Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુનામી:દરેક લગ્નની એક્સપાયરી ડેટ તો હોય જ છે પણ એક રિન્યૂઅલ ડેટ પણ હોય છે!

    1 day ago

    ધારો કે એક સવારે તમારા મોબાઇલ પર એક નોટિફિકેશન આવે કે-તમારા લગ્ન એક્સપાયર થઇ રહ્યા છે-જલ્દીથી જલ્દી એને રિન્યૂ કરાવી લો! એ પછી એ જ નોટિફિકેશનમાં તમને ઓપ્શન અપાયો હોય-જો લગ્નને એક્સપાયર થવા દેવા હોય તો રિપ્લાય કરો- ‘એક્સપાયર’ અને રિન્યૂ કરવા હોય તો ‘રિન્યૂ’ એવું લખીને મોકલાવો! સવાલ એ છે કે-જો આવા કોઇ નોટિફિકેશનની સુવિધા હોય તો કેટલા વ્યક્તિ પ્રમાણિકપણે-દંભને બાજુ પર મૂકી જવાબમાં ‘એક્સપાયર’ એવું લખી દે? કાજોલે એક શોમાં લગ્નની એક્સપાયરી ડેટ હોવી જોઇએ-એવું બયાન આપ્યું અને ‘સાત જન્મનાં સિન્ડ્રોમ’થી પીડાતા ઘણાં લોકોએ ઉહાપોહ મચાવી દીધો. આપણે ત્યાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે-અફકોર્સ લગ્ન એક પવિત્ર બંધન છે પણ આપણે એમાંથી ‘પવિત્ર’ શબ્દ કાઢી લીધો છે-બધું ફોકસ ‘બંધન’ પર કરી દીધું છે. જે સમયે લગ્નની પવિત્રતા જતી રહે અને ગળામાં ગાળિયો ભેરવાતો હોય એમ લગ્ન બંધન બનવા માંડે ત્યારે જ લગ્નનાં મરવાની શરૂઆત થઇ જતી હોય છે-પણ ‘બંધન’ તરફ ફોકસ કરીને બેઠેલા આપણને એવું સમજાતું જ નથી હોતું કે-લગ્ન મરી પણ શકે!!! કોઇ પાગલ માણસ મરી ગયેલા માણસનાં શબ સાથે એક છત અને ચાર દીવાલો વચ્ચે જીવવાની જીદ પકડે એવી રીતે આપણે ગુજરી ગયેલા લગ્ન સાથે એક છત-ચાર દિવાલો વચ્ચે જીવવાની જીદ પકડી રાખીએ છીએ! લગ્નની એક્સપાયરી ડેટ હોવી જોઇએ? આ સવાલનો જવાબ બિલકુલ ‘હા’ જ હોવો જોઇએ-કારણ કે દરેક લગ્નની એકસપાયરી ડેટ હોય છે અને ઘણી વખત એ ડેટ આવતા પહેલા જ લગ્ન ગુજરી જતા હોય છે. લગ્નની એક્સપાયરી ડેટની સાથે-સાથે લગ્નમાં રિન્યુઅલનો ઓપ્શન પણ હોવો જોઇએ. જેવી રીતે આપણે ક્લાયન્ટનાં કોન્ટ્રાક્ટ રિન્યુઅલ સમયે જે રીતે ક્લાયન્ટને ખુશ કરવાની-રિઝાવવાની કોશિશ કરીએ છીએ-એવી કોશિશો લગ્નમાં થતી રહે અને વારંવાર થતી રહે એ ખૂબ જરૂરી છે. લગ્નમાં રિન્યુઅલનો ઓપ્શન હોય તો એમાં બે વર્ષ માટે, છ વર્ષ માટે, ત્રણ વર્ષ માટે, દસ વર્ષ માટે વગેરે વગેરે રિન્યૂઅલનાં ઓપ્શન પણ હોવા જોઇએ-એની સાથે-સાથે એક ઓપ્શન ટોપ અપ રિચાર્જનો પણ હોવો જોઈએ-જ્યારે જ્યારે લગ્ન મુશ્કેલીમાં મૂકાય ત્યારે ત્યારે આ ટોપ અપ રિચાર્જનો ઓપ્શન કામમાં આવી શકે. લગ્ન એ સાત જનમનું બંધન છે એવું માનતા આપણે ત્યાં મોટાભાગનાં લગ્નો ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાતા હોય છે. એકવાર લગ્ન થઇ ગયા એટલે હવે સીધા સાતમા જન્મનાં અંત સુધી વાંધો નહીં આવે એવું માનનારા અને વિચારનારાઓ માટે લગ્નની એક્સપાયરી ડેટ બહુ કામની નીવડે છે. થાકી ગયેલા, હાંફી ગયેલા, કંટાળી ગયેલા લગ્નમાંથી સરળતાથી બહાર નીકળવામાં એક્સપાયરી ડેટ મદદ કરી શકશે. પતિ મંગળસૂત્ર ભલે પત્નીનાં ગળામાં પહેરાવતો હોય પણ એ જ મંગળસૂત્ર જાણતા-અજાણતા એનાં પગની બેડી બની જતું હોય છે અને પત્ની ભલે પોતાની સેંથીમાં પતિનાં નામનું સિંદૂર પૂરતી હોય પણ એ જ સિંદૂર પત્ની માટે એક એવી લક્ષ્મણરેખા બની જાય જાય છે-જેને ઇચ્છા હોવા છતા આખી જીંદગી ઓળંગી શકાતી નથી! જો લગ્નની એકસપાયરી ડેટ હોય તો આવા લગ્નો વચ્ચેથી સરળતાથી છૂટી શકવાનો ઓપ્શન મળી શકે-જે ખૂબ જરૂરી છે. શરીરમાં કેન્સરની ગાંઠ થઇ હોય તો ઇચ્છો કે ના ઇચ્છો ઓપરેશન કરીને એ ગાંઠ કાઢવી જ પડે છે-જો ગાંઠ કાઢી શકાય એવી ના હોય તો આખેઆખું અંગ કાઢી જ નાખવું પડે-આપણે ન તો ગાંઠ કાઢીએ છીએ અને ન તો આખેઆખા લગ્નને બાજુ પર મૂકી દેવા તૈયાર થઇએ છીએ-આપણે કેન્સર થઇ ગયેલા, સડી ગયેલા, બીમાર પડેલા-કાયમ બિમાર જ રહેતા લગ્નમાંથી ન તો ‘ગાંઠ’ કાઢીએ છીએ અને ન તો આખેઆખા લગ્નને કાપી નાખીએ છીએ. એક્સપાયરી ડેટ ધરાવતી વસ્તુઓ ‘લાંબી’ ચાલે છે કારણ કે આપણે જાણતા હોઇએ છીએ કે અમુક તારીખ, અમુક સાલ પછી એનો ઉપયોગ કરી શકવાનાં નથી! બીજી વસ્તુઓ, દવાઓની જેમ જો લગ્નની પણ એક્સપાયરી ડેટ નક્કી હોય તો એ લગ્ન સાથે ક્યારે-કેવી રીતે વર્તવું જોઇએ એની ખબર પડી જાય અને લગ્નને એક્સપાયર થતા અટકાવવા હોય તો એ અંગેનાં પ્રયાસો પણ કરી શકાય! પહેલાનાં લગ્નો અને અત્યારનાં લગ્નો બહુ જુદા છે-આપણે બધું જ બદલી નાખ્યું, બધે જ અપગ્રેડ થયા, લગ્ન કરવાનાં કારણો બદલાયા, લગ્ન સમારંભો પણ બદલાય ગયા-પણ લગ્નપ્રથા એ જ રહી-એમાં કોઇ બદલાવ આવ્યો નહીં. લગ્નનાં બંધને પતિ અને પત્ની બંનેને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા શીખવી દીધું-એકવાર લગ્ન થઇ ગયા પછી એને ટકાવવાનાં પ્રયાસો ઓછા અને એકબીજા પર ટેકવવાનાં પ્રયાસો વધુ થવા લાગ્યા-અને એને કારણે લગ્ન મોટાભાગે ‘વેજીટેબલ’ બનીને રહી જાય છે. લગ્નોને વેજીટેબલ બનતા અટકાવવા હોય તો એનો સૌથી સરળ રસ્તો છે એનું આયુષ્ય ઓછું કરી નાખો-સલામતીની શાંતિને વિખેરી નાખો. પતિ લગ્નને રિન્યુ કરશે કે કેમ એનો ડર પત્નીને હોવો જોઇએ અને પત્ની રિન્યુ નહીં કરે તો-આ વિચારે પતિ અડધી રાત્રે ઊંઘમાંથી જાગી જવો જોઇએ. રિન્યૂઅલનો ભય લગ્નને રાઉન્ડ વે મિરરમાંથી જોતા શીખવશે-સામેનાંની ભૂલો પર મૂકી રાખેલો ઝૂમ લેન્સ તમે તમારી ભૂલો પર શિફ્ટ કરી શકશો. લગ્નની એક્સપાયરી ડેટ લગ્નને ટકાવવામાં-સાચવવામાં અને જાળવવામાં મદદ કરશે. લગ્નની રિન્યૂઅલ પ્રોસેસ પતિ-પત્નીને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા અટકાવશે. એકબીજાને સતત ‘પ્લીઝ’ કરતા રહેવું પડશે. એકબીજાની જરૂરિયાતોને સમજતા રહેવું પડશે. એકબીજા સામે વ્યક્ત થવું પડશે. સમજણ, વિશ્વાસ, કમિટમેન્ટ, ધીરજ, કુનેહ વગેરે વગેરે શબ્દોને લગ્નજીવનમાં ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવા પડશે. સામાજિક ડર કે મા-બાપની જીદને કારણે લગ્ન ટકેલા રહેશે નહીં-લગ્ન તો જ ટકશે જો એની અંદર સ્ટફ હશે-લગ્ન તો જ ટકશે જો પતિ અને પત્ની એકબીજા માટે ફિઝિકલ, ઇમોશનલ, સોશિયલ, ઇકોનોમિકલ પરફોર્મ કરશે. લગ્નને પ્રમાણિકપણે નિભાવવા હશે, લગ્ન પ્રથામાં છે એવું લગ્ન જીવન જીવવું હશે, લગ્નમાંથી દંભને બહાર કાઢી મૂકવો હશે તો લગ્નની સલામતીને કારણે ઘૂસી ગયેલા દૂષણોનો પર્દાફાશ કરવો પડશે. બાય ઘ વે-લગ્નની આપણે ત્યાંની લગ્ન પ્રથાની એક ખાસ વાત એ છે કે એક્સપાયર થઇ ચૂકેલા લગ્નો પણ લાંબો સમય સુધી ‘જીવતા’ રહી શકે છે!!!
    Click here to Read More
    Previous Article
    વુમનોલોજી:પતંગના આકાશમાં બંધાયેલો છે સમાજ
    Next Article
    મીઠી મૂંઝવણ:સાસરિયાએ લવ-મેરેજનો સ્વીકાર કરી લીધો છે પણ...

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment