Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરખ:દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પત્ની તરીકે તમારો કેટલો હાથ છે?

    13 hours ago

    જયસ્વી પટેલ સ્ત્રીની સફળતા પાછળ પુરુષનો અને પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે. બંનેનો સાથ-સહકાર જ સફળતાના શિખરે પહોંચાડે છે. પત્ની તરીકે તમે જાણી લો કે, પતિની સફળતામાં તમારો કેટલો સાથ-હાથ છે? એ માટે આપેલા સવાલના જવાબરૂપે તમારો જવાબ ‘હા’ હોય તો કૌંસમાં 6, ‘થોડુંઘણું’ હોય તો 3 અને ‘ના’ હોય તો 1 માર્ક આપો. (1) પતિની દરેક વાતને માન આપો છો? ( ) (2) પતિના મન-મૂડને સ્વીકારીને તે મુજબ વર્તો છો? ( ) (3) પતિની દરેક સલાહને અનુસરો છો? ( ) (4) પતિની દરેક જરૂરિયાતને સંતોષવા પ્રયાસ કરો છો? ( ) (5) પતિના મોજ-શોખ સંતોષવામાં સાથ આપો છો? ( ) (6) પતિનાં સપનાં પૂરાં કરવામાં યોગદાન આપો છો? ( ) (7) પતિની આર્થિક સ્થિતિને આધીન જીવનશૈલી અપનાવો છો? ( ) (8) પતિ સાથે કોઇ બાબતે ઝઘડામાં લેટ-ગોની ભાવના રાખો છો? ( ) (9) પતિના કાર્યોને બિરદાવી તેમનો ઉત્સાહ વધારો છો? ( ) (10) પતિ બીમાર હોય તો તેમના શક્ય કામો તમે ઉપાડી લો છો? ( ) (11) પતિની પ્રગતિ એજ તમારી પ્રગતિ માનીને જીવો છો? ( ) (12) પતિના સુખે સુખી અને દુખે દુખી રહી જીવન જીવો છો? ( ) (13) પતિના અગત્યના નિર્ણયોમાં રસ લો છો? ( ) (14) પતિ તેમના કામકાજમાં તમારો સહયોગ ઇચ્છે છે? ( ) (15) પતિના આદર્શવાદી સ્વભાવને જાળવી રાખવાનું ઈચ્છો છો? ( ) (16) પતિની પસંદગીમાં સહમત થાવ છો? ( ) (17) પતિના વોર્ડરોબને સમયાંતરે અપડેટ કરતાં રહો છો? ( ) (18) પતિના ફ્રેન્ડસર્કલને માન-સન્માન આપો છો? ( ) (19) પતિના કોઇપણ કામમાં તમે ઉત્સાહ દર્શાવો છો? ( ) (20) પોતાની સફળતાનો યશ પતિ તમને આપે છે? ( ) (21) પતિના ધંધા-રોજગાર કે જોબ અંગે પૂરેપૂરું જાણો છો? ( ) (22) પતિના કામકાજમાં પૂરતાં રસ-રુચિ લો છો? ( ) (23) પતિ અન્ય રાજ્યમાં જઇ વધુ સારું કરિયર ઘડવા ઇચ્છે તો, તમે તૈયાર થશો? ( ) (24) પતિના કામકાજ અને હોદ્દા વિશે ફ્રેન્ડ સર્કલમાં ચર્ચા કરો છો? ( ) (25) સંતાનોનાં સપનાં પૂરાં કરવામાં પતિને સાથ આપો છો? ( ) (26) સ્ત્રી-પુરુષ એકબીજાંનું અવિભાજ્ય અંગ છે. એ સાથે તમે સંમત છો? ( ) ઉપરોક્ત 26 સવાલના જવાબરૂપે કૌંસમાં આપેલા જવાબના માર્ક્સનો સરવાળો કરી પરિણામ જાણો. પરિણામ 114થી 156 માર્ક્સઃ પતિની પ્રગતિમાં તમારો મોટો સાથ ને હાથ છે. તમે બંને અવિભાજ્ય અંગ બની, એકમેકના પૂરક બનીને જીવો છો. મબલખ શુભેચ્છા. 70થી 113 માર્ક્સ:તમે હજુ પતિના થોડાં વધુ સહાયક બની, તેમના કામમાં વધુ સહયોગ આપો તો પતિ ધારી સફળતા મેળવી શકશે, એનો પૂરો યશ-જશ તમને મળે એવી શુભકામના. 26થી 69 માર્ક્સ: પતિને તમારો પૂરતો સાથ-સહકાર મળતો નથી. તમે તન-મન-ધનથી પૂરો સાથ-સહયોગ આપી પતિની સફળતાના હકદાર બનો એવી શુભકામના. ઝબકારો: સફળતાના પથ પર તમને એટલી બધી એવી સ્ત્રીઓ જડશે કે, જેમણે પોતાના પતિને એના રાહ પર ચડાવવા ધક્કા માર્યા હોય..!
    Click here to Read More
    Previous Article
    કાવ્યાયન:પતંગપ્રેમ અને પ્રેમનો પતંગ
    Next Article
    રિફ્લેક્શન:સંબંધની પરિભાષા હવે બદલાઈ રહી છે!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment