Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મીઠી મૂંઝવણ:સાસરિયાએ લવ-મેરેજનો સ્વીકાર કરી લીધો છે પણ...

    1 day ago

    મોહિની મહેતા પ્રશ્ન : આ વર્ષે મારાં લગ્ન થવાનાં છે. મારા ભાવિ પતિ મારાથી ઉંમરમાં બે વર્ષ નાના છે. તેના લીધે મારી બહેનપણીઓ મને કહે છે કે મારી ઉંમર વધતાં એ બીજી કોઇ મહિલા સાથે ચોક્કસ અફેર કરશે અને મને પ્રેમ નહીં કરે તેમ જ મારા તરફ ધ્યાન પણ નહીં આપે. આવું ખરેખર બની શકે ખરું? હું શું કરું? - એક યુવતી ઉત્તર : તમારાં લગ્ન આ વર્ષે થવાનાં છે અને તમારા ભાવિ પતિની વય તમારાથી બે વર્ષ નાની છે. તમારી બહેનપણીઓ તમને જે કહે છે, તેમાં સત્ય નથી. હા, એ વાત સાચી કે આપણા સમાજમાં પતિની વય પત્નીથી વધારે હોય તે યોગ્ય માનવામાં આવે છે, પરંતુ એનો અર્થ એવો નથી કે પતિની વય કાયમ મોટી જ હોય. ક્યારેક તમારા જેવા અપવાદરૂપ કિસ્સામાં પતિની વય નાની હોય તો પણ વાંધો નથી આવતો. તમારી બહેનપણીઓ માત્ર તમને ચીડવવાના હેતુસર અથવા પરેશાન કરવા માટે આમ કહેતી હોય. જવલ્લે જ આવા કિસ્સામાં પુરુષ અન્ય મહિલા તરફ આકર્ષાતો હોય છે. માટે તમે નિશ્ચિંત બનીને લગ્ન કરો. તમારું ભાવિ જીવન સુખમય જ રહેશે. પ્રશ્ન : અમે લવમેરેજ કર્યાં છે. મારા પતિના પરિવારજનોએ તો મારો સ્વીકાર કરી લીધો છે, પરંતુ મારાં માતા-પિતા તરફથી અમને હજી પણ કંઇ સકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી. મને આ કારણસર ખૂબ ખરાબ લાગે છે, પરંતુ પતિનાં માતા-પિતા મારાં માતા-પિતા સમાન છે એમ માનીને રહું છું, પણ મારા પરિવારજનોને મારી યાદ નથી આવતી. હું એમને મનાવવા શું કરું? - એક યુવતી ઉત્તર : સંતાનો લવમેરેજ કરે, ત્યારે માતા-પિતા સંતાનો સાથેનો સંબંધ તોડી નાખે છે, પરંતુ આવી સ્થિતિ લાંબો સમય ટકતી નથી, તેનો ખ્યાલ તો તમને તમારાં સાસરિયાંએ તમને સ્વીકારી લીધાં તેથી આવી જ ગયો. રહી વાત તમારાં માતા-પિતા અને પરિવારજનોની, તો બનવાજોગ છે કે તેમને હજી તમારા પ્રત્યે નારાજગી હોય અને તેથી તેઓ હજી તમને બોલાવતાં ન હોય. તમે તમારાં સાસુ-સસરાને એમની પાસે મોકલો. તેઓ તમારા પરિવારજનોને સમજાવશે કે સંતાન પ્રત્યે આટલી નારાજગી યોગ્ય નથી. તેમણે જેમ પોતાના પુત્ર અને પુત્રવધૂને સ્વીકારી લીધાં છે, તેમ એ લોકોએ પણ દીકરી તથા જમાઇને સ્વીકારી લેવાં જોઇએ. જો વડીલો વાત કરશે તો ચોક્કસ તમારાં પરિવારજનો સાથે તમારો મેળાપ થઇ જશે. પ્રશ્ન : હું મારાં માતા-પિતાની એકની એક દીકરી છું. મારી ઉંમર લગ્ન કરવા લાયક થઇ ગઇ હોવાથી જ્ઞાતિમાંથી અનેક યુવાનોના પરિવાર તરફથી માગાં આવે છે, પરંતુ હું એક યુવાનને પ્રેમ કરું છું અને તેની સાથે જ લગ્ન કરવાની મારી ઇચ્છા છે. એ યુવાન પણ મારી સાથે લગ્ન કરવા ઇચ્છે છે. અમારે શું કરવું?- એક યુવતી ઉત્તર : તમે તમારાં માતા-પિતાને જાણ કરો કે તમે એક યુવાનને પ્રેમ કરો છો અને તેની સાથે લગ્ન કરવા માગો છો. જો તેઓ આ અંગે અનિચ્છા દર્શાવે તો તમારા પ્રેમીને વાત કરો અને એને કહો કે એ એનાં માતા-પિતા દ્વારા તમારા હાથની માગણી કરે. આ રીતે તમે બંને જો પોતપોતાનાં માતા-પિતાને વાત કરીને તેમની સંમતિ લઇને લગ્ન કરવાનું જણાવશો, તો બંનેનાં માતા-પિતા ચોક્કસ માની જશે અને લગ્ન કરાવી આપશે. પ્રશ્ન : મારી બહેનને એક યુવાન સાથે પ્રેમ હતો, પરંતુ માતા-પિતાની અનિચ્છા હોવાથી મારી બહેને તેમણે પસંદ કરેલા યુવાન સાથે લગ્ન કરી લીધા. હવે જાણવા મળ્યું છે કે મારા બનેવી અન્ય યુવતીને પ્રેમ કરે છે અને તેની સાથે હજી પણ સંબંધ રાખે છે. મારી બહેન આ કારણસર ખૂબ દુ:ખી છે. શું કરવું?- એક યુવતી ઉત્તર : તમારી બહેને માતા-પિતાની ઇચ્છાને પ્રાધાન્ય આપ્યું અને તેમની પસંદના યુવાન સાથે લગ્ન કર્યાં, પરંતુ તમારા બનેવીએ તમારા બધાં પાસે પોતાના પ્રેમની વાત છુપાવી. એટલું જ નહીં, એમણે પોતાની પ્રેમિકા સાથે સંબંધ ચાલુ રાખ્યો હોવાથી સ્વાભાવિક છે કે તમારી બહેનને દુ:ખ થાય જ. આ અંગે તમારી બહેનને કહો કે એ તેમનાં સાસુ-સસરાને જાણ કરે અને આ અંગે તેમના દીકરાને સમજાવે. વડીલોને વચ્ચે રાખવાથી તમારાં બહેન-બનેવીના જીવનની સમસ્યા મહદ્દંશે દૂર થઇ જશે. પ્રશ્ન : મારી ઉમર બત્રીસ વર્ષ છે. મારી બે વાર સગાઇ થઇ અને સામાન્ય કારણસર તૂટી ગઇ. હવે મારા માટે જ્યારે કોઇ યુવાનનું માગું આવે છે, ત્યારે બધાં એમ જ પૂછે છે કે પહેલાં બે વાર સગાઇ કેમ તૂટી ગઇ અને પછી જણાવીશું કહીને ના કહી દે છે. મારે શું કરવું? મારાં માતા-પિતાને પણ ચિંતા થાય છે. - એક યુવતી ઉત્તર : આપણા સમાજની હજી એ વિડંબણા છે કે કોઇ યુવતીની સગાઇ થઇને તૂટી જાય, ત્યારે તેના સામે પ્રશ્નાર્થચિહ્ન લાગી જાય છે. તમારા કિસ્સામાં તો તમારી સગાઇ બે વાર તૂટી છે. તેથી સ્વાભાવિક છે કે દરેકને પ્રશ્ન થાય કે સગાઇ કેમ તૂટી ગઇ? તમે નિરાશ ન થાવ. કોઇ યુવાન અને તેના પરિવારજનો ચોક્કસ એવા મળશે કે તમારી સગાઇ તૂટવાની પરવા કર્યા વિના તમને ચોક્કસ અપનાવશે. તમારાં માતા-પિતાને ચિંતા થાય તે સ્વાભાવિક છે કેમ કે તમારી ઉંમર બત્રીસ વર્ષ થઇ ગઇ છે. તેમને પસંદ હોય એ યુવાન સાથે તમારી સગાઇ થઇ જાય એવો પ્રયત્ન કરશો. પ્રશ્ન : મારી પત્ની જોબ કરે છે. એના બોસ જ્યારે પણ ટૂર પર જાય, ત્યારે એને સાથે લઇ જાય છે. એની ઓફિસમાં અન્ય યુવતીઓ પણ છે, પરંતુ બીજી કોઇ યુવતીને સાથે આવવાનું કહેતાં નથી. મને શંકા જાય છે કે મારી પત્ની અને એના બોસ વચ્ચે કંઇ સંબંધ હશે? એ કેમ કાયમ મારી પત્નીને જ સાથે લઇ જવાનો આગ્રહ રાખતા હશે? - એક પુરુષ ઉત્તર : તમારાં પત્ની જોબ કરે છે, પરંતુ એમની જોબ-પ્રોફાઇલ કઇ છે, તે તમે જણાવ્યું નથી. અત્યારે મહિલાઓ દરેક ક્ષેત્રે અગ્રેસર છે. આવા સંજોગોમાં એવું બની શકે કે તમારાં પત્ની એમની ઓફિસની અન્ય મહિલાઓ કરતાં વધારે હોશિયાર હોય તથા તેમના બોસને તેમનું કામ વધારે પસંદ હોય તેથી તેમને પોતાની સાથે લઇ જતાં હોય. તમે મનમાં એ બંને પ્રત્યે શંકા ધરાવશો તો ભવિષ્યમાં તમારા જ દાંપત્યજીવનમાં મુશ્કેલી ઊભી કરશો. માટે શંકાને મનમાં ઘર ન કરવા દો તે વધારે હિતાવહ છે. પ્રશ્ન : મારા મિત્રને મારી બહેન ગમે છે. એણે મને કહ્યું છે, પરંતુ હું ધ્યાન નથી આપતો કેમ કે એને પહેલાં એક યુવતી સાથે પ્રેમ હતો. એની સાથે તમામ સંબંધો કેળવ્યા અને પછી સંબંધ તોડી નાખ્યો. એ મારી બહેન સાથે પણ એવું નહીં કરે તેની શી ખાતરી? મારે એને કઇ રીતે ના કહેવી? - એક યુવાન ઉત્તર : તમારા મિત્રના જીવનમાં શું બનેલું છે, તે વિશે તમે જાણો છો અને તમારી બહેન સાથે એવું વર્તન નહીં કરે તેની તમને ખાતરી નથી, તો પછી એ મિત્રને સ્પષ્ટ ના કહી દો કે તમને પસંદ નથી કે તમારી બહેન સાથે એ કોઇ પ્રકારનો સંબંધ રાખે. એણે પહેલાં જે વર્તન કર્યું છે, કોઇ યુવતી સાથે તેવું જ એ તમારી બહેન સાથે પણ કરી શકે એ ડર તો સતત રહેવાનો. તમારી બહેનને પણ સચેત કરી દો કે એ મિત્ર એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે તો વધારે વાત ન કરે. તમે સ્વયં મિત્રતાનો સંબંધ મર્યાદિત કરી દો. એ સમજી જશે.
    Click here to Read More
    Previous Article
    સુનામી:દરેક લગ્નની એક્સપાયરી ડેટ તો હોય જ છે પણ એક રિન્યૂઅલ ડેટ પણ હોય છે!
    Next Article
    મૂડ એન્ડ માઇન્ડ:સતત અવેલેબલ રહેવાનો થાક

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment