Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેરેન્ટિંગ:ટીનએજરના ગુસ્સાને માતા-પિતાએ કઈ રીતે કાબુમાં રાખવો?

    8 hours ago

    ટીનએજ એ બાળકના જીવનનો સૌથી સંવેદનશીલ અને ગૂંચવણભર્યો સમય છે. શરીરમાં થતા હોર્મોનલ ફેરફારને કારણે ટીનએજરોમાં ગુસ્સો, ચીડ અને અચાનક ઉગ્ર પ્રતિક્રિયા સામાન્ય છે. આ સમયે માતા-પિતાની કહેલું એક ખોટું વાક્ય આખા સંબંધમાં તિરાડ પાડી શકે છે. સૌ પ્રથમ, ‘તને કંઈ સમજ નથી’ અથવા ‘અમે જે કહીએ એ જ સાચું’ જેવી વાતો ટાળવી જોઈએ. આવી વાતોથી બાળક પોતે અવગણાયેલું અનુભવે છે અને તેની લાગણી વધુ દબાઈ જાય છે. ટીનએજરો સમજદાર બનતા જાય છે, તેમને સમજાવવાની જરૂર છે, દબાવવાની નહીં. બીજું, ગુસ્સામાં બાળક કંઈ અયોગ્ય બોલી જાય તો તરત તુલના ન કરો- ‘ફલાણાનો દીકરો જુઓ’ જેવી વાતો બાળકના આત્મવિશ્વાસને નુકસાન પહોંચાડે છે. તુલના બાળકને સુધારતી નથી, પરંતુ તેને અંદરથી તોડી નાખે છે. ત્રીજું, ‘આમ બોલ્યો એટલે તને સજા મળશે’ જેવી ધમકી ટીનએજરને સંવાદથી દૂર લઈ જાય છે. ડર આધારિત શિસ્ત ટૂંકા સમય માટે શાંતિ લાવે, પરંતુ લાંબા ગાળે સંબંધ બગાડે છે. ગુસ્સો એ ઘણી વખત બાળકની અંદરની અસમંજસતા, દુઃખ કે અસમર્થતાનો અવાજ હોય છે. એ સમયે સૌથી અસરકારક વાક્ય હોય છે – ‘તું ગુસ્સામાં છે, હું તને સાંભળવા તૈયાર છું.’ શાંત રહીને, થોડો સમય આપી, પછી વાત કરવી એ સૌથી મોટી સમજદારી છે. ટીનએજર જ્યારે અનુભવે કે માતા-પિતા તેને જજ નથી કરતા, ત્યારે તે શાંત થાય છે. યાદ રાખો ટીનએજરને કાબૂમાં નથી રાખવા, પરંતુ સમજવા છે. ટિપ્સ • ✔️ પહેલા સાંભળો, પછી બોલો: બાળક ગુસ્સામાં હોય ત્યારે તરત જવાબ ન આપો. પહેલા તેની વાત પૂરી થવા દો. • શબ્દો સંભાળો: ઉંચા અવાજથી નહીં, શાંત શબ્દોથી વાત કરો. શાંતિ ગુસ્સાને ઓગાળે છે. • તુરંત નિર્ણય ન લો: ગુસ્સામાં લીધેલા નિર્ણયો પછી અફસોસ કરાવે છે. થોડો સમય આપો. • લેબલ લગાવશો નહીં: ‘તું હંમેશાં આવો જ છે’ જેવા વાક્યો બાળકને રક્ષણાત્મક બનાવી દે છે. • આંખોમાં આંખ નાખીને વાત કરો: મોબાઈલ બાજુ પર મૂકી, સંપૂર્ણ ધ્યાન આપો. બાળકને પોતાનું મહત્વ લાગશે. • ઉકેલ નહીં, સમજ જરૂરી: દરેક વાતનો તરત ઉકેલ શોધવો જરૂરી નથી. કેટલીકવાર સમજ પૂરતી હોય છે. બાળકને પણ સાંભળો. તરત તમારો આપેલો ઉકેલ તેના પર લાદો નહીં. • સારો સમય પસંદ કરો: ગુસ્સો શાંત થયા પછી વાત કરો. સંવાદ વધુ અસરકારક બને છે.
    Click here to Read More
    Previous Article
    Gor outreach: Trump-PM friendship, hotline to White House, his connect
    Next Article
    શરીર પૂછે સવાલ:બ્રેસ્ટની એક સાઇઝ રેગ્યુલર છે જ્યારે બીજી નાની છે, સાઇઝ એકસરખી થઇ શકે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment