Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાવ્યાયન:પતંગપ્રેમ અને પ્રેમનો પતંગ

    11 hours ago

    હરદ્વાર ગોસ્વામી પવનપાતળો કાગળ લઈને નભમાં ઊડે અગાશીજી; વાંસ-સળીનો કિત્તો લઈને લખતી ગઝલ ઉદાસીજી! પવન સૂસવે ઘડીક સામટો, ઘડીક ખાતો ખત્તાજી; શ્વાસ હાવરા-પુલશા થઈને સાચવતા કલકત્તાજી ! ઠાગાઠૈયા, ઠુમકા, ઝૂમખાં હુંકારે અવિનાશીજી… કાગળ પર રેશમના દોરે કન્યા બાંધે કન્નાજી; પવન ટપાલી થઈ પહોંચાડે કાગળ એ જ તમન્નાજી! કંઈ ગગનમાં તરે માછલી, એકલ મીન પિયાસીજી… વિના અમાસે સૂર્ય ઘેરતા રાહુ બની પતંગાજી; ધોળે દા’ડે નભમાં આલે અંધકારના દંગાજી! આ જ ધરાનું પાણીપત ને આ જ ગગનનું પ્લાસીજી! - ભગવતીકુમાર શર્મા પ્રેમનું નામ પડતા જ કેટલાક સજ્જનો ચોખલિયા ચાલીસા શરુ કરી દે છે. સોળ વરસના વાસંતી પવન અને અઢાર વરસના પતંગની ગુલાંટને ત્રાંસી નજરે જોવા ગમે છે, પણ જાહેરમાં તો મહોરાનો મલકાટ... આકાશના કોઈ ખૂણે પતંગના પેચ સાથે દિલના દાવપેચ થતા હશે ત્યારે સૂર્યને વધુ ઝળહળવાનું મન થતું હશે. સાચા પ્રેમી તો પડી ગયેલા પવનમાં પણ પતંગને ઉડાડી શકે છે. સામા પ્રવાહે તરવા જેવું આ કામ છે. પ્રેમને સીધો રસ્તો કદી ક્યાં ફાવ્યો છે! સ્નેહના શાસક પક્ષ સામે દુનિયા વિરોધ પક્ષ તરીકે હંમેશા ઊભી હોય છે. દુનિયામાં પતંગપ્રેમ જાણીતો છે, પણ પ્રેમનો પતંગ ચગાવતા પેચ લાગી જાય અને ધડકનો ઢીલ દેવા લાગે ત્યારે અગાસીમાં આકાશ ઉતરી આવતું હોય એવું લાગે. પંદરમી સદીમાં લિયોનાર્ડો દ વિન્ચીએ દોરી આપી ત્યારે એને ખબર ન હતી કે વર્ષો પછી આનો ઉપયોગ ‘ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા...’માં થશે અને અનેક સહૃદયી સલ્લુભૈયા અને આત્મીય ઐશ્વર્યાકુમારીનો મિલન મેળાપ સર્જાશે. તંગ માગણી અને પતંગની લાગણીનો પ્રાસ સર્જાશે. દિલ ફાડીને પ્રેમ કરતા પ્રેમીઓને આજુબાજુ ધાબાવાળા આંખો ફાડીને જોયા કરે છે. ઓન એર થતા આ ઈશ્કના એપિસોડની TRP નંબર વન હોય છે. પતંગની શોધ ચીને કરી વિશ્વને આનંદ આપ્યો અને એમની જ ચાઇનીઝ દોરી પીડા આપનારી બની છે. જો કે ચીન પહેલા ઇન્ડોનેશિયામાં પતંગના આકારો જોવા મળેલા એવું ઈતિહાસવિદો કહે છે. પતંગ પર પ્રેમપત્ર લખી પ્રેયસીને મોકલવાની પ્રથા પહેલાના સમયમાં હતી. ‘બહુ ચગ્યો છે’ રૂઢીપ્રયોગ પતંગ પછી પ્રેમી માટે વધુ પ્રયોજાય છે. ‘આજે અમે ઘરમાં હોમથિયેટર લાવ્યા’ કહીને બાજુવાળાનો પતંગ કાપીએ છીએ. સફળતામાં બહુ ઊંચે ન ઊડવું નહીંતર જ્યારે જમીન પર પડીએ ત્યારે લૂંટણિયાઓ ઝંડા લઇને આપણી રાહ જ જોતા હોય છે, જેમ ફૂલ સ્પીડે જતી કાર આપણને આગળના સિગ્નલ પર મળી જતી હોય છે. પતંગ જેમ પ્રેમી પણ કર્મયોગી હોય છે. ઊંચે જવા સતત પરિશ્રમ કરે છે. ‘કિન્ના’ખોરી સામે એની કિન્ના તૂટે નહીં એ જોવું રહ્યું. પરિસ્થિતિના પવન પ્રમાણે ગુલાંટ મારવાની હોય છે અને પ્રતિસ્પર્ધી પતંગને મ્હાત કરવાનો હોય છે. આ મ્હાત કરવામાં થોડા સમયમાં થાકી ગયા તો ગયે કામ સે...સતત સાતત્યનું બહુ મૂલ્ય છે. જેમ અમદાવાદી પતંગ લૂચ્ચાઈ નથી કરતો, સુરતી પતંગ ગાળો નથી બોલતો કે કાઠીયાવાડી પતંગ મહેમાનગતિ માટે નથી કહેતો એમ પ્રેમીઓ પણ દરેક સ્થળે સરખું સંવેદન અનુભવે છે. પતંગનું આરોહણ ખૂબ ઊંચાઈ પર ભલે થાય પણ સંચાલન તો પૃથ્વી પરથી જ થાય છે. પ્રેમીઓ શરૂઆતમાં ચાંદ તારાના સપનાંના વરખ ભલે આંખમાં ચોંટાડી રાખે પણ અંતે તો વાસ્તવિકતાના 2BHKથી સંતોષ માનવો પડે છે. પ્રેમનો પતંગ ચગાવવો મમરાના લાડુ ખાવા જેવું સહેલું કામ નથી. કનકવો કપાય ત્યારે ‘કટી પતંગ’નું સેડ સોંગ મનના સીડી પ્લેયરમાં વાગે છે. દિવસની નિરાશા ખંખેરીને આશાવાદી યુવાનો રાત્રે ફાનસ, ગુબ્બારાના સહારે ‘એક નયી દુનિયા બસા લેતે હૈ...’ સાંજને સોણલે રસિયોજી જોયા, જોતાં ચાલી જળધાર: મારા વ્હાલા પહેલે આંસુડે અંતર ઊઘડ્યું, છલકી હૈયાની છોળ: મારા વ્હાલા બીજે આંસુડે હથેલી લઈને ટચલી આંગળીએ લખું: મારા વ્હાલા ત્રીજે આંસુડે જીવણ ચીતરું, જીવણ ચીતર્યાં ન જાય: મારા વ્હાલા ચોથે આંસુડે મુખડું હું માંડું, આછેરે લોચન નીર: મારા વ્હાલા પાંચમે આંસુડે આંખડી અરપું, કીકી કાજળ કેરી ધારું: મારા વ્હાલા છઠ્ઠે આંસુડે નાથજી નીરખું નેને પાથરિયા પ્રાણ: મારા વ્હાલા છેલ્લે આંસુડે અંતર રડિયું, તૂટી હૈયાની પાળઃ મારા વ્હાલા. મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા. ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા, કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા, પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા સોનેરી સોણલું બતાડી તું જા. મારીo સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી, દિલનો દડૂલો રમાડી તું જા, ભૂખી શબરીનાં બોર બેએક આરોગી જનમભૂખીને જમાડી તું જા. મારીo ૧૦ ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા, સાગરની સેરે ઉતારી તું જા, મનના માલિક તારી મોજના હલેસે ફાવે ત્યાં એને હંકારી તું જા. મારી ધીરે ધીરે શમણું, સોહામણું લાગે, થોડું શરમાળું, થોડું લજામણું લાગે. ઓઝલ ઉપર કલરવ કરતું પંખી, ઉરના શ્વાસે મેં તને હોંશે હોંશે ઝંખી. લીલી ફોરમને જાણે ઉગમણું લાગે. તરબતર થઈ રહી યાદોની વણઝાર, તું આવે તો મધમીઠું, તું જાય તો ખાર. પગલી પાડી છાની, મન રણઝણું લાગે. -મિતેષકુમાર જયંતીભાઈ ડામોર વ્યૂહ તારા અહીં બધા બદલાય જાશે, જે સમય આવે બધું સમજાય જાશે, છો છુપાવે સત્યને એ અહીં મનમાં, એ સમય આવે બધું પડઘાય જાશે, માર નહીં તારી બડાશો વાતમાં કૈ, બોલવાની રીતથી પકડાય જાશે, કાર્ય તું એવા જ કર જીવન પ્રવાસે, કાર્યના પુષ્પો નહીં કરમાય જાશે. - વિજય પરમાર ‘વીર’ ઈચ્છાઓ રોજ નવા રૂપ ધરે છે. બાકી સુખ તો ખુલ્લે આમ ફરે છે એથી માન વધારે શું આપે એ કેડ વળી ગઇ,તોય સલામ કરે છે ક્યારેક ખરા સમયે ખપ લાગે છે, દોસ્ત, ઘણા દુશ્મન એવાય ફરે છે એવા લોકોનો મૃત્યુ આંક ખરો ? બીજાના સુખ ભાળી રોજ મરે છે - પ્રવીણ ખાંટ ‘પ્રસૂન રઘુવીર’ અકથ અજંપો અતીતનો, અતિ અળગો આજથી, અંતરનો આનર્ત અવાજ, અહીંયા અજવાશને આવકારે. અંતરમાં અપ્રગટ અચરજ, અલબેલા અવતારને ઓવારે. અદીઠ આવતીકાલના આરવ, અસીમ અલૌકિકતા આમંત્રે. - શૈલી પરીખ શુકન મુજને થયાં એવાં કે એની વાત શું કરવી , હવે, રૂબરૂ મળી ગયા તો રજૂઆત શું કરવી! એક સાંજે મેં, તમે ને ખુશ્બૂએ માઝા મૂકી, પરંતુ છે ઋતુ વરસાદની મધરાત શું કરવી! - જિજ્ઞેશકુમાર એમ.ચતુર્વેદી ‘શચિ’ તારો સ્વભાવ નથી સંઘરવા દાણો, આવ્યો તારે કાજે ઉપવાસનો ટાણો, ચણવાને પંખી આજ તારે ન જાવું; ઉત્તરાણે આભે આજ તારે ન જાવું. - અનિલ ઘીવાળા ‘વિશેષ’ સ્વપ્ન પાંદડે ઝાકળ જેવી નાજુક નાજુક ભીની ભીની, કંઈ આશાઓ કંઈ અપેક્ષા સાવ અચાનક દડી જશે તો? શકુંતલાની વીંટી જેવાં સ્મરણો, વાતો, હળવુંમળવું, છોડીને દુષ્યંત કોઈ હાથ બીજાને ચડી જશે તો ? અશ્રુટાંકણે કંડારીને ક્ષણનાં શિલ્પો અંતર ઊડે, સંતાડીને રાખ્યાં છે, ક્યારેક કોઈને જડી જશે તો ? ભ્રમણાઓના પાયાઓ ને સ્તંભ રચાયા આભાસોના, કાળપવનમાં ગંજીપાનો મહેલ આપણો પડી જશે તો? - મનોજ્ઞા દેસાઈ
    Click here to Read More
    Previous Article
    શરીર પૂછે સવાલ:બ્રેસ્ટની એક સાઇઝ રેગ્યુલર છે જ્યારે બીજી નાની છે, સાઇઝ એકસરખી થઇ શકે?
    Next Article
    પરખ:દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પત્ની તરીકે તમારો કેટલો હાથ છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment