Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શરીર પૂછે સવાલ:બ્રેસ્ટની એક સાઇઝ રેગ્યુલર છે જ્યારે બીજી નાની છે, સાઇઝ એકસરખી થઇ શકે?

    10 hours ago

    પ્રશ્ન : અમારે એક દીકરો છે, જે આઠ વર્ષનો છે. બીજા બાળક માટે અમે છેલ્લા છ મહિનાથી પ્લાનિંગમાં છીએ, પણ માસિક દર મહિને આવી જાય છે. મારાં પત્નીને મેં ક્યારેય કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ કે એવી અન્ય દવા પણ ક્યારેય નથી આપી. અમારે શું કરવું? - એક પુરુષ ઉત્તર : તમારે એક દીકરો તો છે. હવે તે મોટો થઇ ગયો હોવાથી તમે બીજા બાળક માટે પ્રયત્ન કરી રહ્યા છો, પરંતુ તેમાં સફળતા નથી મળતી, તેની પાછળનું કારણ જાણવું જરૂરી બની જાય છે. તમારા જણાવ્યા મુજબ, તમે તમારાં પત્નીને કોઇ પ્રકારની કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ કે અન્ય દવા લેવા નથી દીધી, તો પછી તેમને ગર્ભ કેમ નથી રહેતો તે વિશે તમારે તેમને કોઇ સારા ગાયનેકોલોજિસ્ટને બતાવવું જોઇએ. વળી, તમે તમારાં બંનેની વય જણાવી નથી. જો તમારાં બંનેની વય પાંત્રીસ-ચાલીસ વર્ષથી વધારે હોય તો બનવાજોગ છે કે તમારાં પત્નીને મેનોપોઝ શરૂ થઇ ગયો હોય અને તેના કારણે ગર્ભ ન રહેતો હોય. તમે ગાયનેકોલોજિસ્ટને બતાવો અને તેઓ કહે તે ટેસ્ટ કરાવો. તમારી સમસ્યાનો ઉકેલ જરૂર મળશે. પ્રશ્ન : મારા શરીર પર છેલ્લા બે-ત્રણ મહિનાથી લાલ-કાળા રંગના ચકામાં થઇ જાય છે. આ ચકામાં દૂર કરવા માટેની ક્રીમ લગાવવાની સાથોસાથ ઘરગથ્થુ ઉપાયો પણ અજમાવી જોયાં, પરંતુ કંઇ ફરક નથી પડતો. મને અઢાર વર્ષ થયાં છે. આવાં ચકામાંને કારણે મને ખૂબ સંકોચ થાય છે. મારી સમસ્યાનો ઉકેલ જણાવશો? - એક યુવતી ઉત્તર : તમારા શરીર પર લાલ-કાળા ચકામાં થવા પાછળનું એક કારણ કદાચ તમારા લોહીની ખરાબી હોઇ શકે. કેટલીક વાર લોહીવિકારને લીધે પણ શરીર પર આવાં ચકામાં થઇ જતાં હોય છે. તમે સૌથી પહેલાં તો જાતે જ કોઇ ક્રીમ અથવા ઘરેલુ ઉપાયો અજમાવવાને બદલે ડોક્ટરને બતાવો. જરૂર લાગે તો બ્લડ ટેસ્ટ કરાવો. એ માટે પણ ડોક્ટરની સલાહ પહેલાં લો અને પછી જ ટેસ્ટ કરાવો. ભોજનમાં પૂરતા પૌષ્ટિક તત્ત્વો અને મિનરલ્સ મળી રહે તેવો ખોરાક લો. મન પર કોઇ બાબતનો સ્ટ્રેસ રહેતો હોય તો તે દૂર કરવાનો પ્રયત્ન કરો. કોઇ પણ ઉપાય અજમાવતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી કેમ કે ક્યારેક એક સમસ્યા દૂર કરવા જતાં બીજી સમસ્યા ઊભી થાય એવું બનવાજોગ છે. પ્રશ્ન : મને ડાયાબિટીસ છે. હું ખોરાકનું ખાસ ધ્યાન રાખું છું, જેથી ડાયાબિટીસમાં વધારો ન થાય. છતાં ક્યારેક મને હાથ-પગની નસો ખેંચાય છે અને ઝાંખું દેખાય છે. શું આના માટે ડાયાબિટીસનું પ્રમાણ કારણભૂત હશે? મારા ડોક્ટરના કહેવા મુજબ, હાલમાં મારા ડાયાબિટીસનું પ્રમાણ નોર્મલ છે. તો મને આવું કેમ થતું હશે? માર્ગદર્શન આપશો. - એક યુવાન ઉત્તર : તમે તમારી ઉંમર જણાવી નથી, પરંતુ આજના આધુનિક યુગમાં ડાયાબિટીસ કોઇ પણ ઉંમરે થઇ શકે છે. તમે ખોરાકનું ધ્યાન રાખો છો અને તમારા ડોક્ટરના કહેવા મુજબ ડાયાબિટીસ નોર્મલ છે, તો પણ બનાવજોગ છે કે તમારા શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વઘુ અથવા ઓછું થઇ જતું હોય અને તેના લીધે ડાયાબિટીસના પ્રમાણ પર અસર થતી હોય તો તમને હાથ-પગની નસો ખેંચાઇ શકે એવું બને. તમને આંખે પણ ઝાંખું દેખાતું હોય, તો તમારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે કેમ કે ડાયાબિટીસની અસર દૃષ્ટિ ઉપર થતી હોય છે. તમે શક્ય એટલા વહેલા આંખોના સારા સ્પેશિયાલિસ્ટને બતાવો અને તેનું કારણ જાણો. ડાયાબિટીસનું પ્રમાણ રોજેરોજ ઘરે જ ચેક કરો. એથી તમારી આ સમસ્યા મહદ્દંશે હલ થશે. પ્રશ્ન : મારી પત્નીની વય અઠ્ઠાવીસ વર્ષ છે. એનાં બ્રેસ્ટની એક સાઇઝ રેગ્યુલર છે, જ્યારે બીજી બ્રેસ્ટની સાઇઝ નાની છે. આથી જ્યારે અમે સાથ માણીએ ત્યારે મને એની બ્રેસ્ટને સ્પર્શ કરવાની ઇચ્છા થતી નથી. શું મારી પત્નીની બ્રેસ્ટની સાઇઝ એકસરખી થઇ શકે? - એક યુવાન ઉત્તર : તમારી પત્નીની ઉંમર અઠ્ઠાવીસ વર્ષ છે, પરંતુ તેમના શારીરિક વિકાસમાં તમે જે જણાવ્યું છે, તે જોતાં લાગે છે કે એમનાં હોર્મોન્સ સક્રિય થયાં, ત્યારે તેમાં અનિયમિતતા હોવી જોઇએ. આ કારણસર તેમનાં બ્રેસ્ટની સાઇઝ અનિયમિત છે. તમે તેમને કોઇ ગાયનેકોલોજિસ્ટને બતાવો અને તેમની સલાહ લો. જરૂર લાગે તો ડોક્ટર તમારાં પત્નીનું બ્રેસ્ટ ઓગમેન્ટેશન જેવું ઓપરેશન કરી બંને બ્રેસ્ટની સાઇઝ સમાન કરી શકે છે. આના માટે તમારે કોઇ સારા પ્લાસ્ટિક સર્જનનો સંપર્ક સાધીને તમારાં પત્ની માટે સલાહ લેવી વધારે હિતાવહ છે. પ્રશ્ન : મારા પતિને એક વાર સાથ માણવાથી સંતોષ નથી થતો. એ રાતમાં બેથી ત્રણ વાર સાથ માણે છે. ક્યારેક તો હું ભરઊંઘમાં હોઉં તો પણ મને ઉઠાડીને પોતાની ઇચ્છા પૂરી કરે છે. એમના આવા વર્તનને કારણે મને શારીરિક રીતે તો તકલીફ પડે જ છે, માનસિક રીતે પણ હું ખૂબ અપસેટ રહું છું. મારે એમને કઇ રીતે સમજાવવા? - એક મહિલા ઉત્તર : સામાન્ય રીતે પુરુષ એક વાર સાથ માણે અને સંતુષ્ટિ પામ્યા પછી ફરી વાર સાથ માણવા માટે એકાદ દિવસ જેટલો સમય લેતો હોય છે. તમારા કિસ્સામાં તમારા પતિને રાતમાં બેથી ત્રણ વાર સાથ માણવાની ઇચ્છા થાય છે, તેનો સીધોસાદો અર્થ એ થાય કે તેમના જાતીય હોર્મોન્સ વધારે પડતા સક્રિય છે. તેના કારણે તેમને સતત સાથ માણવાની ઇચ્છા થાય છે. બીજું એક કારણ એ પણ હોઇ શકે કે એક વાર સાથ માણવાથી તેમને પરાકાષ્ઠાનો અનુભવ ન થતો હોય અને તેથી તેઓ તમારી સાથે આ રીતે વર્તતા હોય. તમે તેમને કોઇ સેક્સોલોજિસ્ટને બતાવો. પ્રશ્ન : મારી ઉંમર એકવીસ વર્ષ છે. હું બાર વર્ષનો હતો, ત્યારથી જ મને માસ્ટરબેશનની આદત પડી ગઇ છે. આ આદત છોડવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ નિષ્ફળતા જ મળી. મને બીક એ વાતની લાગે છે કે આના કારણે મારા ભાવિ જીવન પર કંઇ ખરાબ અસર તો નહીં થાય ને? મારી ભાવિ પત્નીને હું પૂરતો સંતોષ આપી શકીશ? - એક યુવાન ઉત્તર : માસ્ટરબેશનની આદતથી નુકસાન નથી થતું. તમારા હોર્મોન્સ વહેલા સક્રિય થઇ જવાને કારણે તમે જ્યારે કોઇ દૃશ્ય જુઓ અથવા એવી કોઇ વાત વાંચો તેના લીધે તમને માસ્ટરબેશન કરવાની ઇચ્છા જાગે છે. આ તમારી કામેચ્છાની પૂર્તિ કરવાનો ઉપાય છે, તેની કોઇ આડઅસર નથી થતી. તેથી તમારી જો આદત છૂટતી ન હોય, તો મૂંઝાવાની કે ગભરાવાની જરૂર નથી. તમારી આ આદતથી તમારા ભાવિ લગ્નજીવન પર કોઇ પ્રકારની અસર નહીં થાય તેમ જ તમે તમારાં ભાવિ પત્નીને સંતોષ આપી શકશો. માટે નિશ્ચિંત રહો. પ્રશ્ન : મને બાવીસ વર્ષ જ થયાં છે, પણ અત્યારથી મારા વાળ એટલા બધા ખરી ગયા છે કે માથામાં ટાલ જેવું દેખાવા લાગ્યું છે. મારા માટે મારાં માતા-પિતા યોગ્ય પાત્રની શોધ કરી રહ્યાં છે, પણ મોટા ભાગની યુવતીઓ મારા વાળમાં દેખાતી ટાલને કારણે ના કહી દે છે. મારે શું કરવું? વાળનો જથ્થો કઇ રીતે વધારવો? - એક યુવાન ઉત્તર : ઘણી વાર જાતજાતના શેમ્પૂ વાપરવાને કારણે વાળ ખરવાનું પ્રમાણ વધી જતું હોય છે. કેટલાક યુવાનોને વધારે પ્રમાણમાં સ્ટ્રેસ કે એંગ્ઝાઇટી અનુભવવાથી પણ વાળ ખરતા હોય છે. તમે પહેલાં એ જાણવાનો પ્રયત્ન કરો કે તમારા વાળમાં ટાલ પડવાનું કારણ શું છે. પહેલાં એ કારણનું નિરાકરણ લાવો. કેટલીક વાર વારસાગત કારણોસર પણ ઘણા યુવાનોને નાની વયમાં જ ટાલ દેખાવા લાગે છે. તમારા વાળ આછા હોવાથી અને ટાલ દેખાવાથી યુવતીઓ તરફથી ના કહેવામાં આવતી હશે એવું માની લેવાની અને તેથી હતાશ થવાની જરૂર નથી. વાળનો જથ્થો વધારવા માટેના કેટલાક ઘરેલુ ઉપાયો તમે અજમાવી શકો છો. જોકે તેનાથી વાળનો જથ્થો વધશે જ એમ ખાતરીપૂર્વક ન કહી શકાય.
    Click here to Read More
    Previous Article
    પેરેન્ટિંગ:ટીનએજરના ગુસ્સાને માતા-પિતાએ કઈ રીતે કાબુમાં રાખવો?
    Next Article
    કાવ્યાયન:પતંગપ્રેમ અને પ્રેમનો પતંગ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment