એ મુજબ વાપરીને ભૂલી જવું એ નવો ટ્રેન્ડ ચાલે છે. હવે સાથે મળીને કરેલી વાતોનું કોઈ મૂલ્ય નથી.. સાથે જોયેલા સપનાઓનો રંગ ઝાંખો થવા લાગ્યો છે. એમાં આ આપણા કોણ થાય? એ પ્રશ્ન નવી પેઢી માટે આશ્ચર્ય સાથે એક અણગમો ઊભો કરે છે. સમય સાથે દરેક વસ્તુ પરિમાણ, વ્યક્તિ અને પરિસ્થિતિઓ બદલાતી રહે છે. ત્યારે આવા પરિવર્તન આપણી રોજિંદા જીવનને સરળ બનાવે છે કે કઠોર? એ વિશે જાતની અંદર ખૂંપવા માટે દિલને થોડી રજામંદી આપવી જ જોઈએ. આપણે આપણા સંતાનોમા સારામાં સારા સંસ્કારોનું સિંચન કરીને ઉછેર કરીએ છીએ છતાંય આ સંતાનો, અને સ્વજનો માર્ગ ભૂલી જવા માંડ્યા છે. એ કોણ? મારે શું? એ તો તમારા સંબંધ! અમને શું કામ આવશે? તમે ઘસાઈને પૂરા થયા અમારે એવું નથી જીવવું! વગેરે વગેરે વાક્યો પ્રત્યેક ઘર પરિવારમાં સાંભળવા મળે છે. દરેકને કશેક પહોંચવું છે. દરેકને ઉતાવળ છે. દરેકને કશુંક મેળવવું છે. દરેકને કોઈકને કોઈક સ્વાર્થ છે. અને દરેકને બીજાની લાગણી વગર આત્મનિર્ભર બનવું છે. શું કામ? કોના કહેવાથી? અને કોના ભોગે અને કોના અર્થે? આવા પ્રશ્નો જો ભૂલથી પણ ભીતર ક્યારેક થતાં હોય તો સમજવું કે માહયલો હજી જીવે છે. અને આ માહયલો જો જવાબ આપે તો સમજવું કે હજી આપણે ચોપગા પશુની જેમ ફક્ત આહાર, વિહાર, નિદ્રા અને મૈથુન સુધી સીમિત નથી. પણ માનવ જન્મ તરીકે સદભાગી છીએ. નવા વર્ષમાં બહુ નહીં પણ થોડા જૂનાં આત્મીય અને કશી આપ-લે વિનાના નિખાલસ જ્યાં મન મૂકીને ખડખડાટ હસી શકાય, ખુલ્લા દિલે રડી શકાય અને સામે વાળાને હક્કથી ખીજાય પણ શકાય એવા સંબંધોને સાચવી લેવાની પહેલ કરીએ! જરૂરી નથી કે આપણા સંતાનો આપણું કહ્યું કરશે જ પણ એમને પણ જીવનની દોડને અંતે થોડું ઘણું કંઈ સમજાશે જો આપણે કંઈક સારું રોપ્યું હશે તો! માનવ જીવનમાં યુગોથી લડાઈ, વાદવિવાદ, યૂદ્ધ ચાલતા જ રહે છે, છતાં પણ આ બધી નકારાત્મકતાઓ વચ્ચે જીવવાનું બળ અને આશા માણસ-માણસ વચ્ચેના નિસ્વાર્થ સંબંધોમાંથી જ મળતું હોય છે.
    Click here to Read More
    Previous Article
    પરખ:દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પત્ની તરીકે તમારો કેટલો હાથ છે?
    Next Article
    આરોગ્ય:પીરિયડ્સ સમયે થતી ખોરાકની ક્રેવિંગ એ નખરાં છે? ના નથી!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment